કેમ કહું , મને પજવતી અકળામણ ?
મને ભારે લાગે મોબાઈલ ની મથામણ .

ટાબરીયું પણ ટપ્પ દઈ ચાંપો દાબે ,
હું જાઉં અટવાઈ , વચ્ચે આવે ઘડપણ .
મને ભારે લાગે મોબાઈલ ની મથામણ .

ન કોઈ હવે મને પૂછવા - કરવા આવે ,
ગુગલ બા એ આદર્યા , સહુ પર કામણ .
મને ભારે લાગે મોબાઈલ ની મથામણ .

ન ઘૂંટવું , ન કોશીશ , ને વગર ધોળે ,
સહુ ને આવી ગયું , અચાનક ડહાપણ .
મને ભારે લાગે મોબાઈલ ની મથામણ .

ન રહ્યું ખો - ખો , થપ્પો , કે સંતાકૂકડી ,
ઝૂંટવાઈ ગયું , બાળકો કેરું બાળપણ .
મને ભારે લાગે મોબાઈલ ની મથામણ .

૩ જી-૪ જી, લાઇ્ક, કોમેન્ટ કરે ઉંધું ધાલી ,
સઘળી છે આ , મોબાઈલ ની રમખાણ .
મને ભારે લાગે મોબાઈલ ની મથામણ .

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.