" ડોશીએ ડોશીએ મતિરભીન્નઃ"

" ડોશીએ ડોશીએ મતિર ભીન્નઃ"

( સત્ય ઘટના.)

બાળોતીયાની બળેલી ફકત નથી હોતી , બળેલો પણ હોય શકે . અામનો એક ધનવંત .બી . શાહ . લોકો તેને ધનીયો ,ધનુંડો , ધનકો કહી વહેવાર કરતાં . ઘરમા દાદી ,અને માં ” બચું ” કહી બોલાવતાં અા તઋણે જણનું જીવન અટપટુ હતું .

દાદીનો એકનો એક લાડકવાયો દિકરો ટૂકી બિમારીમાં નવોઢા વહુને માને હવાલે છોડી અલવિદા કહી ગયો ,દાદીને અા નવી અાવેલ વહુ કાળમુખી લાગી ,પણ તેના પેટમાં ઉછરતાં પાંચ મહિનાના વંશ ની અાશા એ કડવા ઘૂટ ગળીને સમસમી બેસી રહી . બેઉ સાસુ વહુ એકબીજા સામે ઘૂરકતીજ રહેતી . તેમા બચુના ઘૂઘરાંના રણકાંર ભળયો . માએ ઘર ચલવવા મીડવાઇફની નોકરી મેળવી , દાદીને બચુ ની દેખરેખની મનગમતી ડયુટી મળી . બચુની સવાઇ મા દાદી બની ગઇ હતી ,પુરો દિવસ દાદીના લાડ કોડ માં જતો સાંજે થાકી સૂતો તયાંરે મા અાવતી .

જોત જોતામા બચુ પાંચ વરષનો થઇ ગયો , અને દાદીની નજરે જોતાં , અને વયવહાર કરતાં શીખી ગયો. . ધીમે ધીમે દાદી તેના કાનમાં તણખાં ઝરતી વાતો કહેતી રહી . ખાસકરીને તેની માની વિરુધમાં , બચુ અકાળ મોટો થતો રહયો , દાદી હરખાતી હરખાતી અનંતની વાટે ચાલી ગઇ .

હવે બચુ પડોશીઓની દયાએ ઉછરતો ગયો , ઘર કરતંા તે બહાર વધુ ભટકવા લાગયો , અને તે ગોઠીયાવનો માનીતો ધનીયો થઇ ગયો . ભણવા સિવાયનું બધું જ ગમતું છતાંય મા એ તેને મેટરીક પરાણે પાસ કરાવયું . દાદીનીજ ભાષામાંજ વાત કરતાં યુવાન ધનીયાને મા હવે કશુંજ કહેતી નહીં , કહે તો સાંભળે તેવો તે કયાં હતો .? ” હું મારા મનનો ધણી ” કહી દેરેક વાતે સામી ફેણ માંડનાર જુવાન જોધ દિકરા ને મા શ્ું કહે ? એક સમી સાંજે માને પાડોશીઓએ વધાઇ અાપી કે ” લાવો પેંડા , દિકરો ઘોડે ચડેછે ને અમે લુખાં ? ” મા હરખાંતી ઘરે ગઇ , ભાઇબંધોથી વટળાયેલ દિકરાને જોતી રહી , બધાને નાસતો મંગાવી અાપયો . બધા ગયા બાદ મા કહે ” હેં બચુ લગન કયાંરે ….? તેને રોકતા ધનું કહે ” બધું થાશે ……તું તારૂ કામ કર ” ” પણ કેટલા પૈ………” ” હું નોકરી કરૂ છું ફોડી લઇશ મારૂ ” કહી ધનું ઘર બહાર જતો રહયો. માને તયાંરે ખબર પડી કે દિકરો કમાતો ધમાતો ધનવંત બની ગયો . પડોશીની કોઇક સગા ની ગરીબ ઘરની દિકરી મંજુ એક દિવસ ધનવંતની વહુ બની અાવી . સાસુને કામનો બોજો ઉચકનાર ,એક કંપની મળી .મા વગરની દિકરીને મા મળી બેઉનુ ટયુનીંગ જામયું ધનવંત ને અા ખૂચયું , તેણે મંજુને એક બે વાર દબડાવી પણ ખરી , ” કામ નહોય તો બાજુમા કાકી પાસે જા તે ઘણાં સારા છે . ” તેને તેની મા સાથે અાડવેર હોવાથી પડોશીઓને કાકા-કાકી ,ફોઇ-ફુવા ,દાદ-દાદી બનાવી દેતો પણ ભૂલથી તે કોઇને મામા-મામી,માસી-માસા ન બનાવતો , અટલો કટટર તેને તેની દાદી એ બનાવી દિધેલો . નોકરી પછી પણ બહાર વધું રહેતો. અાસ-પાસ પડોશીઓ વચચે ગપા મારવા તેને વધુ ગમતાં , તેઅોજ તો તેને કુંટુબીજનો લાગતાં . મુંજુ નમણી અને સશ્કત બાંધાની સમજુ , ડાહી હતી દરેક કામે પહોંચી વળતી . ” તારા વરને કાબુમાં રાખ ” તેવુ સાસુ કહેતી પણ મન થી તે જાણથી કે તે મા ના કહયામાં કયાં હતો ? જોત જોતા મા ધનું મંજુના લગનને એક વરસ થઇ ગયું . તે દિવસે રવિવાર હોવાથી મંજુ ધનુંને કહે ” ચાલો અાજે સાંજે પિકચર જોવા જઇએ .” ” ના ” ” તો ગારડન મા અાંટો મારવા જઇએ ” ” ના મારે પાને રમવા જવાનું છે , તારે જવું હોય તો જા ” કહી ધનવંત સામેવાળા ઘેર , પડોશીને તયાં જતો રહયો . .સાસુને અાજે રજા હોય બાજુના રૂમમાથી સરવા કાને અા બધું શાભળાયું અને સમજાયું , છતાં અજાણ બની વહુને બૂમ પાડી કહે ” મંજુ ચાલને બે ઘડી પગ છૂટા કરી અાવીયે , ચાલ અાજે સારો દિવસ છે અંબાજીમાતાના દરશન કરી અાવીયે .” મંજુ પરાણે સાસુ સાથે અંબાજીના મંદિરે દરશન કરી નજીકના “નવરાબાગમાં ” બેસી સાસુ સાથે પાણી-પૂરી જાપટી . ગામતળાવે પહોચતાં સાસુજી હેવમોર મા પરાણે ઢસડી ગયા . અાજ સકારણ સાસુ તેને ફેમીલી રૂમ તરફ દોરી ગઇ . એક સાથે બે તરણ ફલેવરના અાઇસકરિમ મંગાવી નિરાંતે વાતનો દોર શરૂ કરયો . તેણે પોતાના દરેક પાસાનો ચિતાર મંજુને સવિસતાર કહયો પોતાના સાસુ સાથેના , દિકરા સાથેના , તેમજ અાજુ બાજુ વાળા સાથેના અણબનાવો , અને અંતમા મંજુને ચેતવી પણ કે ધનું ને સામેવાળા પડોશી સાથે કેમ વધુ બને છે .?

