આજે મીરા કંઈક વિચલિત હતી આમ થી તેમ આંટા મારી રહી હતી , એના પિતા માધવ ક્યારના એને જોઈ રહ્યા હતા , એને એની પત્ની સુચેતા ને સાદ પાડીને બોલાવી , " સૂચિ , આજે મીરા ને શુ થયું છે , ક્યારનો જોવ છું , તું પૂછ ને શું થયું છે। ".

સુચેતા:"એને કાલે એની ન્યૂઝ પેપર ની કોલમ માં એક નવી લઘુકથા મુકવાની છે અને એને આજે વિષય નહિ મળતો એટલે થોડી ચિંતા માં છે , તમે એને કાંઈક મદદ કરો ને , પેલી વાર્તા કહો કદાચ કહીક મદદ મળી શકે "

માધવ : " ઠીક છે એને બોલાવ ".

મીરા : "એય માધુ , સૂચિ કેતી હતી કે તારી પાસે કહીક વાર્તા છે , બોલ ને જલ્દી "

મીરા , માધવ અને સૂચેતા વચ્ચે સંબંધ તો કહીક માતા પિતા અને પુત્રી નો હતો પણ મીરા , માધવ અને સુચેતા ને હુલામણા નામ થી જ બોલાવતી હતી ક્યારેક જ એને મમ્મી કે પાપા કહ્યું હશે।


માધવ : " તો સંભાળ , એક છોકરો હતો એનું નામ નિલય હતું। એની ઉમર પરણવા ની થયી એટલે એના પિતા જોડે એક છોકરી જોવા ગયો હતો , એના ઘરે પહોંચ્યા બેઠા , થોડી વાર થયી છોકરી ના મમ્મી ચા આપી ગયા , બધા વાતો કરી રહ્યા હતા , નિલય બેચેની થી છોકરી ની રાહ જોય રહ્યો હતો , ત્યાં એક છોકરી આવી , જોય ને એમ ખબર નહિ નિલય બસ જોતો રહી ગયો , કહેવાય ને પદમણી નાર , એવી સાક્ષાત , નજીક આવી અને બેઠી , નિલય એની સામે થી નજર નહોતો હટાવી શકતો ",


"દેખાવે એટલી સુંદર , વાન એ ઉજળી , નમણી ,આંખ બદામ જેવી એટલી નશીલી કે નિલય તો એમાં ડૂબી જ ગયો જાણે , કેશ એના કમર થી પણ લાંબા , અને એટલા ઘટાદાર। જાણે એની કઈ વ્યાખ્યા જ ના હોય એવી સુંદર "


પણ નિલયે નકકી કરેલું કે ખાલી દેખાવ જોય ને હા નહિ પાડી દે , ત્યાં જ છોકરી ના મમ્મી બોલ્યા કે ,"નિલય અને આભા એકવાર બેસી ને વાત કરી લે તો સારું બને એક બીજા ને જાણી શકશે "

એટલે બને પરસાળ માં ગયા અને વચ્ચે વાતચીત થયી , અને નિલય એ નક્કી કરી લીધું કે હવે લગ્ન કરીશ તો આભા જોડે બાકી લગ્ન નહિ કરું કદાચ એને પહેલી મુલાકાત નો પ્રેમ જ કહી લ્યો।


મીરા :" પણ પાપા , આ તો ઘીસીપીટી વાર્તા છે , મારે કહીક નવું લખવું છે "

માધવ : "મિરકી , પહેલા સાંભળ તો ખરા "

ફરી માધવ એ શરૂ કર્યું

આમ જ નિલય અને આભા ના લગ્ન થઈ ગયા બને વચ્ચે ખુબ જ પ્રેમ હતો , પહેલા વર્ષે તો જાણે વસંત વર્ષાઆવી હતી , બહુ જ પ્રેમ। જોય ને કોઈ ના કહી શકે કે આ લગ્ન અરેન્જ મેરેજ હશે। ભાગ્યે જ એવો પ્રેમ હશે।

