લાચાર તો કાલે પણ ના હતી અને આજેય નથી, બસ થોડી થાકી ગઈ છું,

જિંદગી ના સમીકરણો ઉકેલતા ઉકેલતા, થોડી ગૂંચવાઈ ગઈ છું.

હાલ જોઈ મારો મને બિચારી ના સમજતા, લાગણી ના કાદવ માં થોડી ખરડાઈ ગઈ છું,

પોતાના સિંચેલા છોડ જ કાંટા વાળા નીકળ્યા, એના મળેલા ઘાવ છુપાવી રહી છું.
કોને શિકાયત કરું અને કરું પણ કોની, પોતાના થીજ આજે હું હારી ગઈ છું,

ગલી ગલી ભટકવા કરતા, આ ઉપવન મને કઈક જાણીતું લાગ્યું.
સરિતા ની સોડ માં આંખો ભીંજાવી, કરચલી ચહેરાની છુપાવી રહી છું,

કદાચ એ જુવાની હવે નઈ આવે, મળી જાય એ હોંશલો તો ક્યાંક શોધી રહી છું.
છોડી મને કોક ના ખાતર, કાલે એના એને ના છોડે, આ ડર દિલ માં ભાખી રહી છું.

બાકી, લાચાર તો કાલે પણ ના હતી અને આજેય નથી, બસ થોડી થાકી ગઈ છું.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.