આજ ની ભાગદોડ માં માનવતા સાથે નો સંબંધ ના તૂટી જાય એ માટે તહેવાર આપણ ને એકબીજા સાથે જોડી રાખવાનું કામ કરે છે દિવાળી અને નવું વર્ષ એ એક એવા પર્વ છે કે બધા સગા-સંબંધી ને જોડવાનું કામ કરે છે. પણ સાથે સાથે મારુ માનવું છે કે આપણે માનવતા ના ધોરણે પણ સતર્ક રહેવું જોઈએ જેમ કે આપણી નજર માં ક્યાક કોઈ આવે કે જે આવા પર્વ ઉજવી ના શકતા હોય તેમણે મદદ કરવી જોઈએ, તેમને પણ તહેવાર ઉજવવા તથા જેનું કોઈ નથી એમની સાથે ઉજવવાથી આશીર્વાદ મળશે તહેવાર એટ્લે એવું નથી કે તમે પૈસા ખર્ચો અને એકબીજા કરતાં વધારે ખરીદી કરો “સાહેબ અત્યારે એવા પણ કેટલાક લોકો છે કે જે તહેવાર પણ ઉજવી નથી શકતા”તો ખોટા ખર્ચા કરવાના બદલે એમને મદદ કરવી કોઈના ઘરનો ચૂલો સળગે તેવી મદદ કરવી.

આમ તો મારી માન્યતા પ્રમાણે “સર્વ ધર્મ સમાન” જ પણ એકવાત મને ખૂબ જ લાગી આવી અને એ સાચી હતી એક સજ્જન એ કીધું હતું કે હાર્દિક તમારા લોકો તહેવાર આવે એટ્લે ગરીબ કે જે તહેવાર ના ઉજવી શકે તેવા ને બતાવી બતાવી ને નવી વસ્તુ ખરીદશે અને દેખાડો કરે છે જ્યારે અમારી ત્યાં જે ગરીબ કે તહેવાર ન ઉજવી શકે તેવા લોકો ના ઘરે જય મદદ કરીયે અને તહેવાર ઉજ્વવામાં મદદ કરીયે છીએ

શું આપણે હમેશા આપણી આસપાસ રહેલા માટે સમય ના કાઢી શકીએ.

જો જો ક્યાક આ ઉક્તિ સાર્થક ના થઈ જાય ....

“કામ ઇનસાનો કે કુછ ઐસે હો ગયે,

અબ શરમ આને લગી હૈ શેતાન કો.”

-હાર્દિક ગાંધી

તો ચાલો આપણે પણ પ્રદૂષણ કરતાં ફટાકડા અને ખોટી જગ્યા એ પૈસા ખર્ચ કરવાના બદલે કોઈ ને મદદ કરીયે કોઈ નિસહાય ને મદદ કરીયે

અને કઈક વિચારીએ જેમકે ,

પાંચ વર્ષના બાળક સાથે નાના બની જઈએ ...

80 વર્ષના લોકો સાથે પણ ભળી જઈએ

આજકાલ નો દોર સ્માર્ટ ફોન નો આવી ગયો છે જેમાં દરેક લોકો W hatsapp થી મેસેજ કરી દેશે Happy Diwali અને Happy New Year પણ શું આજુબાજુ ના લોકો ને અરે છોડો એ પણ શું મમ્મી પપ્પા ને પહેલા વિશ કર્યું ? નઇ ને ...

શામાટે ?

“સાહેબ smart phone ની બહાર પણ એક દુનિયા છે અને એ ખૂબ જ સુંદર છે ”

ભલે New Generation આવે પણ આપણે એ ના ભૂલવું જોઈએ કે આપના મમ્મી-પપ્પા , દાદા-દાદી આ લોકો ના કારણે જ આપણે અત્યાર ના મુકામે છીએ, મારા પપ્પા-મમ્મી દરેક વાત માં મને પૂછે છે કે શું કરવું જોઈએ તથા મારા દાદા કે જે 76 વર્ષ ના હતા પણ ક્યારેય મને તું કહીને બોલાવ્યો નથી તથા નાની-નાની વાતો માં સલાહ લેતા હતા હું કઈ રીતે ભૂલી શકું કે આ બધાના કારણે જ હું આ new Technology અને આ મુકામે છુ તો હું કઈ રીતે એમને ભૂલી ને તહેવાર મનાવી શકું ...

અને બીજી એક વાત છેલ્લા 10 વર્ષથી મને સમજણ આવીએ ત્યારથી હું ફટાકડા નથી ફોડતો પણ તે પૈસા ને સારા કામ માં વાપરું છુ

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.