" ગોરી રાધા ને કાળો કાન,
ગરબે ઘૂમે ભૂલી ભાન....."

યૌવન ને પાંખ આવી હતી,
કેમ કે નવલાં નોરતાં ની રાત આવી હતી....
હા,આજે નવલાં નોરતાં ની છેલ્લી રાત હતી,
અમદાવાદ ની જાણીતી કર્ણાવતી ક્લબ માં આજે થીમ હતી "કપલ રાસ"....
દરરોજ નવી નવી થીમ ઉપર રમાતા રાસ-ગરબા ઓ એ કર્ણાવતી ક્લબ નું અનેરું આકર્ષણ પેદા કર્યું હતું.આજે બધાયે ફરજીયાત જોડીદાર સાથે રાસ રમવા નું હતું.જેની પાસે જોડીદાર ના હોય એવા ખેલૈયા ઓ માટે ડ્રો સિસ્ટમ રાખી હતી.
એના માટે એક વિશેષ વ્યવસ્થા રાખેલી હતી.સ્ટેજ ની પાસે બે ડબ્બા રાખેલા હતા ,એક કાનુડા નો અને એક ગોપી નો.એમાં દરેક પોતા નું નામ લખી ને ચિઠ્ઠી નાખી દે.દરેક ડબ્બા માં થી એક એક ચિઠ્ઠી સાથે નિકાળવા ની , જે બે નામ આવે એ એકબીજા ના રાસ પાર્ટનર.
રાધા એકલી જ આવી હતી, એ હંમેશા એકલી જ આવતી.તેનો કોઈ જોડીદાર ન હતો.તેણે પોતા ના નામ ની ચિઠ્ઠી ડબ્બા માં નાખી.
થોડીવાર પછી જાહેરાત થઈ,
ખેલૈયા ઓ , હવે ડ્રો ચાલુ થશે,બધા સ્ટેજ પાસે આવી જાવ.
બધા ઉત્સુકતા થી મંચ પાસે પહોંચી ગયા.બંને ડબ્બા માં થી એક પછી એક ચિઠ્ઠી ઓ બહાર આવતી ગઈ અને જોડી ઓ નક્કી થતી ગઈ.
છેવટે રાધા નું નામ જાહેર થયું અને બીજી ચિઠ્ઠી માં નામ આવ્યું 'કાનો'
કાનો રાધા જોડે આવી ને ઉભો રહી ગયો.
રાધા અને કાના ની નજર મળી.
કાનો,
સહેજ કદરુપા, બળેલા ના નિશાન વાળા
પણ એકદમ શાંત, સૌમ્ય અને આત્મવિશ્વાસ સભર ચહેરા પાછળ જાણે કે કંઈક શોધતો હોય એમ રાધા ને જોતો જ રહયો.
અને રાધા પણ
આ તરવરિયા, અલ્લડ અને ઉર્જા થી ભરપૂર કાના ને જોઈ ને સહેજ ચમકી અને પછી એકદમ સ્વસ્થ થઈ ગઈ.
કાના એ સ્મિત સભર નજર નાખી ને પૂછયું,
આર યુ રેડી ફોર રાસ?
રાધા એ સહેજ નટખટ લહેકા સાથે જવાબ આપ્યો,
હા,હું બિલકુલ તૈયાર છું.
છેવટે રાસ ચાલુ થઈ ગયા....
રાધા અને કાના ની કેમિસ્ટ્રી એકદમ મેચ થઈ ગઈ હતી.સતત થાકયા વગર એકમેક ના સંગે રાસ ધૂમતા રાધા અને કાનો આજે કંઈક અલગ જ મસ્તી માં હતા,જાણે કે વરસો પછી આજે આવો આનંદ મળતો હતો.સતત ત્રણ કલાક પછી રાસ પૂરા થયા.
છેવટે નિર્ણય ની ઘડી આવી પહોંચી.
નિર્ણાયકો ના હાથ માં પરિણામ નું લિસ્ટ હતું
અને એક પછી એક ઈનામો જાહેર થતાં ગયાં,
તાળી ઓ ના ગડગડાટ થી માહોલ ગુંજતો રહયો અને છેવટે છેલ્લું અને મોટું ઈનામ 'બેસ્ટ પ્લેયર કપલ' જાહેર થયું,
એનાઉન્સરે જાહેરાત કરી ,
'એન્ડ બેસ્ટ પ્લેયર કપલ..............
ગોઝ ટુ રાધા અને કાનો.....
અને ચારે તરફ તાળી ઓ નો ગડગડાટ થઈ રહયો.
રાધા અને કાના બંને એ સ્ટેજ ઉપર આવી ને ઈનામ લીધું.
પછી કાના એ માઈક હાથ માં લીધું,
મિત્રો , મારે આજે તમને કંઈક કહેવું છે.
આ રાધા, હા આ એ જ રાધા છે જેને હું છેલ્લા સાત વરસ થી શોધતો હતો,ભલે એ એની ઓળખ છુપાવવા માગતી હોય ,મારા થી દૂર જવા માગતી હોય ,પરંતુ હું હજુ પણ એને એટલો જ પ્રેમ કરું છું જેટલો સાત વરસ પહેલાં કરતો હતો.
