મૂળ લેખક : એકતા શારદા

મૂળ ભાષા : હિન્દી

અનુવાદ : ઉષા મહેતા

સંસ્કાર શબ્દ સાંભળતા જ આપણા દીમાગ મા સભ્યતા ની લાગણી છવાઈ જાય છે. સંસ્કાર આપણને સામાજિક રૂપ થી આપણું કર્તવ્ય શીખવાડે છે .

બદલાતો પહેરવેશ, બદલાતુ વાતાવરણ અને બદલાતી શિક્ષણ પધ્ધતિ નેં કારણે આપણા બાળકો નુ રહેનસહેન એકદમ બદલાઈ ગયું છે.અને પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલી હદે સવાર થઈ ગઈ છે કે હવે સંસ્કાર શબ્દ જાણે તેમને જરીપુરાણો લાગે છે.એના ભયંકર પરિણામ પણ દેખાઈ રહ્યા છે આજે છોકરાઓ ને સંયુક્ત પરિવાર થીદુર થઈ સ્વતંત્ર પરીવાર માં રહેવાનું પસંદ કરે છે.પોતાને રો ૌક ટોક કરનાર નો એ લોકો વિરોધ કરતા થઈ ગયા છે.અને ર હસહી કસર ટી.વી અને સીરીયલો એ પુરી કરી દીધી છે.આજે માતા પિતા એપણ વીચારવૂ જોઇએકેજે સંસ્કાર એમને વારસામાં મળેલ છે એનું યોગ્ય રીતે આવનારી પેઢી ને આપણે આપી રહ્યા છે કે નહીં? દરેક સમાજ ની પોતાની કોઇ નીતીરીતી , પરંપરા હોય છે કોઈ ધાર્મિક માન્યતા હોય છે.જેને આપણે સંસ્કાર કહીએ છીએ.આ

સંસ્કાર અગર ભાવી પેઢી સુધી નહીં પહોંચે તો તે નષ્ટ થઈ જશે એ પણ સત્ય છે કે સમય ની સાથે સાથે સંસ્કાર માં પણ ક ઇક પરીવર્તન થઈ રહ્યા છે.પરંતુ લુપ્ત નથી થયા.કોઇ નવી વાતો જોડાઇ જાય છે.તો કોઇ જુની વાતો છુટી પણ જાય છે . કોઈ સુધારા પણ થઈ જાય છે તો ક્યાંક અહિત પણ .

હવે જ્યારે જુના જમાનામાં લાંબા ઘુંઘટ ની પ્રથા હતી તે આજે નહિવત જેવી રહી છે એ કાંઇ શરમ ની વાત નથી.શરમ તો વ્યક્તિ ની આંખ માં હોય છે.ઘુઘટ ,લાજ માં નહીં.ઘુઘટ જ્યાં માનસિકતા ને સંકીર્ણ બનાવતા હતા ત્યાં માત્ર આદર પણ ઇન્સાન નં ઉંચા કરી દે છે .બસ સંસ્કાર નુ મુલ સ્વરુપ નહીં બદલાવૂ જોઇએ.બાકી તર્ક વિતર્ક તો માનવ સ્વભાવ છે

જેવી રીતે કેટલીક વાતો બાળકો

સમક્ષ ન કરી શકાય,એજ રીતે થોડો સંકોચ , મર્યાદા વડીલો ની સામે પણ રાખવો જોઈએ.વડીલો પ્રત્યેઆપણો વહેવાર નાના ઓ ને પ્રેરીત કરે એવો હોવો જોઈએ.

",જેવૂ વાવો તેવું લણો" એ કહેવત એકદમ સાચી સાબિત થાય છે.સંસકાર આપણી સભ્યતા અને સંસ્કૃતિ ની ઓળખ છે.ઘરમા જોયેલ સંસ્કારી વાતાવરણ માણસ ને સામાજિક ઉત્તરદાયિત્વ પણ શીખવે છે તે પોતાના થી પર બીજા ની માટે વીચારે છે

પરંપરા આપણા જીવન નું અભિન્ન અંગ છે અને આ વાત આપણે આપણી આગલી પેઢીને સમજવાની છે.સંસ કાર વીહોણી વ્યક્તિ નું જીવન નીરાકાર છે કારણ કે એના આકારમાં સામાજિક ઉત્તરદાયિત્વ છે જ નહીં.તે ફક્ત સ્વાર્થી અને મતલબી જીવન જ જીવી શકે. સંસ્કાર જ્યાં આપણને આપણા થી જોડે છે અલબત્ત ભાવી પેઢી ને સંસ્કારી બનાવવી એટલું અઘરું નથી જેટલૂ આપણે વીચારીએ છીએ.

જે પરીવારો માં બચપણ થી વડીલો ને પગે લાગવું ધાર્મિક કાર્યક્રમો માં ભાગ લેવો તથા પારીવારીક આયોજન મા સામેલ થવા નો અવસર મળે છે ત્યાં સ્વયં જ દીક્ષિત થતાં જાય છે. પણ જે પરીવાર માં બાળકો પર ધ્યાન નથી અપાતું તે સંસ્કાર માં પાછા પડી જાય છે. એવામાં માતા-પિતા વ્યસ્તતા નુ બહાનું ધરીને બાળકો ને સંસ્કાર શૂન્ય કરતા થઈ ગયા છે છોકરી ઓ ને પણ પાકશાસ માં સર્વ ગુણ સંપન્ન તો નહીં પણ પાયા ની વાતો તો શીખવાડવી જ રહી. મોટાને આદર , નાના ને પ્રેમ અને આપસમાં સમાનતા તો આપણે ઘરમાં જ શીખવાડી શકીએ છીએ.બહાર ની દુનિયા આપણા હીસાબે નથી ચાલતી.

આપણી ફરજ છે કે કે પાયાના સંસ્કાર આપણા બાળકો ને આપીએ એવું નથી કે સંસ્કાર નુ વહન કરવાની જવાબદારી ફક્ત છોકરી ઓ ની જ છે , છોકરાