મનોજ બાલ્કની માંથી તોરલ ને જતી જોઇ રહયો, નાની હતી ને આંખો થી જ આવજો કહેવાની એની જુની આદત હતી, આજે પણ  લેટેસ્ટ ગોગલ્સ પહેરવાની એની સ્ટાઈલ અકબંધ જ રહી હતી.આજે તો એ વીસ વરસની થઇ ગઈ છે.ફરીવાર છાપાની હેડ લાઈન્સ પર નજર નાંખી, પણ તોરલ આંખ સામેથી ખસતી ન હતી.
આજે હું અને રીના સાથે છીએ, એનો બધો જ યશ તોરલ ને જાય છે, આજેય મને યાદ છે કે ધવલ જયારે એક્સીડન્ટ માં માત્ર બેંતાલીસ વરસે જ મ્રુત્યુ પામ્યો.એણે રીના સાથે ભાગીને લગ્ન કરેલા, બે ય તરફનાં વડીલોનાં સખત વિરોધ વચ્ચે બે પરણેલા ને એમાં હું પણ હાજર હતો.
એક સામન્ય કારકુન થી એ ઓફિસર થયેલો, કેટલીય કસોટી ખુબ મહેનત થી એણે પાર કરેલી, રીના અને દીકરી  તોરલનાં એશોઆરામ માટે જ.સુખી કુટુંબની વ્યાખ્યાને અનુરૂપ એવા લાગણીનાં તાણાવાણે ત્રણે ગાઢ બંધાયેલા હતા,
મારે પણ પથારીવશ મા હતા, જેની સાથે મને સ્વીકારે એવી કોઇ  કન્યા મને મળી જ નહિ.ને હું મા ગયાને એકલો રહી ગયો.
” જિંદગી કે સફર મેં ગુજર જાતે હે જો મકામ વો ફિર નહિ આતે”સોનેરી પળનાં હમેશા લિસોટા જ રહી જતા હોય છે.ધવલનું જવુ એ શૂન્યવકાશ ઘણો વજનદાર હતો, રીના અને તોરલ સમયને થંભાવી એની સામે રીતસર જંગે ચઢેલા, પરિણામ શૂન્ય જ હાથ લાગ્યુ.”સુના હૈ વક્ત જખ્મ મિટા દેતા હૈ”ધીરે ધીરે એ કારમા ઘાને પચાવતા ગયા.
હું આવતો જતો રહેતો એમની પાસે કંઇ કામકાજ હોય એ મુંઝાયા હોય તે પતાવી આપતો.માણસ તો મોત ને ભેટી જાય પણ પછી કેટલા કાગળ ને કેટલી લિગલ વિધિ પતાવવાની હોય છે, એક તો દુઃખ હોય ને માથે સવાલો લટકતા હોય .
એક દિવસ લગભગ ધવલનાં મોત ને બે વરસ પછી હું ઓફિસ માં બેઠો હતો ને તોરલનો ફોન આવ્યો;
હેલો, કેમ છો?
મઝા .મેં કહ્યુ.
પ્લીઝ તમે મને ટી સ્પોટ પર મળી શકો?
મને ખબર કે એ આ સમયે બોલાવે જયારે હું ઓફિસ માં બિઝી હોવ અને એ કોલેજ માં ત્યારે કંઇજ ખૂબ જ અગત્યનું કામ હશે!
“હા, તું પહૉંચ હું મળુ છું”.મેં કહ્યુ.
એકસાથે કેટલાય વિચારો આવી ગયા .ગડમથલ માં મારા હાથ કારની ચાવી લેવા આગળ વધ્યા ને ડગ ઓફિસનાં ગેટ બાજુ આગળ વધ્યા.
વીજળીનાં ચમકારા ને કાળાડિબાંગ વાદળ કડાકા ભડાકા સંભળાતા હતા પાંચ મિનિટમાં પહોંચી ગયો,  હમણા જ તૂટી પડશે એમ લાગતુ હતુ, તોરલ ઝડપથી આવી જાય તો સારૂ એમ વિચાર ઝબકી ગયો.
એ દેખાઈ ને હાશકારો થયો, એનુ એ જ મોહક સ્મિત ને સાદગી ને સાથે સંજોગોએ લાવેલી ગંભીરતા છલકાતી હતી.
