આવી ગઈ દિવાળી ચાલો ખુદને અજવાળીએ ,
દીપ થી દીપ પ્રકટાવી જાતને પ્રજવાળીએ.

વેર ઝેરની ફટાકડાની લુમને ચાલો ફટાફટ ફોડી દઈને
ચહેરા પર બાળ સહજ સ્મિત લાવીએ ફૂલઝડી નું લઈને....

કશા પણ કારણ વિના એકમેકમાં પ્રેમથી ભળીએ ,
આવી ગઈ દિવાળી ચાલો ખુદને અજવાળીએ ,

આંગણમાં આવી પડો અચાનક ઈશ્વરીય તેજ લકીરો,
બની જાવ તમે બનીઠનીને આ નવલ વર્ષે તમારો હીરો.

ભીતરે ભરેલા અજવાળાથી આજ ઝળહળીએ,
આવી ગઈ દિવાળી ચાલો ખુદને અજવાળીએ ,

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.