૧) પ્રજાનું સામાજીક જીવન ધોરણ ઊંચું લાવવા તમને નથી લાગતું કે, વિશ્વના અન્ય દેશોની જેમ આપણે ત્યાં પણ ઓફિસોમાં શનિ-રવિ રજા હોવી જોઈએ ?

શનિ-રવિ જ કામના દિવસો રાખો... બાકીની રજાઓ ! આમે ય, કામ તો એટલું જ થાય છે. (રમેશ દોશી, મુંબઇ)


૨) પહેલો ગુન્હો તો ઈશ્વરે ય માફ કરતો હોય છે, તો પત્નીઓ બિચ્ચારા પતિનું પહેલું લફરૃં કેમ માફ કરી ન શકે ?

-પતિ પણ પત્નીનું પહેલું લફરૃં માફ કરી શકતો હોય તો આગળ વધવામાં વાંધો નથી. (જયેશ અંતાણી, ભાવનગર)


૩) સંસદસભ્યો કે ધારાસભ્યો સરકારી નોકરો ન હોવા છતાં એમને આટલો મોટો પગાર કેમ આપવામાં આવે છે ?

- પાપી પેટને ખાતર... (ધવલ જે. સોની, ગોધરા)


૪) આ વખતની ગરમીમાં એકલો પંખો ચાલુ રાખવાથી કાંઇ વળશે ?

-પંખો બંધ રાખીને એની નીચે તો ગોળ ગોળ ના ફરાય ને ? (મનિષ અમીન, વડોદરા)


૫) ભગવાન તમને એક વરદાન માંગવાનું કહે તો શું માંગો ?

-સંતો પોતાની કથાઓમાં રાષ્ટ્રગીત ગવડાવે. (જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)


૬) ઇ.સ. ૨૦૧૪ની ચૂંટણીમાં કિટલીએ ઇટલીને હરાવી દીધી... ૨૦૧૯માં શું થશે ?

-કિટલી ઠંડી પડી પણ જાય તો ય ઇટાલીનો કોઇ ગજ વાગે એવો નથી. (હસમુખ નારણભાઇ વોરા, ધોરાજી)


૭) અત્યારની ફિલ્મોમાં ગાતા હોય એવામાંથી તમારી પસંદગીનો ગાયક કોણ ?

-ઉદિત નારાયણ. (ડો. કૌમિલ જોશી, અમદાવાદ)


૮) હવે તમને મોદીની ૫૬''ની છાતી દેખાઇ કે નહિ ?

-મને લોકોની છાતીઓ જોવાનો શોખ નથી. (વાસુદેવ પી. ભટ્ટ, મુંબઇ)


૯) ગુજરાતની રાજકીય સ્થિતિ કોણે બગાડી ?

-આપણા મુખ્યમંત્રી શ્રી વિજય રૃપાણી છે, એવી પ્રજાને ખબર પડે પછી ખબર પડે. હાલમાં તો એમને ધાર્મિક સમારંભોમાં હાજરી આપવા સિવાય પ્રજા પાસે જવાનું કોઇ કામ હોતું નથી. (હર્ષિલ જયેશ જોશી, વડોદરા)


૧૦) મોદી સાહેબનું અત્યાર સુધીનું શાસન જોતા શું લાગે છે ?

-કાશ્મીરના પથ્થરબાજોને એક વાર ઢાળવાનું શરૃ કરે, પછી આપણને અને એ લોકોને ય ખબર પડે. (નિકુંજ પ્રજાપતિ, અમદાવાદ)


૧૧) 'ફેસબુક'ના જમાનામાં સાચો મિત્ર શોધવો અશક્ય છે ને ?

-જુઓને, એટલામાં જ ક્યાંક પડયો હશે...! (જીતેન્દ્ર કેલા, મોરબી)


૧૨) ગુજરાતીઓ સૈન્યમાં ભરતી કેમ થતા નથી ?

-મંદિર-દેરાસરોમાં ભરતી થવાની વાત કરો...કલાકમાં કરોડો જોડાઇ જશે. (જતિન દીક્ષિત, નાલાસોપારા)


૧૩) આપણી શિક્ષણ પદ્ધતિ ક્યારે સુધરશે ?

-આ જમણી બાજુમાં મૂકેલા સૂચનાના બૉક્સને વાંચતા આવડશે ત્યારે. (રવિરાજસિંહ ઝાલા, અમદાવાદ)


૧૪) છોકરીઓના ફોનમાં ઘણા બધા 'લોક્સ'કેમ હોય છે ? -ક્યારેક છોકરાઓના ફોનો બાજુ પણ લટાર મારી આવો તો ખબર પડે. (કેતન ઠોસાણી, સાવરકુંડલા)


૧૫) દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે નાબૂદ થશે ?

-જગતનો કોઇ દેશ ભ્રષ્ટાચાર વગર ચાલતો નથી. (પ્રજ્ઞાા ગરાળા, જામનગર)


૧૬) પાવરફૂલ 'સેન્સ ઓફ હ્યુમર'વિશે શું કહેવું છે ?

-કહેવાની ન હોય... કરી બતાવવાની હોય ! (ભાવિન એમ. પટેલ, અમદાવાદ)


૧૭) કપિલ શર્મા જેવો ગુજરાતમાં 'અશોક દવે શો'બનાવો તો કેવું ?

-એ 'એનકાઉન્ટર'લખવા અહીં આવતો હોય તો મને ત્યાં જવામાં વાંધો નથી. (મેહૂલ એમ. ચાવડા, કપડવંજ)


૧૮) હું તમારાથી એટલો બધો પ્રભાવિત છું કે, મેં અમરેલીમાં 'શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા'ખોલી નાંખી છે... -હવે એ લોકો પ્રભાવિત નહિ રહે ! (ઇમ્તિયાઝ બલોચ, અમરેલી)


૧૯) શું આપણી સંસ્કૃતિ સાબુપ્રધાન છે ?

સાબુની બનાવટમાં આયુર્વેદના ઔષધો આવવા માંડયા છે ! -આપણી દવાઓ 'વ્હિસ્કીપ્રધાન' નથી ? (બી.એસ.વૈદ્ય, વડોદરા)


૨૦) 'એનકાઉન્ટર'નું નામ 'સર્જીકલ સ્ટ્રાઇક'રાખો તો ?

-તો કોંગ્રેસના લોકો પ્રૂફ માંગશે. (રાહુલ તળપદા, વાંઠવાળી-ખેડા)


૨૧) હસમુખો સ્વભાવ સ્માર્ટનેસની નિશાની છે ?

-એમ જ હોત તો પૂછપરછની બારી ઉપર કોઇને નોકરી જ ન મળત ! (ધુ્રવ પંચાસરા, વીરમગામ)


૨૨) સવાલ પૂછનારાઓનું તમે મૅરિટ-લિસ્ટ કેમ બહાર નથી પાડતા ?

-આપણા દેશમાં સવાલો ઊભા કરનારા તો બધા સ્માર્ટ છે... ફાંફા જવાબો આપનારાઓને પડે છે. (યોગેશ બકરાણીયા, નાના આંકડીયા-અમરેલી)


૨૩) પ્રાણાયામ અને વ્યાયામ વચ્ચે શું ફરક હોય છે ?

-એકે ય એન્ગલથી હું તમને બાબા રામદેવ જેવો લાગું છું ? (વિનુભાઇ સોલંકી, દેદાદરા-આણંદ)


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.