સ્વતંત્ર ભારતના પ્રથમ પંત પ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરુ ને ખુબ જ નજદીક થી જોવાની , સમજવાની તથા ચર્ચા વિચારના અને તેમની સાથે વાતો કરવાની પણ મને ઠીક ઠીક તકો મળી છે .ભારતના આજ દિવસ સુધીના તમામ વડાપ્રધાનો ને આજ રીતે મેં નજદીક થી જોયા છે, અનુભવ્યા છે અને તેમને સૌને ઓળખવા તથા સમજવાના પ્રયત્નો પણ કાર્ય છે . પંડિત જવાહરલાલ નહેરુ ની મારા પર અનોખી છાપ પડી છે . મેં તેમને મારા આદર્શ માન્ય છે આજે તા। 27 મી મેં પંડિતજીની પુણ્ય તિથી છે . તા . 27 મી મેં 1964 ના તેમને પાર્થિવ દેહ નો ત્યાગ કર્યો અને આજે જયારે તેમને શ્રદ્ધાંજલિ આપવા આપની પાસે ઉભો છું ત્યારે કેત્લાઓએ ભૂતકાળ આંખ સામે ખાડો થઈ જાય છે . મારા જીવન માં મને સૌથી વધારે વ્યથિત કરનાર બે દિવસો છે તેમનો એક 27 મી મેં અને બીજો 20 નવેમ્બર 1982 જયારે હું ઇન્દિરા બહેન થી જુદો પડ્યો .

પંડિત નહેરુના આકસ્મિક નિધન થી ભારત વ્યથિત થાય તે સ્વાભાવિક છે પણ આખી દુનિયા ને તે ઢળે ખુબ ઊંડી વેદનાનો અનુભવ થયો .આવા અવસરો પર પ્રેમ તથા શ્રદ્ધા ની જે અભિવ્યક્તિ થાય છે તે ખુબ જ મુલ્યવાન હોય છે કારણકે તે અંતર માંથી તેના સહજ રૂપ માં બહાર ર નીકળી પડે છે અને જો આપ તે દિવસના આ વિશ્વવ્યાપી ઉદગાર ને આજે યાદ કરો તો પણ પંડિતજી કેટલી મહાન વ્યક્તિ હતા તેની ઝાંખી થયા વિના રહેશે નહિ . પંડિતજીના જીવનના કેટલાક પાસાઓ છે જે પોકારી પોકારી ને એક બીજાની હરીફાઈ કરે છે અને તેમન જીવનનું કયું પાસું સૌથી વધારે તેજસ્વી હતું તેનો જયારે વિચાર આવે છે ત્યારે વિશ્વશાંતિ ની ઝંખના વાળા શાંતિદૂત પંડિતજી સૌથી મોખરે દેખાયા વિના રહેતા નથી .

યુ . એસ . એ ના પ્રમુખ જોન્સેને તેમને અંજલિ આપતા કહ્યું કે " વિશ્વ માં કોઈ યુદ્ધ ન થાય એથી વધારે નેહરુ ને ઉપયુક્ત કોઈ શ્રદ્ધાંજલિ કે સ્મારક ના હોઈ શકે " દુનિયાભર ના દેશો ના અગ્રણીઓમાં બધાથી અધિક જેમને માનવશાંતિ ની ઈચ્છા તથા ખોજ માં વધારે માં વધારે શક્તિ ખર્ચી છે . આજે પણ દુનિયાની સૌથી મોટી અને સૌથી અગ્રતા પર આ સમસ્યા છે। યુધ્દ્ધ વિનાની દુનિયાની શોધમાં તેમને માનવ માત્ર ની સેવા કરી છે . ગાંધીજીનો પણ આજ આદર્શ હરો અને પંડિતજી નો પણ . મને વિશ્વાસ છે કે સારા સંસારના રાજકીય અગ્રેસરો પંડિતજી ની સ્મૃતિમાં તેમના આ આદર્શ ને મૂર્તિમંત બનાવવા બધું કરી છૂટશે . અમારો દેશ આ આદર્શ ની સ્થાપના માટે પ્રતિબદ્ધ છે અને આ મહાન નેતાની સ્મૃતિ માં તેમને શ્રદ્ધાંજલિ આપતા અમારી આ પ્રતિજ્ઞા નો પુનરોચ્ચાર કરીએ છીએ .