“સમયસર છુ ને? રાહ  નથી જોવી પડીને? એણે સસ્મિત પુછયુ.
“ના રે” મેં ટી સ્પોટ નો કાચના દરવાજા બાજુ આગળ વધતા કહ્રયુ.
ખૂણાનુ ટેબલ જયાંથી રસ્તા ની અવરજવર દેખાતી હતી તે બાજુ અમે બેઠા.વેઈટર પાણી મુકી ગયો, મેં એને ભાવતી આદુ ફુદીના ની ચા નો ઓ્રડર આપી દીધો.
તોરલે પાણી પીધુ.એને જોતો રહયો એ કંઇ ગડમથલ માં હતી, હું એ ભાવ કળવાની કોશીશ કરતો હતો .એના જન્મથી તે આજ સુધી મેં એને જોઈ હતી.બીજા કોલાહલ મને અડતા જ ન હતા, એ ચુપચાપ ટેબલ પર આવેલી ચા જોઇ રહી હતી, હું એના બોલવાની રાહ જોતો હતો.
અચાનક એણે મારી આંખોમાં જોઇ ધારદાર સવાલ પૂછ્યો;
“તમે મારી મોમ સાથે લગ્ન ..
એ આગળ બોલી ન શકી, એના ગળામાં ડુમો બાઝી ગયો, એ  એકધારી મારી સામે જોઇ રહી હતી, જવાબની રાહ જોતી હતી.હું તો અવાચક થૈ એને સ્તબ્ધતાથી જોઇ રહયો , એક સાથે કેટલાય વિચારો આવવા લાગ્યા.ઘડીક તો જડ થઈ ગયો હોય એવો અનુભવ કંપાવી ગયો.
અચાનક એના અવાજે ઝબકી ગયો.
“મારી મોમ  ડેડ નાં ગયા બાદ એક હરતી ફરતી લાશ જેવુ જીવે છે.ચાર દિવાલની બહાર નિકળતી જ નથી.એ છેલ્લે કયારે હસેલી તે પણ યાદ કરવુ પડે એમ છે.મારાથી આ સહન નથી થતુ.હવે તો હું પણ કોલેજ સાથે નોકરી કરી રહી છુ, તો એને સમય પણ ફાળવી શકતી નથી.
એની એકલતા ને પુરવા પ્લીઝ તમે મદદ કરો, એક મિત્ર ની એને જરૂર છે, હું સમજી શકુ છુ!
સમજદારી અને સભાનતા પુરવક પુછાયેલા સવાલ !
મને પસીનો થઇ ગયેલો, હું સમજુ ને વિચારૂ એ પહેલા એણે મારી હથેલી એના હાથમાં લૈ લીધી ને સીધી નજર મેળવી મારી સામે એકટશ જોઇ રહી.
એના સ્વભાવ મુજબ જવાબ લીધા વિના એ ચાલી ગઈ મને કહીને;”મોમ ને હું મનાવી લઇશ.”
હા , એ પછી એની જીદ સામે હું અને રીના ઝુકી ગયા.
એક સરસ મિત્રતા અમારી વચ્ચે કેળવાઈ ગઇ.ખુબ જ સાદાઈથી લગ્ન કરી લીધા.
સમજદારી ને સમજણ થી સભાનતા સાથે અમે આજે સાચા મિત્ર બની શકયા.હા, તોરલ ના કારણે જ .તોરલમાં હું એક શક્તિશાળી નારી નિહાળી રહ્યો.
“એ , આ સામે પડેલી ચા ઠંડી થૈ ગઈ”રીના ની બુમે હું સફાળો ઉભો થૈ ગયો.
મારી  પરમ સખા એવી રીના ભીતર બોલાવતી હતી અને સહુથી નાની લાડકી એવી  તોરલ એના મિત્રની સાથે ફરવા ગઈ એની વચ્ચે હું ગીત ગણગણતો અંદર ચાલ્યો;
“મેં જીંદગી કા સાથ નિભાતા ચલા ગયા,
હર એક ફિક્ર કો ધુંએમેં ઉડાતા ચલા ગયા.”

gujarati@pratilipi.com
+91 9925624460
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.