એક ગલ્ફ કન્ટ્રી ની શુક એટલેકે બઝાર હતી. ભીડ ભારતની સામાન્ય ગલી કૂંચી જેટલી, ભારતમાં જેને આવન જાવન કહે એટલી. અહીં એ ભીડ લાગે. સાંજનો સમય હતો. LED લેમ્પ રંગબેરંગી પ્રકાશ આપતા હતા, ત્યાંના રાહદારીઓના દિસદાશા કહેવાતા સફેદ ઝબ્બા પરથી વિજ્ઞાન ના સાત રંગોના પ્રયોગ ની જેમ પરાવર્તિત થતા હતા. નજીક એક દુકાનોની હાર ગોલ્ડ સુક હતી, જ્યાં એકદમ ચળકતા જાડા સોનેરી હાર, સુંદરીઓ નાં ઉભાર વાળાં બુસ્ટ પર પહેરાવેલા સેટ, કાનમાં એરિંગ વગેરે લોકોનું ધ્યાન ખેંચતાં હતાં.

એક ખૂણામાં આગળ પાછળ કરી કાર પાર્ક કરી એક કુટુંબ ઉતર્યું. સ્ત્રીએ બુરખો પહેરેલો. આ દેશમા સ્ત્રીઓં આબાયા નામે ઓળખાતો કાળો ઝબ્બો પહેરે છે પણ મો ખુલ્લું રાખે છે. સ્ત્રીનું ગોળ ગોરું મો જોકે ઢંકાયેલું હતું। .બદામ જેવી તીક્ષ્ણ અણીઓ વાળી આંખો બહાર ડોકાતી હતી. બે પુરુષ એક નાનું શિશુ વારાફરતી તેડતા આમ થી તેમ જોતા ફરતા હતા. સ્ત્રી એક કારના ટેકે ઉભી. બે પુરુષ માં એક યુવાન હતો, એક થોડો પ્રૌઢ. માથે આગળ તાલ, પગમાં કાળી પટ્ટી વાળા સેન્ડલ, સફેદ કુર્તા પજામાં માં હતો. યુવાન એઝ યુઝવલ પેન્ટ શર્ટ ને થોડી વધેલી દાઢીવાળો હતો. બાળક ને શો ફેર પડે , દુનિયાભરમાં એ ઝભલાજ પહેરે, કાઈ ન પહેરે તો પણ એને શો ફેર પડવાનો હતો?

પ્રૌઢ એક ગોલ્ડનીદુકાનમાં ગયો.” અસ્સલાંમ આલેકું” એણૅે કહ્યું.

“વાલેકું સલામ” દુકાનદારે કહ્યું ને “આશા ભર્યા તે તમે આવીયા” મનમાં બોલી કહ્યું “ફરમાઈએ’.

પ્રૌઢ એ એક નાની ચેઇનોની બોક્સ તરફ આંગળી કરી. કહ્યું કે એ અહીંની ભાષા નહીં સમજે, દુકાનદારએ પોતે હિન્દી, ઉર્દુ જાણે છે એમ કહ્યું. ‘ગ્રાહક હમારા રાજા હૈ. ઉસકી ભાષા હમારી ભાષા, ઉસકી પસંદ હમારી પસંદ’.બોક્સ કાઢી. પ્રૌઢ , યુવાને તેડેલા શિશુને ચેઇનો પહેરાવી, નીચે ઉતારી મુકવા લાગ્યો.

દુકાનદાર એ પૂછ્યુ “કોના માટે?”

પ્રૌઢ એ શિશુ તરફ આંગળી કરી “પોતા” એમ કહ્યું.


ચેઇનો બતાવાઈ. આજ ના ભાવ 20,22, 24 કેરેટના કહેવાયા. એક કહાવા એટલે કે ત્યાંની સ્ટ્રોંગ કોફીની પ્યાલીઓવાળો છોકરો આવ્યો. યુવાને પ્યાલી પીધી, એક વૃદ્ધ ને આપી. બાળક નીચે ઝુક્યો. એને ખાલી ધરી લઇ લીધી. ભારત હોત તો પહેલા પ્રૌઢ ને આપત. યુવાનએ છોકરા ને પૂછ્યું” પાકિસ્તાન સે?”

