નિરજા નો વનવાસ

નીરજાનો વનવાસ


ૈબસ બસ ભૈયા યહાં ઈસ ગેટ કે પાસ રોક દો.” નીરજાએ રીક્ષાવાળાને રોકવા કહ્યું.

“કિતના હુઆ ?”

“સો રૂપિયા.”

પૈસા ચૂકવી, બેગ લઈ, આંગણાંમાં પ્રવેશતા તેણે ચારે તરફ જોયું. લીલોછમ રહેતો બાગ અત્યારે સૂકા રણ જેવો ભાસતો હતો. ભારે હૈયે તે ઘરમાં આવી, પણ ઘરની બંધિયાર હવામાં તેને આત્મીયતાનો અનુભવ થયો. બેગ મૂકી, દરવાજો બંધ કરી, તેણે ઘરનાં રાચરચીલા પર એક નજર નાખી. કેટલીય યાદો તેને ઘેરી વળી .....

ૈ નિરૂ.... જરા સરવાળો માંડ તો ? ૈ
ૈ બાપુ , એ તો ક્યારનોય થઈ ગયો છે . પૂરા ૧૮૨ રૂ. થયાં , પણ તમે ૧૪૮ રૂ. જ લાવ્યા છો . ૩૦ અને ઉપર ૪ રૂ. હજી લેવાના બાકી ૈ
ૈ એ... ભલે , કાલે યાદ રાખી લેતો આવીશ બેટા . ૈ
ૈ ૩૪ રૂ. પુરા હં ૈ નીરજા પાછળ ફરી બોલી , અને ઉંડો નિશ્વાસ નંખાઈ ગયો . ઘર તો ખાલી હતું , ભીંતો બોલતી હતી કે શું ?
આજે ચૈાદ વર્ષનો વનવાસ પૂરો કરી નીરજા ઘરે આવી હતી . બા - બાપુ ખૂબ જ શાંત , સરળ ને સંતોષી . ઓછામાં પણ મઝાથી રહેતા ને પ્રભુ ગુણ ગાતા . પણ ખાટલે મોટી ખોડ કે ભણતર ન હતું . આ વાત તેઓ બરોબર સમજી ગયાં હતા તેથી નીરજા ને સમયસર નિશાળે બેસાડી હતી . એનું સુંદર નીરજા નામ પણ ત્યારે ગામમાં આવેલા સંતે જ પાડેલું. ૈ નીરમાં જન્મેલી / પાણી ની પુત્રી નીરજા - કમળ . ૈ નિશાળ માં જ્યારે શિક્ષિકાબેને પોતાના નામનો અર્થ સમજાવ્યો ત્યારે કેટલી પોરસાતી હતી . ખૂબ મન દઈ ને ભણવા લાગી હતી . બાપુને કામમાં મદદ કરવા લાગી , ખાસ તો હિસાબ કરી દેતી સરવાળા ને બાદબાકી .
શાંત પાણીમાં નાનીશી કાંકરી પડેને મોટા વમળ સર્જાઈ જાય, તેમ નીરજા ના શાંત જીવન માં જાગીરદાર બાપુની કાંકરી પડીને ... વમળ સર્જાયા અને એ વમળમાં નીરજા નું આખું ઘર ગરક થઈ ગયું .
એ ખાલી , વર્ષોથી પડેલાં અવાવરાં ઘરમાં જાણે ૭૦ એમ.એમ નો પડદો મૂક્યો હોય ને એમ નીરજા ની આંખ સામે ભૂતકાળના એ દ્રશ્યો ક્રમબદ્ધ સિનેમા ની જેમ આવવા લાગ્યા . ને પોતે મૂક પ્રેક્ષકની જેમ દ્રષ્ટા બની એના પ્રવાહમાં ખેંચાવા લાગી .
વાત એમ હતી કે .., એકવાર ગામમાં મોટી ગાડીમાં બેસી મોટા મોટા સાહેબો આવ્યા હતાં , જાગીરદાર બાપુ અને સરપંચ પણ એમની સાથે ગામમાં , સીમમાં ને આજુુબાજુનાં ખેતરોમાં ફરતા હતાં. પછી ઘણી બધી વાતો કરી , હાથ મિલાવી બધાં છૂટા પડ્યાં . બીજે દિવસે પંચાયતમાં સરપંચે બધા ગામવાસીઓને બોલાવ્યા ને વાત કરી ગામમાં ફેક્ટરી નાખવાની છે , બધાને રોજગાર મળશે , ઘરમાં નળમાંથી પાણી આવશે , બગીચો અને નવી નિશાળ પણ બનશે . ગામની આખી કાયાપલટ થઈ જશે વગેરે વગેરે . બધા ખૂબ ખૂશ થઈ ગયા , જમીનદાર બાપુ અને સરપંચ ની જે બોલાવી . પછી સરપંચે બાપુને , અને રમણકાકાને બોલાવ્યા , ને કહ્યું , ૈ તમારી જમીન ફેક્ટરી ના કામમાં વચ્ચે આવે છે , તો