ધીમે ધીમે નિલયે પોતાનો બિઝનેસ શરૂ કર્યો એટલે એને સમય ઓછો મળવા લાગ્યો , પણ પ્રેમ તો એટલો જ કરતો હતો ખાલી એને દેખાડી નહિ શકતો હોય , રાતે મોડો આવા લાગ્યો , થાક ના કારણે બને વચ્ચે વાતચીત ઓછી થવા લાગી ધીમે ધીમે , જેમ સફળતા આવા લાગી સમય મળવા નો જ બંધ થઈ ગયો અને મહિના માં મંદ એકાદ વખત નિલય ને સમય મળે તો આભા જોડે વાત કરતો।

અને આભા પણ ફરિયાદ કરવા લાગી। આમ ને આમ જાણે બને ને કોઈ ની નજર લાગી હોય ,જ્યાં પ્રેમ જ પ્રેમ હતો ત્યાં આજે ઝગડા એ સ્થાન લીધું હતું , ખાલી નિલય નો જ વાંક હતો કે ખાલી આભા નો જ વાંક હતો એવું નહોતું કદાચ બને વચ્ચે ની ક્ષણ ક્યાંક ખોવાય ગય હતી , હવે આભા ની સહન શક્તિ ખૂટતી જતી હતી।

એટલે બને એ નિર્ણય લીધો કે હવે બને અલગ થવા માં જ સમજદારી છે , નિલય હજુ માફી માંગી ને આભા જોડે ફરી શરૂવાત કરવા નો પ્રયત્ન પણ કયો પણ આભા હવે એની સાથે રહેવા નહોતી માંગતી


આમ ને આમ છ મહિના માં બન્ને છુટા પડી ગયા .

છૂટાછેડા પછી નિલય એ આભા ને ભૂલવા કામ મા વ્યસ્ત રેવા લાગ્યો . ઘર મા એકલો થય ગ્યો કેમકે એનાં માતા અને પિતા એનાં લગન નાં બે મહિના મા જ પરલોક સિધાવી ગયા હતાં એક એક્સિડન્ટ મા બને નું મૃત્યુ થયુ હતુ . હવે મોટા આ ઘર મા હવે સાવ એકલો થય ગ્યો હતો


ધીમે ધીમે સાવ નીરસ થતો જતો હતો . એની દાઢી વધી ગય હતી , વાળ પણ વધી ગયા હતાં . ધીમે ધીમે રાતે દારૂ તરફ વળતો જતો હતો . બસ આખો દીવસ કામ કરે રાખે ગાંડા ની જેમ અને રાતે દારૂ . સુવાનું પણ એટ્લે થતુ કે થાકી જતો બાકી સુકૂન તો આભા જોડે જ જતું રહ્યુ હતુ . એક બે વાર નિલયે ફોન પર મેસેજ લખ્યો પણ ખબર નઈ ડ્રાફ્ટ માં સેવ કરી ને ફોન મૂકી દેતો।


અને બીજી બાજુ આભા એનાં પિયર મા રહેતી હતી . એનાં પણ માતાપિતા હાતા નહીં ભાઈ ભાભી જોડે રહતી . ઘર મા આખો દીવસ કામ કરતી , અને ભાભી અને ભાઈ નાં કટુ વચનો સાંભળતી અને પોતાના નિર્ણય ને કોંસતી. ભાભી જયારે કઈ બોલે ત્યારે વિચારતી કે નિલય એ ક્યારેય મારી સાથે એટલું ખરાબ રીતે વાત નથી કરી ક્યારેક ભાગી જવાનું મન પણ થતું પણ આભા માં કદાચ એટલી શક્તિ નહોતી। આભા પણ નિલય ને એટલો જ યાદ કરી ને રડતી હતી , ફોન કરી ને માફી માંગવા નો વિચાર આવતો પણ ખબર નહિ , એ પણ ના કરી શકી।


એવાં મા એનાં ભાભી એક બિજ્વર દિપક નું માંગુ લાઇ ને આવી, કદાચ આભા લગન માટે રાજી નાં જ થાત પણ ભાભી ની ઝંઝાલ માથી છુટવા એને હા પાડી દીધી. સગાઇ થઈ ગય, એટલે ધીમે ધીમે દિપક એ પોતાનો રંગ દેખાડવા નો શરૂ કર્યો , તોછડાઈ થી વાત કરતો , હજુ લગ્ન પણ નહોતા થયા છતાં ક્યારેક આભા નું ધ્યાન ના હોય તો મારી પણ દેતો।