મહારાણી એલિઝાબેથે પણ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે માત્ર રાષ્ટ્ર સમૂહ ના દેશો નહિ પણ આખાય વિશ્વની શાંતિ પ્રેમી પ્રજા આજે ઊંડા દુઃખ તથા શોક ની લાગણી અનુભવી રહી છે . યુગોસ્લાવિયા ના માર્શલ ટીટો એ કહ્યું હતું કે દુનિયામાં જે તટસ્થ દેશો છે , જે દેશો વિકાસની મંજલ પર આગળ વધી રહ્યા છે તે સર્વે તથા અર્થમાં આખી દુનિયા એ આજે શાંતિના એક મહાન યોદ્ધા ને ખોયો છે . તેમના નિધન થી સારાયે પ્રગતિશીલ જગતને એક જબરદસ્ત ધક્કો લાગ્યો છે .

પ્ત્તાભીસીતા રામૈયા એ કહ્યું હતું કે આપના પ્રધાન મંત્રી ની સંદેહ સંસાર ના રાજનીતિજ્ઞનો માં સૌથી મહાન છે કેમકે આટલાંન્ટીક અને પેસિફિક મહાસાગરને મેળવનાર આધારશીલા ભારતવર્ષનું સુકાન સાચવી રહ્યા છે તથા ત્યાંથીજ વિશ્વશાંતિ ની રક્ષા નું મહાન અને ગૌરવપૂર્વક દાયિત્વ-ભાર પોતાના સમર્થ ખભા પર વહન કરી રહ્યા છે .

બારમાં ના મુખ્ય પ્રધાન નેવીને કહ્યું હતું કે જવાહ્ર્લાલા નેહરુ માત્ર એક દેશભક્ત ન હતા જોકે ભારત ની જનતાના લાડકવાયા પણ હતા - પણ આખા વિશ્વના એકમાત્ર રાજકીય નેતા હતા જેમને પોતાની દૂરદર્શિતા થી શાંતિ તથા આંતર રાષ્ટ્રીય સદભાવના માટે આખું જીવન વિતાવ્યું હતું . મારા જેવા કેટલાયે તેમના નિધન થી આજે દુઃખ અનુભાઈ રહ્યા છે કે તેઓ તેમને સાચા અર્થ માં

જાણતા હતા .

ઈન્ડોનેશીયા ના પ્રમુખ સુક્ર્ણ એ કહ્યું હતું કે - ભારત ની જબ્તા ના મહાન નેતા હોવા સાથે જવાહરલાલ નહેરુ ઈન્ડોનેશિયાની આઝાદી માટે જે યોગદાન આપ્યું છે તે માટે આ દેશની પ્રજા તેમની સદાય ઋણી રહેશે .

બટ્રેન્ડ રસેલે કહ્યું કે - માનવ સમાજ માટે પંડિતજીનું સૌથી વધારે મહત્વ નું યોગદાન હતું . જે તટસ્થતા નું તેમને નિર્માણ કર્યું તેને અનેક યુદ્ધો ને રોક્યા . અમે તેના મૃત્યુ થી ખુબ દુ ખી થયા છીએ

