થાઇરોઇડ ડોકના નીચેના ભાગે મધ્યમાં આવેલી એક પતંગિયા આકારની નાની ગ્રંથિ છે. તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય (જીવન માટે કોષો જે દરે આવશ્યક ફરજો નિભાવે છે તે) દરને અંકુશિત કરે છે. ચયાપચયને અંકુશિત કરવા થાઇરોઇડ હોર્મોન્સ પેદા કરે છે, જે શરીરના કોષોને નિયંત્રિત કરે છે. મગજની નીચે ખોપરીના કેન્દ્રમાં આવેલી પીટ્યુટરી ગ્રંથિને જ્યારે થાઇરોઇડ હોર્મોન્સના અભાવની કે વધુ પડતા થાઇરોઇડ હોર્મોન્સના પ્રમાણની જાણ થાય છે ત્યારે તે તેના પોતાના હોર્મોન્સ (ટીએસએચ)ના પ્રમાણમાં વધઘટ કરે છે અને તેને થાઇરોઇડમાં મોકલે છે, તેણે શું કરવું તે જણાવવા માટે.

થાઇરોઇડ રોગ શું છે અને કોને થાય છે ?

જ્યારે થાઇરોઇડ વધારે હોર્મોન પેદા કરે છે ત્યારે શરીર તેણે કરવી જોઇએ તેનાથી વધારે શક્તિનો ઉપયોગ કરે છે. આ સ્થિતિને હાઇપરથાઇરોઇડિઝમ કહે છે. જ્યારે થાઇરોઇડ પૂરતા પ્રમાણમાં હોર્મોન પેદા કરતી નથી, ત્યારે શરીર તેણે કરવી જોઇએ તેનાથી ઓછી શક્તિનો ઉપયોગ કરે છે. આ સ્થિતિને હાઇપોથાઇરોઇડિઝમ કહે છે.

તમામ વયના લોકોને થાઇરોઇડ રોગ થઇ શકે છે. જોકે, પુરુષો કરતા સ્ત્રીઓને થાઇરોઇડ સમસ્યાઓ થવાની સંભાવના વધુ છે.

થાઇરોઇડ રોગ શાના કારણે થાય છે ?

થાઇરોઇડ રોગ થવાના વિવિધ કારણો છે.

નીચેની પરિસ્થિતિઓને હાઇપોથાઇરોઇડિઝમ કહે છે:

 • થાઇરોઇડાઇટિસ: થાઇરોઇડ ગ્રંથિનો સોજો છે. તે થાઇરોઇડમાં સર્જાતા હોર્મોન્સના પ્રમાણને ઘટાડી શકે છે.
 • હાશિમોટોઝ: થાઇરોઇડાઇટિસ રોગપ્રતિકારક પ્રણાલીનો પીડાવિહીન રોગ છે. તે આનુવંશિક છે.
 • પોસ્ટપાર્ટમ થાઇરોઇડાઇટિસ: બાળકને જન્મ આપ્યા પછી પાંચથી નવ ટકા સ્ત્રીઓને થાય છે. તે સામાન્યપણે કામચલાઉ સ્થિતિ છે.
 • આયોડિન ઉણપ: વિશ્વભરમાં લગભગ 10 કરોડ લોકોને અસર કરતી સમસ્યા છે. આયોડિનનો ઉપયોગ થાઇરોઇડ ગ્રંથિ હોર્મોન પેદા કરવા માટે કરે છે.
 • નિષ્ક્રિય થાઇરોઇડ ગ્રંથિ: 4000 નવજાત શિશુએ એકમાં જોવા મળે છે. જો તેનો ઇલાજ ના થાય તો, બાળક શારીરિક અને માનસિક રીતે વિકલાંગ થાય છે.

નીચેની પરિસ્થિતિઓ હાઇપરથાઇરોઇડિઝમ સર્જે છે:

 • ગ્રેવ્ઝ રોગમાં સમગ્ર થાઇરિડ ગ્રંથિ અતિ સક્રિય થઈ શકે અને વધારે પડતો હોર્મોન પેદા કરી શકે.
 • થાઇરોઇડના નોડ્યુલ્સ અતિ સક્રિય થઈ શકે છે.
 • થાઇરોઇડાઇટિસ વિકાર પીડાદાયક અથવા પીડાહીન હોઈ શકે છે. તે થાઇરોઇડ ગ્રંથિમાં સંગ્રહિત હોર્મોન્સને મુક્ત કરી શકે, જેને પરીણામે થોડાક સપ્તાહો કે મહિનાઓ માટે હાઇપરથાઇરોઇડિઝમ થઈ શકે છે. પીડાહીન પ્રકાર બાળકના જન્મ પછી સ્ત્રીઓમાં મોટા પ્રમાણમાં થાય છે.
 • વધુ પડતુ આયોડિન સંખ્યાબંધ દવાઓમાં જોવા મળે છે અને તેને પરીણામે કેટલાક લોકોમાં થાઇરોઇડ વધારે પડતા અથવા તદ્દન ઓછા હોર્મોન પેદા થાય છે.

હાઇપોથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમના લક્ષણો શું છે ?

હાઇપોથાઇડિઝમના લક્ષણો નીચે પ્રમાણે છે:

 • થાક
 • ભારે માસિક સ્રાવના વારંવાર આવતા સમયગાળાઓ
 • ભૂલકણાપણું
 • વજનમાં વધારો
 • સૂકી, ખરબચડી ત્વચા અને વાળ
 • ઘોઘરો અવાજ
 • ઠંડી સહન ના થાય

હાઇપરથાઇરોઇડિઝમના લક્ષણો

 • ચીડીયાપણું\વ્યાકુળતા
 • સ્નાયુની નબળાઇ\ધ્રુજારી
 • ઓછા માસિક સ્રાવના અનિયમિત સમયગાળાઓ
 • વજનમાં ઘટાડો
 • ઉંઘમાં વિક્ષેપ
 • થાઇરોઇડ ગ્રંથિ મોટી થવી
 • દ્રષ્ટિમાં સમસ્યા અથવા આંખમાં બળતરા
 • ગરમીથી સંવેદનશીલતા

થાઇરોઇડ રોગનું શરૂઆતમાં નિદાન થઈ જાય તો, લક્ષણો દેખાય તે પહેલાં સારવાર આ રોગને અંકુશમાં લાવી શકે છે. થાઇરોઇડના રોગો જીવનભરની સ્થિતિ છે. સંભાળપૂર્વકના સંચાલનથી થાઇરોઇડ ધરાવતા લોકો તંદુરસ્ત, સામાન્ય જીવન જીવી શકે છે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.