કચ્છ ના આર્થિક પાટનગર ગાંધીધામ ની પ્રખ્યાત રાજવી રિસોર્ટ ની ગરબી માં અમારી જોડી હંમેશા અવ્વલ રહેતી.નવરાત્રિ અમારે મન આનંદ નો અનેરો ઉત્સવ હતો. અમારા નિર્મળ પ્રેમ ની સાક્ષી છે વિતેલી દરેક નવરાત્રિ ઓ.પરંતુ સાત વરસ પહેલાં અચાનક એક દિવસ રાધા ગાયબ થઈ ગઈ.કયાં ગઈ ? એને શું થયું?
મેં ખૂબ તપાસ કરી પણ મને કયાંય રાધા ના મળી.એ પછી મેં રાસ ગરબા રમવા નું દરેક છોડી દીધું.દર નવરાત્રિ એ રાજવી રિસોર્ટ ના દરવાજા પર બેસી ને રાધા ની રાહ જોતો...... છેવટે બે વરસ પછી હું અમદાવાદ આવી ગયો.દરેક નવરાત્રિ એ અલગ અલગ પાર્ટી પ્લોટ માં તૈયાર થઈ ને આવતો......કયાંય રાધા મળી જાય.
રાધા મળે પછી જ રમવું છે એવા નિર્ણય સાથે.
અને આજે અચાનક રાધા ને જોઈ,
હા, ચહેરો સહેજ બદલાઈ ગયો હતો પણ સાચો પ્રેમ તો ચહેરા પાછળ થી પણ ઓળખાઈ જ જાય છે.મને જોઈ ને એની આંખ માં આવેલી એ ચમક,અને હું એને પહેલી નજરે જ ઓળખી ગયો હતો કે આ જ મારી રાધા છે.પરંતુ એ જયાં સુધી પોતા ના મુખે થી નહી સ્વીકારે ત્યાં સુધી,ભલે ને જીંદગી ભર મારે એની રાહ જોવી પડે, હું જોઈશ...........
"આઈ લવ યુ રાધા,
તેરે બિના તેરે કાન આધા'
અને રાધા ની આંખો માં આંસુ ની ધાર હતી.
પુસ્તકો માં વાંચ્યું હતું પરંતુ કોઈ કોઈ ને આટલું ચાહે! આજે પ્રત્યક્ષ હતું.
હવે રાધા એ માઈક સંભાળ્યું,અને બોલવા લાગી,
હા, કાન હા, હું જ એ તારી રાધા છું,
એ નવરાત્રિ ની એક એક ક્ષણ મારા હૈયા માં જતન કરી ને સચવાયેલી છે.તારા સાથ માં દિવસો ખૂબ આનંદ માં જઈ રહયા હતા,
પણ મારી જીંદગી નો એ ગોઝારો દિવસ,
હું કયારેય નહી ભૂલી શકું!
જયારે એક આવારા આશિક દ્વારા મારા ચહેરા પર એસિડ એટેક થયો,એક લોફર મારા ચહેરા પર એસિડ છાંટી ને ભાગી છૂટયો. ત્યાર પછી મારી જીંદગી ની દિશા ફરી ગઈ. એ અકલ્પ્ય શારીરિક અને માનસિક યાતના ઓ થી હું ભાંગી પડી.
અમદાવાદ હૉસ્પિટલ માં મારા ચહેરા પર સાત- સાત ઓપરેશન થયા પછી પણ એસિડ એટેક ની નિશાની ઓ રહી જ ગઈ.
કાના, તારી યાદ તો ખૂબ આવતી હતી પણ મેં મારી જાત ને તારા થી દૂર રહેવા માટે મનાવી લીધી.આવા કદરુપા ચહેરા સાથે તારી સામે આવી ને તને દુ:ખી કરવા માગતી ન હતી એટલે અમદાવાદ માં જ રહી ગઈ અને એસિડ એટેક પિડીતા ઓ ની સંસ્થા માં કામ કરવા નું ચાલું કર્યું.
પરંતુ કાના ની એક ઝલક મેળવવા હું પણ નવરાત્રિ જોવા આવતી. આજે મેં અચાનક કાના ને અંદર આવતાં જોયો અને હૈયું હાથ ના રહયું,
પહેલાં તો થયું કે બસ છાનીમાની એને જોયા કરું પરંતુ મન અધીરું માન્યું જ નહી અને છેવટે રાસ રમવા નો નિર્ણય કરી ને ચિઠ્ઠી ડબ્બા માં નાખી જ દીધી,અને અમારા પ્રેમ ની તાકાત તો જુઓ, અમારા બંને નું જ નામ નિકળ્યું.
તેમ છતાં મન માં એક ડર હતો એટલે હું મારી ઓળખ છુપાવવા માગતી હતી...
તેથી તો છાની માની કાના સાથે રમી ને, આ નવરાત્રિ ને હું ભરપૂર જીવી લેવા માગતી હતી.
જીવન માં જયારે જયારે કાના ની યાદ આવશે ત્યારે આ રાત ને યાદ કરી લઈશ અને હંમેશા માટે કાના થી દૂર ચાલી જઈશ એમ વિચારી ને મેં ડ્રો માં ભાગ લીધો હતો, પરંતુ કુદરત ને કંઈક બીજું જ મંજૂર હતું.......
કાના એ મને ઓળખી જ લીધી.
"આઈ લવ યુ કાના,
આઈ ઓલ્વેઝ લવ યુ કાના"
અને કાનો અને રાધા એકબીજા ને ભેટી પડયા.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.