આવજ રીતે દુનિયાના એક છેડાથી બીજા છેડા સુધીના સર્વે દેશોના રાજ્નીતીજ્ઞો એ તેમને વિશ્વશાંતિ માટે જગત માં સૌથી વધારે યોગદાન આપનાર મહાન વિભૂતિ તરીકે યાદ કરી પોતાની ઉષ્માભરી શ્રદ્ધાંજલિ આપી હતી . સ્વતંત્ર ભારતના પ્રથમ પંત પ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ માત્ર ભારતના જ નહિ પણ સારા સંસાર ની એક મહાન પ્રતિભા હતી . તેઓ આપની સભ્યતા,સંસ્કૃતિ અને રાષ્ટ્રીયતા ના પ્રતિક હતા . તેમને પોતાને રાષ્ટ્રીય જીવન સાથે એટલા આત્મસાત કરી દીધા હતા કે તેમના વિના આજના ભારત ની કલ્પના કરવી પણ મુશ્કેલ છે . આંતરરાષ્ટ્રીય જગત માં આપના દેશને જે ખ્યાતી તથા સ્થાન મળ્યા છે તેમાં પણ તેમનો મુખ્ય ફાળો છે .

પંડિતજી એ પોતાની આખી જિંદગી શોષણ તથા ઉત્પીડન ના વિરોધ માં સંઘર્ષ કર્યો છે . તેમને સામ્રાજ્યવાદ ની નાગચૂડ તથા શોષણગીરી માં સપડાયેલા એશિયા તથા આફ્રિકા ના કરોડો મનુષ્યો ના મુક્તિદાતા કહેવામાં જરાય અતિશયોક્તિ નથી . એ શાંતિ ના અગ્રદૂત હતા . એઓ સહયોગ તથા સદભાવનાના આધાર પર આંતરરાષ્ટ્રીય જગત માં શાંતિપૂર્ણ સહ- અસ્તિત્વ માટે ઝઝૂમ્યા . અણુબોમ્બ કે વિનાશકારી શસ્ત્રો ના ભાર થી ત્રસ્ત માનવતાની સુરક્ષા ને માટે તેમને દુનિયાના રાજનીતિજ્ઞ ને પોકારી પોકારી ને કહ્યું હતું કે - કેવળ શાંતિ ના માર્ગ થી જ માનવતાનું કલ્યાણ થઈ શકશે . ઈતિહાસ આવત ની સાક્ષી પૂરી પડે છે કે તેમની છેલ્લી સત્તર વર્ષ ની રાજકીય કારકિર્દી માં એવા કેટલાક અવસરો આવ્યા જેમાં વિશ્વ યુદ્ધ ના ભણકારા બગ્યા પણ પંડિતજી એ યુદ્ધ ઉત્સુક બંને ગુતો ને સમજુતી નો રાહ બતાવી , વિશ્વશાંતિ ની રક્ષા કરી અને યુદ્ધ થતા અટકાવ્યું . આ શાંતિદૂત ના નિધન થી વિશ્વની સંપૂર્ણ માનવ સમજે પોતાનો રક્ષક ગુમાવ્યો છે .

શ્રી જવાહરલાલ નહેરુ રશિયન પ્રજાના પણ સુથી વધારે આદરમાન વ્યક્તિ હતા . 1955 ની તેમની સોવિયત સંઘ ની યાત્રા એ બન્ને દેશોની મૈત્રી ની જબરદસ્ત અભિવ્યક્તિ સિદ્ધ કરી . આ સમયે તથા 1961 માં પંડિતજી સોવિયત સંઘમાં જ્યાં ગયા ત્યાં રશિયન પ્રજા એ તેમનું લાગણી ભર્યું ભવ્ય સ્વાગત કર્યું .સોવિયેત નેતા આઈ . એ . બેનેવીક્તોવે તેમના નિધન વખતે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે જવાહરલાલ નહેરુ નું દેહાવસાન ભારત તથા પૂરી દુનિયા માટે એક ઘોર દુઃખદ ઘટના છે . સોવિયત સંઘ ના સાચા મિત્ર તથા વિશ્વના રાષ્ટ્ર શાંતિ ના હિત માટે દિવસ-રાત કામ કરનાર એક સાહસી રાજનેતા ને આજે આપને ખોઈ બેઠા છીએ . સોવિયેત સંઘ ની પ્રજા આજે ભારત પર પડેલા દુ ખ ની ભાગીદાર છે અને હદય પૂર્વક સહાનુભુતિ પ્રગટ કરીને તેમના તરફ વધારે મજબુત મૈત્રી નો હાથ બઢાવે છે .

