દુનિયાનો છેડો એટલે ઘર ! આમ બધા કેહતા હોઈ છે. આ કેહવત સાત્યોકીને ગળે ઊતરતી જ નોહતી પરંતુ જયારે તેને હોસ્ટલ જીવનમાં પ્રવેશ કર્યો ત્યારથી આ કેહવત ને તે બરાબર રીતે સમજવા લાગી હતી.આજે ઘણા મહિના પછી તે હોસ્ટેલ થી ઘરે ગઈ હતી.૧૨ થી ૧૩ કલાક ની મુસાફરી કરીને તે થોડીક થાકી ગઈ હતી અને બસ હવે તે સુવાની જ તૈયારી કરી રહી હતી ત્યાં ઝલક નો ફોન આવ્યો. અને એવું થોડીને બને કે ઝલક ફોન કરે અને સાત્યોકી ફોન ના ઉપાડે ?

“હા બોલ ઝલક ! શું થયું ?” સાત્યોકીએ થાકેલા અવાજમાં પૂછ્યું.

“અરે! મેં તો તને એ પૂછવા ફોન કર્યો હતો કે મુસાફરી તને કોઈ મુશ્કેલી તો નથી પડી ને ?” ઝલક કાળજીભર્યા અવાજમાં બોલી ઉઠી.

“હા ! આમ તો કોઈ મુશ્કેલી નથી પડી અને બેસવાની પણ જગ્યા મળી ગઈ હતી.” સાત્યોકી એ કહ્યું .

“તો તું થોડીક ચિડાયેલી હોઈ તેવું કેમ લાગે છે ?” હસતા હસતા ઝલકે પૂછ્યું.

“અરે કઈ નહિ ! જવા દે ને ..! અને આમ પણ હું તને કહીશ તો તું ફરી મને કહીશ કે હું તને મારી બકવાસ વાતો થી હું તને પકાવું છું.” સાત્યોકી બોલી ઉઠી.

“અરે યાર! હું તો મસ્તી કરતી હોવ છું ! આજે હું તને નહિ ચીડવું..!પણ એ તો કે તને શું થયું ? ” રમૂજી ઝલક બોલી.

“અરે આજે મારું બસભાડું ૧૫૯ રૂપિયા થયા તો મેં કંડકટર ને ૨૦૦ રૂપિયા આપ્યા હતા તો તેને મને ૪૦ રૂપિયા જ પાછા આપ્યા.” સાત્યોકી થોડાક ગુસ્સા સાથે બોલી પડી.

“અરે ગાંડી ! તું ૧ રૂપિયા માટે રડે છે !તું તો સાવ પાગલ જ છે હો!“ ઝલક ખડખડાટ હસતા બોલી.

“અરે તું હજુ સમજી નહિ! જો કોઈ મુસાફર પાસે છુટા રૂપિયા ના હોઈ તો કંડકટરક આખી બસ માથા પર લે અને આજે તો મારા જેવા ઘણા લોકોને તેનો ૧ રૂપિયો પાછો ના મળ્યો.” સાત્યોકી તેના શબ્દો પર થોડોક ભાર આપતા બોલી.

“અરે સાત્યોકી તું પ્રેક્ટીકલી વિચાર ને .! તું તારો ૧ રૂપિયો જતો કરીશ તો તારું શું ઘસાઈ જવાનું છે ?” ઝલક સમજણભર્યા અવાજ સાથે બોલી ઉઠી.

“ચાલ હું મારો ૧ રૂપયો જતો કરીશ જો તું મારા એક પ્રશ્નનો જવાબ હા માં આપીશ તો …”સાત્યોકીએ સમજદારી સાથે વાત કરતા કહ્યું.

“જો તું શાંત થતી હોઈ તો હું કોઈ પણ પ્રશ્ન નો જવાબ આપવા તૈયાર છું …! બસ તું પૂછ તો ખરી …! “ ઝલકે સાત્યોકીની વાતને સરળતાથી લેતા કહ્યું .

આજે તું કે હું રૂપિયો ખોટી રીતે જતો કરીએ તો તે કંઈ અયોગ્ય ના કેહવાતું હોઈ તો કરોડો ને અબજો રૂપિયામાં થતા કોઈ એકાદ પ્રોજેક્ટમાં કોઈ લાખો કે કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે તો તે વાત પણ શું યોગ્ય કેહવાશે ? અને ઝલક આમ પણ ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર જ છે પછી તે ભલે ૧ રૂપિયાનો હોઈ કે કરોડો રૂપિયાનો..!સાત્યોકીએ ગંભીર અવાજમાં પૂછ્યું.

સાત્યોકી નો પ્રશ્ન સાંભળીને ઝલક ઉંડા વિચારમાં સરી પડી.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.