રાધા અને પાણી

જાય રાધા મારી જો પનઘટમાં પાણીડે,

હું કાન્હો થઇ હેલ ઉતારું.

ગાગરમાં પાણી હિલ્લોળે ચડે ને,

રાધાને આખીએ ભીંજવે.

જો ને કેવું મલકાતું મુખડું રાધાનું ને,

છલકાતું આવે ઓલું બેડલું.

તીરછી નજર રાધાની ઝરણા જેવી ને,

સાગરની ભીનાશ તેના કાળજે.

નિર્મળ નીર તેની કીકીઓમાં ભર્યા ને,

હવે દલડું કાનાનું જો જો ચોરશે.

સરોવર છલકાય, એમ છલકાયા હોઠ,

હવે પ્રીતની ચિનગારી ચાંપશે.

- - - -

ગોકુળ છોડી હવે રાધા આવી મથુરામાં,

અહિયાં પાણી ચકલીમાં આવે.

વૈભવ પનઘટનો સાવ લુંટાયો,

અહીં ડોલ ત્રણ પાણી માંડ આવે.

નિર્મળ જળના ગયા જમાના,

કોણ જાણે પાણી કેવા કેવા આવે.

વિસરાઈ વાંસળી ઓલ્યા કાનાની,

અહિયાં ગીતોય દ્વિઅર્થી આવે.

ભુલાયા રાસ જે ખેલતા ગોકુળમાં,

અહીં દરિયો પણ DJ સંગ નાચે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.