છોકરો નકાર માં સહેજ ડોકું હલાવી નીકળી ગયો. ગ્રાહકો સાથે પર્સનલ વાતો નહીં કરવા સ્ટાફને સૂચના હતી. બાળક એક ચેઇન તરફ ઝુક્યો, એને હાથમાં લઈ લીધી ને નીચે ફેંકી. એને તેડીને ઉભેલા બાપ એ સોરી કહી નીચે ઝૂકી એ પાછી આપી. બાળકએ સોનીના કબાટ પર ધમ ધમ વગાડ્યું, કૈક ખેંચવા કોશિશ કરી. પ્રૌઢએ વજન કરવા કહ્યું, પછી યુવાન ને બહાર જાવા ઈશારો કર્યો. બેય બહાર નીકળી ગયા. દુકાનદારનો સેલ્સમેન આશા ભર્યો જોઈ રહ્યો. દુકાનદાર એ આમતેમ તેમ બાજ નઝર ફેરવી, ગ્રાહકોમાં ધ્યાન પરોવ્યું, એ સાથે એક નઝર CCTV પર નાખી લીધી.


હવે પેલી આબાયા વાળી સ્ત્રીએ છોકરું તેડ્યું અને યુવાન સાથે બીજા સ્ટોરમાં ગઈ. પુરુષ એ સેલ્સ ગર્લ ને બંગડી કાઢવા કહ્યું. સ્ત્રી નું માપ લઇ નાની મોટી સાઈઝ બતાવવા લાગી. એટલામાં કોલ્ડડ્રિન્ક નો ગ્લાસ લઇ દુકાનની બહાર યુનિફોર્મ પહેરી ઉભેલો પહેરેદાર જ આવ્યો. એને કદાચ થોડા ગ્રાહકો થાય એટલે અંદર આવી કોલ્ડ ડ્રિન્ક સર્વ કરવાનુ હશે. દુકાન કરકસરમાં માનતો હોઈ ટુ ઇન વન ડ્યૂટી હશે. ,દુકાન માં બોર્ડ મારેલું “ કસ્ટમર ઇસ અવર કિંગ. ગ્રાહક અમારો રાજા છે.” એ રાજા ને ધન ઓછું વપરાય એટલે તો કરકસર કરેલી.


સ્ત્રીએ એક ગ્લાસ પીધો, પછી બાળક તેડ્યું, પુરુષ એ બીજો પીધો. આસપાસ જોઈ સ્ત્રીએ ફરી એક ગ્લાસ પીધો અને બંગડી જોવા લાગી. પુરુષ આજના ભાવ અને મજૂરી વિશે કોઈ ચર્ચા કરતો હતો. બંગડી નક્કી થઈ હોય એમ લાગ્યું. ત્યાં બાળક નીચે ઝૂકી, મરડાઈ રોવા લાગ્યો. પુરુષએ બહાર ઉભેલા પ્રૌઢ ને બોલાવ્યો, તે બાળકને બહાર લઈ ગયો. પુરુષ બહાર જતો હતો ત્યાં દુકાનદારએ સ્ત્રીને પૂછ્યું કે બંગડી ગમી હોય તો પેક કરે, એ જાણતો હતો કે સ્ત્રી મન કરે અને એ જાહેર કરે તો પુરુષ ના પાડી શકશે નહીં. સ્ત્રીએ યુવાનને બોલાવ્યો, યુવાન સાથે પ્રૌઢ આવ્યો. એણે પુરુષ ને વીંટી પોતાને માટે જોવા કહ્યું. પુરુષ વીંટીના કાઉન્ટર પર ઉભો રહી પોતાની આંગળીનું માપ લેવા લાગ્યો. સ્ત્રી બંગડી લઇ વજન કરાવવા ગઈ, પ્રૌઢ બાળકને હાથ માં ઝુલાવતો સેલ્સમેન સાથે કોઈ વાત કરવા લાગ્યો, એણે બહાર જોયું, હવે કોલ્ડડ્રિન્ક આવવાની શક્યતા ન હતી. ગ્રાહકો ઓછા હતા ને યુનિફોર્મવાળો બહાર મૂછો ચાવતો એમને જોતો હતો. કદાચ પૈસા ખૂટયા, કદાચ કાર્ડ ના ચાલ્યું. પ્રૌઢ એ પોતાનું પાકીટ કાઢ્યું. એ કદાચ બાપ, સસરો હતો. કુટુંબી ની અધૂરી ઈચ્છા પૂરી કરે એમ હતો. એ લોકોએ કદાચ વીંટી ખરીદી. થોડી વાત દુકાનદાર સાથે કરી. થોડી બહાર નીકળતા મુછાળા વેઈટર કમ ચોકીદાર સાથે. આ લોકો જરૂર પૂરતી વાત કરતા હતા પણ પગથિયા ચડતા ગ્રાહકને કૈક પરખાવ્યા વિના ઉતરવા દે એમ ન લાગ્યા.