એટલે હવે એને નક્કી કરી નાખ્યું કે હવે હું આ સંબંધ નો અસ્વીકાર કરી દેશે , અને આ બાબતે એના ભાઈ ને વાત કરશે , પણ પહેલા વિચાર્યું કે પહેલા એ દિપક ને કેહશે , પણ દિપક કઈ સાંભળવા ના જ મૂડ માં નહોતો , એ અસલામતી થી પીડાતો હતો એટલે એને આભા ને ગાલ પર જોર થી જાપડ મારી દીધી , અને ધક્કો મારી ને જતો રહ્યો , અને માથા માં લોહી નીકળી રહ્યું હતું , બધા એની સામે જોય રહ્યા હતા , એટલે ઉભી થઈ ને એની દોસ્ત સ્વેતા ના ઘરે જતી રહી એને બધી મંડી ને વાત કહી , એને કહ્યું કે એ એની ઓફિસે માં કામે લગાડી દેશે અને તું તારા ભાઈ નું ઘર છોડી દે, મારી જોડે ભાડે રહે।


એટલે સ્વેતા ના કેવા મુજબ એને બધું છોડી ને એની સાથે રહેવા લાગી , પણ કામ સિવાય કોઈ જોડે બોલતી નહિ ,ઘરે પણ આખો દિવસ પડી રહેતી।

હવે નવરાત્રી સમય આવ્યો , મોકો જોઈ એક દિવસ સ્વેતા એ એને પરાણે નવરાત્રી રમવા લઇ ગય. વિચાર્યું ત્યાં એનું મન મળશે તો કદાચ એને સારું લાગશે।


ત્યાં ગીત વાગી રહ્યું હતું। ....."ગોરી રાધા ને કાળો શ્યામ। ...... ".

ત્યાં જ એને એનો શ્યામ દેખાય ગયો એટલે નિલય।

નિલય ને જોય ને વિચાર્યું કે મળવા જાવ કે ના જાવ , ત્યાં નિલય સામે થી આવ્યો , કહેવાય ને કે જેને પ્રેમ કરતા હોવ એ તમારી સામે આવે એટલે તમને વાત ક્યાંથી શરૂ કરવી એ પણ ખબર ના પડે , પગ માં ધ્રુજારી આવા લાગે , જાણે તમારા શબ્દો કોઈ ચોરી ગયું હોય , તમે ગેંગેફેંફે કરવા લાગો , એવું અત્યારે બને બાજુ થઈ રહ્યું હતું।


વાત શરૂ કોણ કરે ?

નિલય ચૂપ હતો , આભા ને જોય રહ્યો હતો , આંખો નું તેજ ખોવાય ગયું હતું , સાવ દુબળી થઈ ગઈ હતી , ઉમર ના હોવા છતાં એની ઉમર દેખાય રહી હતી।

બીજી બાજુ આભા ની આંખ માં પાણી નું બિંદુ બાર આવા તલપાપડ થઈ રહ્યું હતું , નિલય ને આંખ ભરી જોઈ લેવા માંગતી હોય એમ , નિલય ની દાઢી વધી ગયેલી , આંખો લાલ હતી , એક પ્રકાર નો થાક હતો એની આંખ માં , વાળ ચિંતા ના જાણે સફેદી દેખાય આવતી હોય।


અને બને એક બીજા ની હાલત ના ગુનેગાર પોતાને માનતા હતા , હવે નિલય થી રહેવાયું નહિ એટલે કઈ પણ જોયા વગર આભા ને ગળે લગાડી દીધી , જાણે આભા ની આંખ ના શબ્દો કહેવાયા વગર જ નિલય સમજી ગયો હોય।


અને બને બોલ્યા વગર એક મેક ને ભેટી પડ્યા। થોડી વાર પછી એવું એહસાસ થયું કે અલગ થવું જોયે। વગર કીધે નિલય એક અજાણ્યો હક માની આભા નો હાથ પકડી ને ગાડી માં બેસાડી ને ઘર તરફ દોરી ગયો , અને આભા હજુ નિલય ને પલકારા માર્યા વગર નિલય ને મૂક બની જોય રહી હતી ,


