"મમી, હું કહી દઉં છું તમને.. પ્લીઝ બ્લાઉઝ એવા ના બનાવતી કે તેમાંથી મારી કમર દેખાય."

ખુશિરાએ તેના મમીને કહ્યું. ચોવીસ વર્ષની ખુશિરા અમદાવાદની એક પ્રખ્યાત કંપનીમાં જનરલ મેનેજર હતી.. મહિનાનો એશી હજાર જેટલો તો તેનો પગાર જ હતો.. બોલવામાં તેની અલગ જ છટા હતી.. અને તેની મુસ્કાન દુનિયામાં કોઈની ના હોય એવી નિર્દોષ અને જીવંત હતી.. તે હસતી ત્યારે તેના ગાલ પર પડતો ખાડો તેને વધારે ચાર્મિંગ બનાવતો. તે ઉપરાંત એક ઉમદા શેફ પણ હતી.. અને ક્રિએટિવિટી તો ખૂંટી ખૂંટીને ભરેલી હતી.. સર્વાંગ સંપૂર્ણ એવી ખુશિરા વાને શ્યામ હતી... બધી રીતે પરફેક્ટ હતી.. પરંતુ તે રૂપે સહેજ ભીનેવાન હતી.. શ્યામ હોવા છતાંય નમણી તો અત્યંત. તેને ક્યારેય પોતાની કમર કે હાથ દેખાય તે ના ગમતું. તેનો શ્યામ રંગ તેને હંમેશા લઘુતાગ્રંથિ અપાવતો. ત્યાં સુધી કે તે હંમેશા ટોપ્સ પણ ફૂલ સ્લીવ્ઝના જ પહેરતી.. અને અત્યારે પણ તે તેના મમીને એવું જ કંઈક કહી રહી હતી.. ગરબા રમતા તેને અદભુત આવડત. નવરાત્રી નજીક હતી તેથી તેના મમી તેના માટે ચણિયાચોળી લેવા જવાના હતા.. તેને પોતાને તો ટાઈમ જ ના રહે.. એટલે જ તેણે તેની માઁને ખાસ તાકીદ કરી હતી કે ચણિયાચોળીમાં જે બ્લાઉઝ હોય તે ફૂલ સ્લીવ્ઝ વાળું અને લૉંગ જ લે, કે જેથી કમર ના દેખા।. કહોને કે શામળી કમર ના દેખાય..!!!

ખુશિરાએ દસ દિવસ માટે ઓફિસમાંથી રજા લઇ લીધી હતી.. હંમેશા કામમાં વ્યસ્ત રહેતી ખુશિરા નવરાત્રીના દિવસોમાં દર વર્ષે અચૂક રજા લેતી. આ વખતે તો સુંદર ચણિયાચોળી અને ઓક્સોડાઈઝ ઓર્નામેન્ટ્સ તેના મમી લાવેલા.. તેણે શહેરના ફેમસ રાજવતી ક્લબના સીઝન પાસીસ લીધેલા. તે અને તેની ત્રણ બહેનપણી બધા સાથે જ રમવા જતા.. ખુશિરા નવ વાગ્યાનો સમય હતો તો પન છ વાગ્યાથી તૈયાર થવા લાગી હતી.. તેને નવરાત્રીમાં ગરબે ઘુમવાનો અત્યંત ઉત્સાહ હતો.. તૈયાર થતા થતા પણ તે થનગનતી હતી.. તેના પગ જાણે ગરબાના તાલે થિરકતા હતા.. જતા જતા તેણે તેની માઁ તરફ એક નાનકડી સ્માઈલ કરી... ને તેની માઁએ તેને હોઠના ઉપરના ભાગમાં નાનકડું કાળું ટપકું કરી દીધું. તેની એ મુસ્કાન અને એ ટપકું તેને વધારે નમણાશ આપી રહ્યા હતા..