હવે થોડે દુર એક સર્કલ જેને અહીં રાઉન્ડ એબાઉટ કહે છે , ત્યાં એ ત્રણએ આટા માર્યા.


એક થોડા નાના શો રુમ માં ગયા. યુવતી એ મીઠું સ્મિત આપી દુકાનદારને ઘાયલ કર્યો. બાળક પ્રૌઢ ને આપ્યું. દુકાનદાર એ પ્રૌઢ ને પૂછ્યુ” તમેં હમણાં આ બાજુ થઈ નીકળેલા?” પ્રૌઢ એ હા પાડી. દુકાનદાર એ કહ્યું “કદાચ કાલે પણ નીકળેલા?”

પ્રૌઢ એ હા પાડી કહ્યું કે કાલે મેળ પડેલો નહીં એટલે ફરીથી આવ્યા. સ્ત્રી અંદર ગઈ. યુવાન એને જોઈન થયો. બંને એ સેટ તથા બંગડીઓ બતાવવા કહ્યું.


દુકાનમાં સફેદ ઝબ્બા વાળો શેઠ અને એક વાણોતર જ હતા. બાકી માખી ઊડતી હોય, પણ આ દેશ માં તો વગર અભિયાને સ્વચ્છતા. માત્ર ધૂપ ની સુગંધ.


પ્રૌઢ વાતોએ વળગ્યો. જ્વેલર એની ભાષા સમજતો હતો. સ્ત્રીએ એક સેટ બતાવી વજન કરવા કહયુ. પ્રૌઢ એ એ વખતે પેલી વીંટી બતાવી વજન ને કેરેટ ચેક કરવા કહ્યું. આ તો ડબલ ચેકીંગ માટે છે એમ કહ્યું. દુકાનદાર કહે”અમારા પર ભરોસો નથી? અમારે તો ગ્રાહક અમારો રાજા.”

પ્રૌઢ કહે “ છે. આપ પર તો છે જ. એટલે તો તમારી પાસેથી ખરીદી કરીએ છીએ.” દુકાનદાર એ વજન કરી સેટ પેક કરવા આપ્યો, પેમેન્ટ માટે યુવાન ને કહ્યું.


પ્રૌઢ ઓચિંતો બાળકને લઇ આવ્યો. યુવાન ને કહે કાર યોગ્ય રીતે પાર્ક નથી થઈ, સહેજ બહાર આવ. યુવાન તેની સાથે બહાર ગયો. સ્ત્રી આમ તેમ ઘરેણાં જોતી રહી. દુકાનદારને મીઠું સુક્રિયા અદા કરી હમણાં એ લોકોને લઇ આવું છું કહી ગઈ. કોણ જાણે વાતોડિયા જ્વેલરના નસીબ મોળા હશે. પાછા આવ્યા નહીં. સામે ક્રોસ કરી એ લોકોએ ફરી આમ તેમ આંટા માર્યા.