ઘરે પહોંચી ને , નિલય એ દરવાજા પાસે ઉભા રહી ને પૂછી નાખ્યું , " આભા , ફરી લગ્ન કરીશ ?, મારો બધો સમય તારો , તું બોલીશ એ જ થશે , મને માફ કરીશ ?",

આભા ફૂટી ફૂટી ને રડવા લાગી , અને હકાર માં માથું ધુણાવ્યું , નિલય બસ આ ક્ષણ ની રાહ જોતો હોય , આભા ને ચૂમવા લાગ્યો , આભા એ અલગ થઈ ને એની જિંદગી માં જે જે થયું બધું કહ્યું , પણ નિલય એ કીધું હું હવે આવી ગયો છું ને , અને નિલય એ પણ કહ્યો એના વગર કેટલો એકલો હતો , એને દર્દ ભરી શાયરી પણ સંભળાવી જે નિલય એ લખી હતી। ......."એય આભા,

મારી આભાતારી યાદ આવે

કેમ આવે,ખબર નહીં એમ જ આવે

તારી યાદ આવેતુ ગયી, લાગ્યું એકલી ગયી

હુ ભુલ્યો તુ મને લેતી ગયતારી યાદ આવે

ખબર નહીં કેમ પણ

બહુ આવેવિચાર્યું દારૂ નો નશો તારી યાદ ભૂંસી નાખશે

પણ તારી આંખો નો નશો હજુ એટલો છે કે દારૂ નો નશો જ નાં ચડ્યોપાછી તારી યાદ આવી

ખબર નહીં કેમ આવીખબર છે, કેમ ગયી તુ

પ્રેમ નો એકરાર નથી કરતો હુ

આજે બોલું છું , નહીં જીવી શકુ

આવી જા

આભા

આવી જા

પ્રેમ કરૂ છું હુંતારી યાદ આવી ,

પણ યાદ નથી કરવી

સાથે રાખવી છેપણ ...... આવી જા કેતા જ તારી યાદ આવી

ખબર નહીં કેમ

પણ બહુ જ આવી"તારો નિલય


આભા એ કહ્યું કે હું પણ તમને એટલી જ યાદ કરતી તમારા માટે પણ કહીક લખ્યું છે ,


" પણ "


"જ્યાં તું દોડી એ તો હતું રણ , ત્યાં નોતું પાણી એ હતું મૃગજળ ,આતુર હું જોઈ મૃગજળ દોડી હું છીપાવા તરસ ,પોચી પાસે મૃગજળ , એ તો ઠેલાયું આગળ ,પાછી દોડી હુ આગળ , પાછું ઠેલાયું એ આગળ ,આમ ને આમ હું રહી તરસી કારણ મૃગજળ "હજુ આગળ આભા બોલે એ પેહલા નિલય એ આભા ના હોઠ પર હોઠ જડી દીધા , નિલય બોલ્યો હસી ને :"બહુ બોલે છે ,તું ", આભા :" તું આમ જ ચૂપ કરાવિશ તો અને થી પણ વધુ બોલીશ "


માધવ :" બોલ મિરકી કેવી લાગી વાર્તા ?"

મીરા :"માધુ , સાચું કહું આ વાર્તા કોઈ ને સમજાય કે ના સમજાય , અને મને સમજાનું કે પ્રેમ શું છે। ..... આ સાચું છે કે પછી તે બનાવી "


માધવ :" આ વાર્તા જ નહિ મારી અને સુચેતા ની કહાની છે , અને આજે સાચું કહું તું આવી ને , અમારી જિંદગી બહુ બધી ખુશી લાવી પણ હજુ અમારી જિંદગી જીવવા નું વજૂદ અમે એક બીજા છીએ , અને બીજી વાત કહું અમે હજુ લગ્ન નથી કર્યાં ,"


મીરા જોર જોર થી હસવા લાગી। ........... જાણે આ જ પ્રેમ નું સત્ય હતું જે આજ સુધી એના મમ્મી પાપા માં જોઈ રહી હતી। .................................

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.