મૂળ લેખક : મંજુલ ભટનાગર

મૂળ ભાષા : હિન્દી

અનુવાદ : રશ્મિ જાગીરદાર

પ્રતિદિન મનડું સજાવે,

અહેસાસ અગણિત

આળસભરી આંખોમાં,

આવી જાણે જગાડે

કોઈ,શમણાં અગણિત.

આદિત્ય આવી ઉડાડે

અનેક રંગો આંગણે

ચકીરાણી ન આવે કે ન ચણે,

બસ એમજ રચાય સંવાદ તે ક્ષણે .

તીતલીની પાંખોમાં મળે

કેટલાંક આકાશી રંગો,

એ તિતલી હવે ચિત્રોમાં કેદ,

ખોલતી ખુદના ન હોવાનો ભેદ.

ગમગીનીના લીંપણે લીંપી.

કોઈ પુરાણી હવેલી,

એની બારીએથી કુદીને આવે

તાજી હવાનું ઝોંકુ,ગણગણતું આલ્બમ

અને ત્યારે જાણે મળી જાય

આપણું કોઈ ખાસ.

પોતાની ઓળખ ખોઈને

હજારો ચિત્રો સમયની સંદૂકમાં સમાતાં

જાણે પંખેરું ક્ષિતિજમાં ઉડતાં ઉડતાં

આંખોથી ઓઝલ બની

ગુમ થઇ જાતાં

તેને ફરી ક્યારેય મળવાની

ન હોય કોઈ આશ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.