એક એર કન્ડિશન શોરૂમ માં દાખલ થયા. પ્રૌઢ આગળ થયો. એક સેલ્સમેનએ કમરથી બેલેન્સ જાય ત્યાં સુધી ઝૂકી સત્કાર કર્યો. એની ટાઈ હાથીની સૂંઢ ની જેમ ઝૂલી રહી. “વેલકમ ટુ .. શો રૃમ સર, કસ્ટમર ઇઝ અવર કિંગ. વહોટ કેન વી ડુ ફોર યુ?” પૂછ્યું.


પ્રૌઢએ થોડાં ઘરેણાં પર નજર ફેરવી, યુવાન, સ્ત્રી સાથે ચર્ચા કરી. મેઈન માણસને ડાયમંડ જ્વેલરી બતાવવા કહ્યું. એણૅે મનમાં “ ડાચાં જોયાં છે? ડાયમંડ ખરીદવા હાલી નીકળ્યા છે” કહી ચૂંક થી શરૂઆત કરી. પ્રૌઢએ ઘેર શાદી હોઈ જરૂર છે કહી એરિંગ તથા બુટ્ટીઓ બતાવવા કહ્યું. થોડી વારે બાળક સાથે સ્ત્રી આવી. એણૅ વચ્ચે નાના હીરા વાળી પાતળી બંગડી માંગી. મેઈન માણસે આઈસ્ક્રીમ મંગાવતા પ્રૌઢ, યુવાન શુ કરે છે, ક્યાં રહે છે એ પૂછ્યું. પ્રૌઢ એ પોશ વિસ્તાર અને પોતાનો સારો ધંધો કહ્યો. વચ્ચે સેલ્સ ગર્લ એ “સોરી મેમ” કહી કોઈક આઈટમ ખસેડી. એક કર્મચારી હળવેથી બાળકને બહાર દૂર લઈ ગયો.


પ્રૌઢ એ ડિઝાઇન પસંદ કરી જુદી રાખવા, કાલે ડિલિવરી લઇ જશે એમ કહ્યું. મેઈનએ વગર કાર્ડ સ્ક્રેચ કર્યે ઉધાર આપવા, કાલે ઘેર મોકલી આપવા તૈયારી બતાવી જેનો અત્યંત નમ્રતા થી અસ્વીકાર થયો. ત્રણે દાદરા ઉતર્યા અને કાર તરફ ચાલ્યાં. ત્યાં વળી એક માજી જેવી સ્ત્રી ઉભી હતી એણે પર્સ માં કૈક મુક્યું, આસપાસ જોયું અને રિમોટ થી કાર ના ડોર ખોલ્યાં. ત્રણે એ કાર માં બેઠા અને રિવર્સ લઇ મેઈન રસ્તે દોડાવી.ં



પ્રૌઢ એ દાઢી ઉતારી. માજીએ ‘આની જરૂર ન પડી’ કહી પર્સ માં ખોટી પણ સાચા જેવી દેખાતી ગન મૂકી આબાયા ઉતાર્યો, કાર ચાલુ કરી.ભગાવી.એ ઠીંગણો જાડો પુરુષ હતો. ચાલુ કારએ યુવતી એ આબાયા ઉતારી આંખના અણિયાળા ખૂણા લૂછયા. યુવાને “ કેસા રહા બીબીજી, કહી એને ધબ્બો માર્યો.. એ 13 14 વર્ષ નો કિશોર હતો. યુવાનએ એની પર્સ લઇ કાર મેઈન રોડ પર 120 કિ.મી. ની ઝડપે દોડતી હતી એ દરમ્યાન માલમતા એક કપડાં પર ઠાલવી. ચેન, બંગડી, નાનો સેટ, ડાયમંડની એક બુટ્ટી. ‘હત તેરેકી. બીજી બુટ્ટી રહી ગઈ. પેલી। .. એ સોરી મેમ કહી લઇ લીધી.’