"બસ મારી ખુશિરાની ખુશીઓ અને મુસ્કાનને કોઈની નજર ના લાગે." તેની માઁએ તેને કહ્યું.

આખરે ખુશિરા રાજવતી ક્લ્બમાં પહોંચી. ચારેતરફ યુવાનો ગરબાના શબ્દે શબ્દે ઉછાળા લઇ રહ્યા હતા.. જ્યાં નજર પડે ત્યાં ખુબસુરતી અને યુવાની દેખાય રહી હતી.. યુવતીઓ જાતજાતના ચણિયાચોળી પહેરીને આવી હતી.. સોળે શણગાર સજીને આવેલી યુવતીઓ એકબીજાથી ચઢિયાતી લાગતી. આ બધી યુવતીઓમાં ખુશિરા એકદમ સામાન્ય મેકઅપ કરીને આવી હતી.. કોઈ જ પ્રકારનો ઓવરડોઝ નહિ અને એકદમ સ્વ્ચ્છ ચહેરો.ચહેરા પર ફક્ત એક નાનકડી બિંદી અને આંખમાં કાજલ. આટલો જ તેનો મેકઅપ.

આરતી થયા બાદ પહેલો ગરબો ચાલુ થયો.. ખુશિરા આગળ જ રમી રહી હતી.. એક એક વળાંક તેના જાણે કે તેનામાં રહેતી નૃત્યાંગનાનો પરિચય કરાવી રહ્યા હતા.. પહેલો રાઉન્ડ લગભગ 45 મિનિટ સુધી ચાલ્યો. યુવતીઓ થાકીને ધીમે ધીમે બેસવા લાગી. પરંતુ ખુશિરા નોનસ્ટોપ 45 મિનિટ સુધી ગરબા લઇ રહી હતી.. ત્યાં ઉભેલા દરેક વ્યક્તિ તેને જોઈ રહ્યા હતા.. છેલ્લે તો લગભગ તે જ રમી રહી હતી.. સાથે બીજી ત્રણ-ચાર છોકરીઓ ખરી.. પણ તેના જે લટકા-ઝટકા હતા તે કંઈક અલગ જ હતા.. બધા નિર્યાણકો પણ તેને નિહાળી રહ્યા હતા..

ક્ષેમ એકટશે તે નમણી નાગરવેલને જોઈ રહ્યો હતો.. ક્યારેય કોઈ છોકરી તરફ આંખ ઊંચી કરીને પણ નહિ જોનારો ક્ષેમ આજે કેમ આ છોકરીને આ રીતે જોઈ રહ્યો છે તે વિચારી તેના મિત્રો પણ અંચબિત હતા..

"ક્ષેમ, ભાઈ બસ હવે... ખમૈયા કર.. રાઉન્ડ પૂરો થયો.. અને તે યુવતી પણ જતી રહી.. તારી પાંપણ તો પટાવ."

તેના મિત્ર કિર્તને તેને કહ્યું. ક્ષેમને ત્યારે ભાન થયું કે તે યુવતી પણ ત્યાંથી જતી રહી છે.. તેણે કીર્તનને કહ્યું,

"યાર શું રમતી હતી છોકરી.. શું નમણાશ હતી.. અને કેવી અદાકારી. બંદા તો ફિદા થઇ ગયા.."

કીર્તનને નવાઈ લાગી કે આવું ક્ષેમ બોલે છે..

ક્ષેમ તેના મિત્રોને હંમેશા આ લવ-બવના ચક્કરથી દૂર રહેવાનું જ કહેતો. અને આજે તે જ ક્ષેમ પ્રેમની અને સુંદરતાની ભાષા બોલી રહ્યો હતો.. કીર્તન હજી તો કંઈ વિચારે તે પહેલા જ ક્ષેમ ખુશિરાની નજીક જઈ ચડ્યો..

