નારી

સંવેદનાનું સરવર એ તો , સંકલ્પ કેરી પટારી ;

અડીખમ ઊભે આફત સામે, ચટ્ટાન શી ખુમારી!!!

નાજુક, નમણી, નવલી નારી, સંજોગોથી કદી ન હારી ,

વિટંબણા હો લાખ ભલે ને! પાસા ગોઠવે વાત વિચારી.

ડગલે - પગલે જીવનમાં જો આવે અડચણ અટારી ,

મક્કમ પગલે આગળ ચાલી, સમજી ફેરવે કટારી

અબળા ગણી સમાજે એને , મનફાવે તેમ હંકારી,

ખુદ ના બાહુબળ પર છતાં એ કાઢે વિજય સવારી!!!

પતંગિયા શી ચંચલા, નદ્યા શી ધીર-ગંભીર,

દોડે નિત પ્રગતિ ના પંથે, વિધાતા ને પડકારી!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.