“ માજી “ લોભ ના રોકી ના શક્યાં. કાર પાછલી શેરી માં રાખી છોકરું તેડી દુકાન માં દોડ્યાં. બીજા એક સેલ્સમેનને એક બુટ્ટી બતાવી. કહ્યુ “ મારું ફેમિલી એનું પેમેન્ટ કરે છે. આ એક રહી ગઈ.” સેર્લ્સમેન મેઈન ને કૈક કહેવા ગયો. મેઈન આવે ત્યાં સેલ્સ ગર્લને એની સામે પ્રશ્નસૂચક નજરે જોઈ રહેતી જોઈ. “ઓહ. સોરી મારા હસબન્ડ પાસે જ છે કાર્ડ લેવા ગયા છે.”કહી બીજા સેલ્સમેન ને બુટ્ટી બતાવી કહે, “આની જોડ, પેલા મેડમ વાળાં કાઉન્ટર પર થી લીધેલી. સેલ્સમેન એ તરફ ગયો. માજી કહે “ જોઉં, પેક થતી હોય તો.” માજી પર્સ ફન્ફોસવા માંડ્યા. બાળક સાથે એને તકલીફ તો પડતી હતી. એટલી વાર માં મેડમ પાસે કોઈ ગ્રાહક આવ્યો. તે એને એટેન્ડ કરવા રહી. માજી એ કહ્યું કે પેક માં નથી.

“ એક બુટ્ટી નું શો રૂમ પણ શું કરશે?”


સેલ્સમેનએ સાઈડ માં મુકેલી એક બુટ્ટી કેશ કાઉન્ટર લઇ જાવા મંડી. માજી એ વ્હાલપૂર્વક એની ઉભરેલી પોચી છાતી સર્લ્સમેનને સહેજ અડાડી. ધીમે થી કહે, “તમારે ગ્રાહકો મૂકી એટલે દુર શા માટે જવું? પેમેન્ટ તો થઇ ગયું છે. એટલે તો એક બુટ્ટી બોક્સ માં થી નીકળી” સહેજ આજુબાજુ જોઈ કેશ કાઉન્ટર ની દિશામાં જતાં માજી ફટાફટ છોકરું રોતું છાનું રાખવા ઝુલાવતાં નીકળી ગયાં. દોડી રોંગ સાઈડ માં કાર દોડાવી. આબાયા ઉતારવા પણ ના રહ્યાં .જાન બચી તો લાખો પાયે..


ગંભીર દુકાનદારએ કાવા ની પ્યાલી પાસે ખુલ્લી નાની બોક્સ જોઈ.. ચેઇન વિનાની રહી ગયેલી. એણૅે સેલ્સમેન ને પૂછ્યું, સી સી ટીવીમાં એક નાનો છોકરો કૈક નીચે ફેકતો જોયો, એની માએ વસ્તુ ઉપર મૂકી. એ કાવા નો પેપર કપ હતો, ચેઇન ગઈ. એણૅ રાડા રાડ કરી મૂકી. માણસે એને કાવાની પ્યાલી ધરી. એને એ માણસના મો પર ફેંકવાની ઈચ્છા થઈ. કાવો 200 રિયાલ એટલે 34000 રૂ. નો પડ્યો. ગ્રાહક રાજા ની કૃપા.


એનાથી ચોથી ફૂંકાન માં સ્ટોક મળતો ના હતો. વેઈટર કમ ચોકીદાર કહે એણે પેલી છોકરાં વાળી બાઈ ને ભાગતી અટકાવેલી, એણૅ રોતાં બાળક ને લઇ બિલ હાથમાં રાખી બતાવી ચાલતી પકડેલી. કદાચ બિલ કોઈનું બ્લેક કરવા માલિકે જ બનાવી ફેંકેલુ. એ કદાચ ઉપાડી બતાવેલું. બાળક ધમ ધમ મારતું હતું એ શોકેસ ની કલીપ અંદર તરફ જ હતી પણ સહેજ ત્રાસી, બહાર થી ખોલી બંધ કરી હોય એવી. દુકાનદાર એ એલાર્મ બજાવી, વેઈટર/ ચોકીદારને આસપાસ પાર્કિંગ તરફ દોડાવ્યો. પોલીસ ને કહેવાય કે નહીં, દરોડો પડે તો ઉલટો મરો થાય. ના મળે વીંટી કે ના મળે બોક્સ કે પેમેન્ટ ના સગડ.