"એક્સ્ક્યુઝમી મેમ, આપ બહુ જ સુંદર ગરબા લેતા હતા.. શું હવેના રાઉન્ડમાં હું આપની સાથે રમી શકું.?! મને શું ગરબા આવડત નથી.. જો આપ થોડું ઘણું શીખડાવો તો બંદા મહેરબાન રહેશે."

ખુશિરા જરા વિચારમાં પડી ગઈ... છોકરાની ભાષા તેને થોડી છેલબટાઉ જેવી જ લાગી. નાનપણથી છોકરાઓથી દૂર રહેનારી ખુશિરાને આજે સામેથી કોઈ છોકરાએ બોલાવી ત્યારે તેને ખુબ અજુગતું લાગ્યું. તે હંમેશા વિચારતી કે પોતે કાળી છે તેથી કોઈ છોકરાને તેની સાથે વાત કરવામાં રસ નહિ હોય... પરંતુ આજની વાત કંઈક જુદી હતી.. હંમેશ છોકરાઓને પોતાની ફેન્ટસીમાં જોનારી ખુશિરાને આજે આ અજાણ્યા છોકરા માટે કોણ જાણે કેમ કંઈક અલગ જ ભાવ થઇ રહ્યો હતો... તેણે પહેરેલો શ્વેત કુર્તો પરસેવાથી ભીનો થઇ ગયો હતો... શરીર પર ચોંટી ગયેલા એ કુર્તામાંથી તેનું કસાયેલું શરીર દેખાતું હતું.. લિસા તેના વાળમાંથી પરસેવો જેમ જેમ તેના ચહેરાને ચૂમી રહ્યો હતો તેમ તેમ ખુશિરાને કંઈક અલગ જ અનુભૂતિ થઇ રહી હતી.. તેણે જવાબ આપતા કહ્યું,

"હા આવોને. તમને હું શીખડાવીશ.."

ક્ષેમ તો પ્રફુલ્લિત થઈને તેની સાથે રમવા ચાલ્યો ગયો.. પછી તો બે કલાક બન્ને જોડે જ રમ્યા. સ્ટેપ ના આવડતા હોવાનું નાટક કરીને ક્ષેમે ખુશિરા સાથે રમવાની તક મેળવી લીધી હતી... પરંતુ છેલ્લે છેલ્લે તો ક્ષેમ ચલતી લઈને ખુશિરાને પણ પાછળ છોડી રહ્યો હતો..

"હે... મારે લવ યુ લવ યુ કહેવું તું..."

કિર્તીદાન ગઢવીનો લેટેસ્ટ ગરબો વાગ્યો ને ક્ષેમ અને ખુશિરા સઘળું ભૂલીને પોતાના ગરબામાં મગ્ન થઇ ગયા.. તે દિવસે ઘરે આવીને પહેલી વાર ખુશિરાએ ધ્યાનથી પોતાના ચહેરાને અરીસામાં જોયો.. અને તે જાણે ક્ષેમ સામે ઉભો હોય તેમ શરમાઈ ગઈ..

પછી તો આ સિલસિલો રોજનો થઇ ગયો.. ક્ષેમ અને ખુશિરા સાથે જ ગરબા લેતા. આ મેદાન અને માઁ અંબાની આરાધના જાણે તેમના મિલનનું સ્થાન અને કારણ બની ચુક્યા હતા.. બન્ને ધીમે ધીમે એકબીજા પરત્વે ઢળી રહ્યા હતા..

"એ હું તો ગઈ'તી મેળે,

મળી ગયું એની મેળે મેળામાં.."

લયબદ્ધ ગરબાના તાલે આજે નવમા નોરતે યુવાહૈયાઓ મન ભરીને ગરબા લઇ રહ્યા હતા.. ક્ષેમ આજે ખુશિરાને પ્રપોઝ કરવાનો હતો.. આમ તો બીજી કોઈ સારી જગ્યા પર પણ કરી શકાય પરંતુ જે જગ્યા તેમના પ્રેમનું નિમિત્ત બની એ જ જગ્યાને સાક્ષી માનીને તે ખુશિરાને જન્મોજન્મના કોલ દેવા માગતો હતો.. તેણે કીર્તનને આ વાત કરી.. કીર્તન જરા ચોંકી ગયો..