સાઉદી અરેબિયાની પંડિતજીની મુલાકાત વખતે ત્યાની સ્ત્રીઓ વર્ષો જુનો પોતાનો બુરખો ફેંકી દઈને પણ આ શાંતિ ના ફરિશ્તા ના દીદાર માટે સડકો પર દોડી આવી હતી .

પંડિતજી માનતા હતા કે ભારતની અંદર જીવંત શાંતિ માટે સમાજવાદ તથા ભારતથી બહાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તટસ્થતા ના માધ્યમ થી શાંત સહજીવન ખુબ જ જરૂરના છે . એટલે જ તેઓ સ્વતંત્રતાની લડતના દીવ્સોથીજ યોજનાબદ્ધ અર્થ્નીતીથી આપના રાષ્ટ્ર નું પુન નિર્માણ થઈ શકે એમ માનીને જ ચાલતા હતા . સમાંજ્વાદમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી . તેમનો સમ્જ્વાદ રૂઢિવાદ થી ઘેરાયેલો કોઈ પુસ્ત્કીઓ નો સમ્જ્વાદ ન હતો તેમના સમાંજ્વાદમાં માનવતાના કલ્યાણ ના અધિકારો તથા આપના રાષ્ટ્રની સૂઝ-બુઝ નું સંપૂર્ણ સિમ્મિક્ષ્ન હતું . આપના રાષ્ટ્ર , જીવનમાં આપના રાષ્ટ્ર પિતા મહાત્માજી એ ચેતના ઉત્પન્ન કરી એ જેટલું સાચું છે તેત્લુજ સાચું છે કે પંડિતજી એ આપણને આર્થિક તથા સામાજિક ક્રાંતિ ના નવા મોડ પર લાવો ઉભા કાર્ય . તમની એ નિશ્ચિત માન્યતા હતી કે રાજનૈતિક સ્વતંત્રતા ત્યારે સુર્ક્ષિત રહી શકે જયારે લોકો આર્થિક વ્યવસ્થાથી સંતુષ્ટ હોય . 15 ઓગસ્ટ 1947 ના જયારે તેઓ પ્રધાનમંત્રી બન્યા ત્યારે વારસા માં તેમને બિલકુલ ખોખલી અર્થવ્યવસ્થા મળી હતી . વિદેશી શાસન ના લગાતાર દમનથી જન-સધાર્નની કલ્પના શક્તિ તથા ઉત્સાહ મૃતપાય થઈ ચુક્યા હતા પણ ખુબ જ આત્મ વિશ્વાસ થી પંડિતજી એ દેશનું પુન: નિર્માણ આર્થિક વિકાસ નું કામ ઉપાડી લીધું . એને આપની પંચવર્ષીય યોજનાઓ તેની જીવંત સાક્ષી પૂરે છે . ભાંખરા - નાંગલ બંધના સદર્ભમાં તેમને કહ્યું હતું કે આજના જમાનામાં સૌથી મોટા મંદિર , મસ્જીદ અને ગુરુદ્વારાઓ આ પ્રોજેક્ટો છે જે મનુષ્ય માત્ર ના કલ્યાણ માટે ઉપયોગ માં આવે છે .તેમને પોતાનું આખુયે જીવન માનવ-સમાજ ના ભલા માટેજ ખર્ચી બતાવ્યું . ત્યારે બીજી બાજુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વશાંતિ તથા એક વિશ્વ સંપ્રદાય ના વિચાર માં તેમને ખુબ વિશ્વાસ હતો અને ધર્મ નિર્પેક્ષતા પણ વિશ્વશાંતિ માટે એટલી જ જરૂરી હોવાનું તેઓ દ્રઢ પાને માનતા હતા . તેમને સંયુક્ત રાષ્ટ્ર ના ઉદેશ પત્ર પર સંપૂર્ણ શ્રદ્ધા હતી .તે માનતા હતા કે અણુશસ્ત્રો ના યુગમાં , યુદ્ધો નો અર્થ એકજ હોએ શકે અને તે સભ્યતા ના બધા મુલ્યો નો વિનાશ એટલેજ તો તેઓ ઇચ્છતા હતા કે આજના વિભ્રમિત વિશ્વમાં રાજકીય નેતાઓને જો કૈક કરવાનું હોય તો , તનાવ અને સંઘર્ષ ને બિલકુલ હટાવી સદભાવ તથા પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઉભું કરી , યુદ્ધ ના સહરા વિના આંતરરાષ્ટ્રીય મતભેદ દુર કરી શકીએ તેવું સર્જન એજ પંડિતજી ને સાચી શ્રદ્ધાંજલિ અને એટલે જ તો જે જગ્યા એ તેમના દેહની અંતિમ ક્રિયા કરવામાં આવી તેને શાંતિવન કહેવામાં આવે છે .