વાતોડીયો વાણોતર ને કહે પેલા કા્કા ને વહુ દીકરો આવ્યાં નહીં. ચેન, સેટ જોતાં એણે કઈ અજુગતું જોયું નહીં. “ અરે, એક બોક્સ બીલિંગ કાઉન્ટર પાસે પડી છે. એમ ને એમ.” એણૅ દુકાનના નામની કોથળી લીધી. પેક કરતાં ખોલ્યું.. અંદર નજીકની શુક માં વેચાતો સસ્તો 2 રિયાલ નો મેટલનો સેટ હતો. એનો 700 રિયાલ નો સેટ ગા્યબ. સવા લાખ રૂ. ના અહીં તો બાર હજાર શું, બાર રૂ. પણ ના રહયા. લાખ રૂ ની વાત સત્સંગ માં સાંભળેલી પણ પોતાની જ વાતો પોતાને સવાલાખ માં પડશે એમ ધાર્યું ના હતું. એણે ઓળખીતા પોલીસ ને ફોન ઉઠાવી સલામ અલેકુમ કહી વાતો વિસ્તાર થી શરૂ કરી.. પોલીસ ને ખબર તો પાડવી જોઈએ ને કેવી રીતે શુ થયું?


સર્કલ સામે મોટી શોપમાં સેલ્સ ગર્લ, ઝુકતો ટાઈ વાળો, મેઈન આમ થી તેમ દોડતાં હતાં. મેઈન એ પોલીસ ને ફોન કરવા ઉઠાવ્યો, પાછલી શેરી માં પાર્કિંગ પાસેથી કોઈએ લાઈન કાપી નાખેલી. એણૅે સી સી ટીવી ફૂટેજ જોયા.. એક નાનું બાળક વાયર મો માં નાખી ઝુલાવતું હતું, એક બાઈ એને તેડી ઉભેલી, બીજી વાયર છોડાવતી હોય એમ લાગ્યું.બાકી ખબર પડી નહીં. મેઈન ને એટેક આવે એમ ધબકારા વધી ગયા. એ પાર્કિંગ તરફ પોતાની કારમાં પીછો કરવા દોડ્યો. આડી બીજી કાર પેરેલલ પાર્કિંગ ને નામે ઉભેલી. એ ઘાંઘો થઈ હોર્ન વગાડવા માંડ્યો. પેલી કાર આવતાં જ 5 મિનિટ થઈ ગઈ. જબ ચીડિયાં ખેત ચુગલ જાવે ફિર પછતાવે ક્યાં હોવત હૈ ?


યુવતીએ બાળક ની પીઠ થાબડી.. “વાહ મેરે હુશિયાર.. જ્યાં કૈક બતાવીએ ત્યાં હાથ નાખવાની, હાથમાં કૈક મૂકી મુઠી દબાવીએ એટલે એ ચીજ ને બટકા ભરવાની, ચિટીયો ભરીએ એટલે જોર થી રોવાની ,કેડ થી ઝુલાવીએ એટલે મુઠી વાળી હાથ ભીડી દેવાની તાલીમ કામ આવી. તું મોટો ડોનનો પણ ડોન બનશે.


એક ક્રોસિંગ પાસે કાર ઉભી, એક સ્ત્રી કે એના વેશ માં પુરુષ આવ્યો।.. એણે બાળક તેડી, રિયાલ ની થોકડી પકડી બાળકની પીઠ થપથપાવતા ચાલતી પકડી. રાત્રી ના અંધારાં ચીરતી કાર શહેર ને વીંધતા રાજમાર્ગ પર 140 ઉપર ની સ્પીડે , ટ્રાફિક માટેનાં રડાર ની નજર ચુકાવતી ઊડતી દૂર જઇ ચુકી હતી.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.