પ્રિય મમ્મી,

16 GB ની PEN DRIVE માં, થોડી જગ્યા ઓછી પડી. નહિ તો, મારું આખું બાળપણ એક ફોલ્ડરમાં નાંખીને, અહીં સાસરે લઇ આવી હોત. પણ, મારું બાળપણ તો તારા ખોળામાં જ રહી ગયું.

તારા ખોળામાં, હું માથું મૂકીને સૂઈ જતી, એ સમય સોનાનો હતો. અને એટલે જ, એ ચોરાઈ ગયો. સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી. ગમે ત્યાં ખોવાઈ જાય છે. ઘરે હતી ત્યારે તો, તું મને શોધી આપતી. સાસરે આવ્યા પછી, મારી જ જાત મને મળતી નથી, તો બીજી વસ્તુઓ તો ક્યાંથી મળે ?

તું રોજ સવારે, મારા માથા ઉપર હાથ ફેરવીને મને ઉઠાડતી. હવે મારે, ALARM મૂકવું પડે છે. જે સાડી તું પહેરતી, એ જ સાડી હવે ALARM ને પહેરાવું છું. પણ તોય ખબર નહિ કેમ ? ALARM એટલા પ્રેમથી ઉઠાડી નથી શકતું. એ તારી સાડીનો નહિ, ALARM નો PROBLEM છે.

આજે પણ રડવું આવે છે, ત્યારે તારી જૂની સાડીનો છેડો આંસુઓ સામે ધરી દઉં છું. આંસુઓને તો મૂરખ બનાવી દઉં, પણ આંખોને કેવી રીતે બનાવું ? આંખો પણ હવે, INTELLIGENT થઇ ગઈ છે.

તેં મને TRAIN કરી, એવી જ રીતે, મારી આંખોને પણ તેં જ TRAIN કરી છે. એટલે મારી આંખો, જાહેરમાં રડતી નથી.

મમ્મી, જયારે પણ VEHICLE ચલાવું છું, ત્યારે પાછળ બેસીને હવે કોઈ મને સૂચના નથી આપતું કે ‘ધીમે ચલાવ’. ‘ધીમે ચલાવ’ એવું કહેવાવાળું હવે કોઈ નથી, એટલે ‘ફાસ્ટ’ ચલાવવાની મજા નથી આવતી.

મમ્મી, મારા ઘરથી મારા સાસરા સુધી જતાં રસ્તામાં, એક પણ U-TURN આવ્યો નહિ. નહિ તો, હું તને લેવા ચોક્કસ આવી હોત.

લગ્ન પછી ઘરથી સાસરા તરફ જતી વખતે, જે ગાડીમાં બેસીને હું વિદાય પામી હતી, એ ગાડીના ‘REAR-VIEW MIRROR’ માં લખેલું હતું કે ‘ OBJECTS IN THE MIRROR ARE CLOSER THAN THEY APPEAR’. બસ, એ જ અરીસામાં છેક સુધી મેં તારો ચેહરો જોયા કર્યો. ત્યારે, મને એવી પણ જાણ નહોતી કે જે રસ્તો મને ઘરથી સાસરા તરફ લઇ જાય છે, એ જ રસ્તો પાછો સાસરેથી ઘર તરફ લઇ જશે કે કેમ ?

મમ્મી, કેટલાક રસ્તાઓ ONE-WAY હોય છે. એવા રસ્તાઓ ઉપર હું આગળ નીકળી ગઈ છું. કોઈને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કે મારી SURNAME અને સરનામું, બંને બદલાઈ ગયા છે. પણ એ રસ્તાઓ ઉપર WRONG SIDE માં DRIVE કરીને પણ, તને મળવા હું ચોક્કસ આવીશ. કારણ કે , મારું DESTINATION તો તું જ છે, જ્યાંથી મેં મારી ઝીંદગીની JOURNEY ની શરૂઆત કરી હતી.

મમ્મી, મારું DESTINATION અને મારી DESTINY બંને તું જ છે.

હું નાનપણથી જ મારી દુનિયાનો સ્પેલિંગ ‘UWORLDU’ લખું છું. કારણ કે MY WORLD STARTS WITH YOU AND ENDS IN YOU.

મમ્મી, સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી. કારણ કે, મારી દુનિયા તો તું છે.

લી. મમ્મીની દીકરી


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.