ગામના ભલા માટે એ જમીનનું દાન કરી દ્યો , ગામ સદા તમારું ઋણી રહેશે , તમને ખૂબ આશીશ દેશે , તમારું નામ અમર થઈ જશે ૈ . વાતોમાં બલિદાન ની ભાવના એવી તો મજબૂત કરી કે લોકો પણ ઉત્સાહ માં આવી બાપુને અને કાકાને પ્રોત્સાહિત કરવા લાગ્યા . વાતોમં ભોળવી ત્યાં ને ત્યાં જ કાગળમાં અંગુઠા પડાવી લીધા . દાનવીરને નામે માથે ચાંદલો , હાથમાં નારીયેળ ને ૧૦૦૧ રૂા. રોકડા આપ્યા . બધાએ તાળીઓ થી વધાવી લીધાં . બાપુ તો ગામ સામે સન્નમાન થવાથી ગદ્ગદ્ થઈ ગયા .
આઠ - દસ દિવસ માં તો માન - સન્નમાન બધું બધાં વિસરી ગયા . ખેતર ને નામે નાની જમીન હતી , આવકનું એક માત્ર સાધન હતું તે ગયું પણ સાથે મીઠા પાણીનો કુવો જે ખૂબ પ્રીય હતો નાની નીરજાને એ પણ ન રહ્યો . હવે શું કરવું ?? જમીનદારબાપુ અને સરપંચ ના મનનો મેલ સમજાઈ ગયો ને બાપુનું મન ખાટું થઈ ગયું . બા ને કહે , ૈ આપણા અંજળ પાણી હવે ગામમાં ખૂટી ગયા છે . હવે અહીં નહી રહેવાય . ૈ
બા -- ૈ પણ જાશું ક્યાં ? ને કરશું શું ? ૈ
બાપુ -- ૈ શહેર માં જાશું , ને મજૂરી કરશું . હજારહાથ વાળો બેઠો છે તો આપણે ચીંતા શું કરવી . ૈ
ને બસ , એ જ રાત્રે થોડો સામાન લઈ પરોઢની પહેલી બસમાં બેસી શહેર આવી ગયા . ખૂબ કપરા , કસોટી વાળા હતા એ દિવસો . પણ ખેર ... બાપુની શ્રદ્ધા ફળી . પંદરેક દિવસમાં જ બાપુએ પેલા સંતને જોયા ને પગમાં પડીને પ્રણામ કર્યા . પોતાની ને મારી ઓળખાણ આપી . સંત કહે -- ૈ અરે વાહ , મારી નીરજા આટલી મોટી થઈ ગઈ . એ તો જળકમળવત્ છે , ખરડાવી ન જોઈએ . ૈ ને અમને ત્રણેને એમના આશ્રમ માં લઈ ગયા . ત્યાં રહેવાની સગવડ કરી આપી , બાપુને કામ અપાવ્યું , અને સૌથી મોટી વાત મારી માટે સરસ મોટી નિશાળ માં દાખલો પણ કરાવી આપ્યો .
સમય પરિવર્તનશીલ છે . જગતમાં કશું જ કાયમી નથી હોતું . આવી બધી સંતની વાણી પાક્કી સમજાઈ ગઈ . વમળ ના ચક્રાવા પૂરા થયાં , જીવન ફરી શાંત પાણી ની જેમ વહેવા લાગ્યું .
કાળ ચક્ર ફરતું રહ્યું , પહેલાં બા , અને પછી બાપુ પ્રભુ ને પ્યારાં થઈ ગયા . બિમારીના કારણે બાપુની ગામના ઘરે જવાની ઈચ્છા અધુરી રહી ગઈ હતી .
બહારથી ૈ નીરજા , નીરજા ૈ ની બુમ આવી , ને આંખ સામે ચાલતું સિનેમા અટકી ગયું . યાદોને ફરી સમેટી નીરજા ઉભી થઈ બહાર ગઈ . બહાર ગામના વડિલો ને યુવાન વર્ગ હાર - તોરા લઈ ઉભા હતા . ગામમાં સહાયક એન્જિનયર તરીકે આવી હતી . ગામની સૂકી ભઠ્ઠ જમીનમાં ક્યાં પાણી નો સ્ત્રોત છે ? ક્યાં કુવો ખોદાવી શકાય ? કેટલો ઊંડો જળપ્રવાહ છે ? વગેરેનંુ ભણતર અને જ્ઞાન લઈ પોતાના નામને સાર્થક કરવા આવી હતી .
રામનો વનવાસ પૂર્ણ થયો ને દીવા થયાં હતાં , નીરજા નો વનવાસ પૂર્ણ થતાં હાર - તોરા ને તોરણ લાગ્યા .


અલ્પા વસા .
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.