ચલો એસે ગગન પે ચલે જહાં પ્યાર હી પ્યાર પલે


ચાલો એક કલ્પના કરીએ કે એક ખુબ સુંદર બગીચો છે,એમાં અસંખ્ય પ્રકાર ના, અસંખ્ય રંગો ના ફૂલો છે,ચારેય બાજુ ખુબ લીલોતરી છે. પણ આ બગીચા ની ખાસ વાત એ છે કે આમાં કોઈજ ગુલાબ ના છોડ પર કાંટા નથી, કોઈ પણ વૃક્ષ ક્યારેય સુકાતું જ નથી. પણ શું આ શક્ય છે! !

કેમ એવો કોઈ ગુલાબ નો છોડ નથી બનાવ્યો ભગવાને કે જેમાં કાંટા ન હોય, કેમ એવું કોઈ વૃક્ષ નથી કે જે ક્યારેય ન સુકાય! !

હમણાં થોડી વાર પેહલા જ સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ પર એક ફોટો જોયો જેમાં આજ ની વાસ્તવિકતા ખુબ સ્પષ્ટ પણે દર્શાવામા આવી હતી, કે બાળક જયારે નાનું હોય છે ત્યારે એનું મગજ નાનું હોય છે અને દિલ મોટું હોય છે, પછી જેમ જેમ તે મોટો થતો જાય છે તેમ તેમ તેનું દિલ નાનું અને મગજ મોટું થતું જાય છે.

આજે જયારે આપણે પેપરો માં વાંચીયે છે કે કોઈ એક ઉધોગપતિ એ પોતાના બધા કર્ણચારીઓને ને કાર ગિફ્ટ માં આપી તો કોઈ બીજા ઉધોગપતિ એ કેટલીએ ગરીબ છોકરીઓનું કન્યાદાન પોતાના ખર્ચે કરી તેમને સુખી કરી. ત્યારે મન માં એવો વિચાર આવે કે એક બાજુ લોકો પોતાના કહેવાતા લોકો ને ૧૦૦ રૂપિયા આપવા માટે પણ ૧૦૦વાર વિચાર કરે અને બીજી બાજુ કોઈ વ્યક્તિ આજાણ્યા લોકો માટે આટલા બધા રૂપિયા કઈ રીતે ખર્ચ કરતા હશે! ! આના જવાબ માં કેટલાક લોકો કહે કે એલોકો પાસે તો કરોડો પડ્યા છે એટલે એલોકો ખર્ચે,પણ સાહેબ તમારા હજારો કે લાખો માંથી તમે કોઈ ને ક્યારેય ૨% જેટલા પણ ૧૦૦ % વગર સ્વાર્થે આપ્યા! !વાત ફક્ત પૈસા ની નથી, વાત તો છે પ્રેમ ની, હકારત્ત્મકતા ની.

"ચલો એસે ગગન પે ચલે જહાં પ્યાર હી પ્યાર પલે" કલ્પના કરી ને કેટલો આનંદ થાય છે કે શું એવું વિશ્વ શક્ય છે કે જ્યાં બધાજ લોકો, કોઈ એક બે જણ નઈ, પરંતુ બધાજ મનુષ્યો પ્રામાણિક હોય, બધાજ લોકો પ્રેમાળ હોય, બધાજ લોકો હકારાત્મક હોય, બધાજ લોકો મદદર્શીલ હોય!!!!!!!!!!

જ્યાં દરેક લોકો હંમેશા પેહલા બીજાનો અને પછી પોતાનો વિચાર કરે. જ્યા દરેક શિક્ષક પોતાના કેરિયર અને બેંક બેલેન્સ કરતા ખરેખર વિધાર્થી નું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે પ્રયત્નો કરે, જ્યા દરેક ડૉક્ટર પોતાની પ્રેકટીસ ના નામે લોકો ન જીવન સાથે રમત ન રમે ,જ્યાં દરેક વકીલ પુરે પુરી પ્રામાણિકતાથી કેસ લડે અથવા તો કોઈને કોર્ટ સુધી જવાની જરૂર જ ના પડે. દરેક સાસુ માતા અને દરેક વહુ દીકરી બનીને રહે. દરેક દીકરો પોતાના પિતા ની જવાબદારી હલકી કરે. જ્યા સંબંધો નો આધાર ફક્ત ને ફક્ત પ્રેમ જ હોય અને ન કે કોઈ સ્વાર્થ. દરેકે દરેક માતા પોતાનો બાળક ડાહ્યો બને,તેનું ભલું થાય એના કરતા આખા વિશ્વ ના બાળકો માટે પ્રાર્થના પુરા દિલ થી કરે. જ્યાં ચોરી, લૂંટફાટ, રેપ, આત્મહત્યા જેવા શબ્દો કોઈએ ક્યારેય ના સાંભળ્યા હોય. જ્યાં તહેવાર કોઈ અમુક જ દિવસે નઈ પણ બધાજ દિવસો તહેવાર જેવા ખુશ ખુશાલ હોય.

પણ આવી કલ્પના તો ધોળા દિવસે સ્વપ્ન જોવા જેવી છે. આ કલ્પના નો મતલબ દિવસ અજવાળા માં જ પૂરો થઇ જાય અને રાત આવે જ નહિ એવો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રામ ન જમાના માં પણ આ શક્ય નહતું તો આજ ના કળયુગ માં તો કઈ રીતે શક્ય બનશે! !!!

પણ છતાં આવી કલ્પના મને એક સારી વ્યક્તિ બનવા માટે ની પ્રેરણા આપે છે. જો બધાજ લોકો આ પ્રકાર થી વિચારશે તો કદાચ હકીકત બનતા વાર નઈ લાગે.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.