સામે વાળાની વિધવા વહુ વિલાસ સાથે ધનવંતની અાંખો મળી ગયેલ ઘરમાં વૃધ સાસુ સસરા જાણતાં , ચલાવી લેતાં , કારણ તેનું ઘર ધનવંત જ તો ચલાવતો . વાત વાત માં બેઉના અાઇસકરિમ અા સાસુ – વહુની વાતો સાંભળીને પીગળીગાયા . ભારે ખમ થઇ બેઉ ઘેર પહોંચયા , મંજુઅે મનોમન નકકી કરયું કે રાહ ભૂલેલા તેના ધનું ને પરત ઘેર લાવીશ . ઘેર અાવી સાસુને અારામ કરવાનું કહી મંજુ અાજે તેના ધનુ ને ભાવતાં ગળયાં તીખાં પુડલાનું પલાળી ને બારીમાંથી ડોકાઇ સામે ને ઘેર બૂમ પાડવા ગઇ , તયાં તેની નજર સામે ધનવંત સામેના ઘરની બાલકનીમાં વિધવા વિલાસને જુકીને અાંલીગન અાપતો જોઇ ગઇ . છતાં તેણે બૂમ મારી ” ચાલો જમવા.” ” જમાઇ ગયું , તમે બાકી ? ” કહેતા તે બેઉ નફફટાઇ થી હસી અંદર સરકી ગયા . બેબાકળી મંજુના કાને તમે બાકી……બાકી…..બાકીના અવાજો અફળાતાં રહયાં . તેણે રસોડામાં જઇ સાસુને જમાડયાં પોતે ધનવંત સાથે જમશે કહી સાસુને મનાવી લીધા . ” લો અાજે તમને તો પગે લાગવાનું જ ભૂલાઇ ગયું ” કહી મંજુ નીચે નમી ” અખંડ સૈભાગયવતી ભવનો ” ના આશીર્વાદ સાંભળવા ઉભી ન રહી રસોડામા જઇ દરવાજો બંધ કરી ગેસના બાટલાની ટયુબ ખેંચી અગન પીછોડો અોઢી ગઇ. સાચી વતો બહાર અાવતી ગઇ તેમ ધનવંત માંથી ધનીયો ,ધનકો, ધનુંડો , ૪૨૦, હલકટ કહેવાતો ગયો . ડોશી ડોશી મા કેટલો ફરક ? એક બચુની ને એક ધનવંત ની .

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.