ગીત ગઝલનો બંધાણી,

હું ગીત ગઝલનો બંધાણી.

સાંજ ઢળે ને શબ્દ શબ્દને,

                                            લેતો માણી માણી...૦ ગીત ગઝલનો બંધાણી 

ગીતો-ગઝલો, શેર-શાયરી, 

માણું રોજ કવિતા. 

પાને પાનું ભીંજવી નાખે, 

જાણે વહેતી સરિતા, 

પંક્તિઓમાં પ્રાસ મળે તો , 

                                                થતો પાણી પાણી...૦ ગીત ગઝલનો બંધાણી 

શબ્દ સમૂળા સ્પર્શ કરે, 

અર્થો આપે આલિંગન, 

રોમ રોમ પુલકિત થઇ જાઉં, 

મહેકે છે મારું તન મન. 

નરસૈયાનું કીર્તન ગાતો, 

                                             ગાતો કબીર વાણી.૦ ગીત ગઝલનો બંધાણી

 

 

 

gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.