આજે પંડિતજી આપની વચ્ચે નથી પણ આપના સૌનું એ સર્વોપરી કર્તવ્ય બની જાય છે કે જે દેશને તેઓ અને આપને સૌ ખુબ જ પ્રેમ કરીએ છીએ તેની રક્ષા અને આર્થિક તથા સામાજિક પુન : નિર્માણ ના કાર્ય માં મોટામાં મોટી કુરબાની દેવામાં પણ જરાય અચકાઈએ નહિ .

તેમના નેતૃત્વ નીચે કામ કરવાની જેમને તક મળી છે તે લોકો તો જાણે જ છે કે આ દેશ પ્રત્યે તેમને કેટલો પ્રેમ હતો . તેમના દેશપ્રેમ નું આથી મોટું પ્રમાણપત્ર બીજું શું હોઈ શકે કે તેમને તેમના વસિયતનામામાં પોતાના અસ્થી ને ખેતરોમાં તથા ભારતની જનતા જ્યાં વધારે ચાલતી હોય તેવા ચોગનોમાં છનતી દેવા લખ્યું છે કે જેથી કરી ને ભારતની પ્રજાના ચરણ નીચે,ભારતની ધરતી ના અનુએ અનુ માં તેઓના દેહનું વિલન થઇ જાય . આપની એ બની રહે છે કે આ ધરતી પર અધિક માં અધિક સમૃદ્ધી, સુખ અને શાંતિ નું વાતાવરણ ઉભું કરી પંડિતજીના સ્વપ્નના ભારતનું નિર્માણ કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ . પંડિત જવાહરલાલ નહેરુ ઘણું જીવો .

બાકી રહેલો મારી રાખ નો મોટો હિસ્સો પણ નિકાલ કરી નાખવાનો છે આને એરોપ્લેન માં આકાશમાં ઉંચે લઇ જી ત્યાંથી ખેતરો માં જ્યાં ખેડૂતો મહેનત કરે છે ત્યાં ફેંકી દેવાનો છે કે જેથી કરી ને તે ધૂળ તથા ભારત ની ધરતી સાથે ભળી જાય અને જુદો ન પડી શકાય તેમ ભારતનો એક ભાગ બની જાય .

શ્રી નહેરુજી ના મૃત્યુ સુધી આ મહાન સાહિત્યકારને પોતાની ફરજનું હમેશા ભાન રહે તે માટે તેમની ટેબલ પર રોબર્ટ ફ્રોસ્ટ ની પ્રખ્યાત કવિતાની નીચેની પંક્તિઓ એક સુંદર ફ્રેમ માં મૂકી રાખી હતી ....

" woods are lovely dark and deep

But I have promises to keep

And miles to go before I sleep

And Miles to go before I sleep.."gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.