શબ્દો મારા, ને સહુમાં અર્થ તારો,

દિલ મારું, ને તારા નામ ના શ્વાસો,

આ જિંદગી મારી માં પ્રાણ, તે તું ...

પ્રાર્થના મારી, ને દુવાથી સહારો તારો.

પલ્લુ..

સબંધ વિશ્વાસના જોરે વેચાય ગયો,

વિશ્વાસના નામે દગો રચાય ગયો,

બેનજર કરી લોકો જીવી રહયાં

મારા કહી પીઠ પાછય ચર્ચાય ગયો.

પલ્લુ...

સપ્તપદીના વચને નવ ડગલા ભરયાં,

સહીયારા સપનોને સંગ પગલા ભરયાં,

સુખ દુ:ખનાં જીવનભરના સાથી બન્યાં

શ્વાસ સોપી વચનનાં અમ ઢગલા ભરાયાં.

પલ્લુ

આજ મારો દેશ આગળ છે,

મન વિદેશી ભાષા પાછળ છે,

રાત પડે ભલે તરસે બે રોટલીને..

તો પણ શાનથી કહે કોઇ અટકળ છે.

પલ્લુ...

સપનાને કયાં હોય છે દિવાલ,

કયાં માંગે કે કરે છે સવાલ,

પીંજરાથી મુકત ઉડતી પાંખો

કયારેય કયાં મળે છે જવાબ.

પલ્લુ...

.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.