"ભાઈ, તને યાદ છે??? તું કહેતો કે તને કાળી છોકરીઓ જરા પણ સુંદર નથી લાગતી.. એવી છોકરીને જીવનસાથી બનાવાનું તો દૂર પણ મિત્ર તરીકે પણ તું ના પસંદ કરે.. અને અત્યારે??? આ શું બોલે છે તું???"

ક્ષેમે તેને જવાબ આપ્યો,

"હા તું બિલકુલ સાચો છે.. મને શ્યામ છોકરીઓ ના જ ગમતી।. પરંતુ ખુશિરા મારી જાન, મારો પ્રેમ છે તેનું પણ કારણ છે.. હું તેને કહું ત્યારે તું પણ સાંભળજે. હમણાં જો સ્ટેજ પર જાવ જ છું.." આટલું કહીને ક્ષેમ સીધો સ્ટેજ પર ગયો..

"ખુશિરારારારા.... તું સાંભળે છે..? સંભાળ જ્યાં હોય ત્યાંથી સાંભળજે.." સ્ટેજ પર જઈને ક્ષેમ જોરજોરથી આવું બોલી રહ્યો હતો.. નીચે ઉભેલી ખુશિરા આ સાંભળીને જરા ચોંકી ગઈ કે અચાનક ક્ષેમને આ શું થઇ ગયું. તે સ્ટેજની બિલકુલ નજીક આવી... અને તેની સામે વિચિત્ર નજરે જોવા લાગી, કેમ જાણે આ સાંભળીને તેને વિશ્વાસ જ ના આવી રહ્યો હોય..

"બસ બસ, નજરથી ઘાયલ ના કર.. કહું છું કહું છું.. ખુશી તું મને અત્યંત ગમે છે... ખુશીશીશીશીશી.. હું તને પ્રેમ કરું છું બહુ જ... અને તને ખબર છે તેનું કારણ???? તારી એ મુસ્કાન.. જે મને પાગલ કરી દે છે.. જયારે તું હસે ને ત્યારે જાણે ચન્દ્રની ચાંદની પણ શરમાઈ જાય છે... કવિની કવિતા સમું હાસ્ય તારું મને વહાલું છે... મારી સાથે લગ્ન કરીશ? અને હા મારે તને લવ યુ લવ યુ કહેવું છે...."

ખુશિરા તો આ સાંભળીને રડવા જ લાગી।. આજ સુધી તેની સામે કોઈ સામાન્ય છોકરાએ પણ નહોતું જોયું અને આ સપનાના રાજકુમાર સમો યુવક આજે તેને લગ્ન માટે પૂછી રહ્યો હતો.. તે શરમાતા શરમાતા સ્ટેજ પર ગઈ અને ક્ષેમને વળગી પડી...

પછી તો દિવસો સુધી સમાજ અને પરિવારની પરેશાનીઓનો સામનો કર્યા બાદ ખુશિરા અને ક્ષેમ હેમખેમ પરણી ગયા.. ક્ષેમના પરિવારને ખુશિરાના વાનથી શરૂઆતમાં તકલીફ હતી પરંતુ તેનો સ્વાભાવ અને સંસ્કાર જોઈને ક્ષેમની માઁ ખુબ જ પ્રભાવિત થઇ ગઈ... તેમણે કહ્યું, "તું હૃદયથી ગોરી છે તે જ મારા માટે મહત્વનું છે.."

ને આજે ક્ષેમ અને ખુશિરા રંગેચંગે પરણી ગયા... નોરતાથી શરૂ થયેલી તેમની પ્રેમકથા પ્રેમની પરાકાષ્ઠા આજે પામી રહી હતી..!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.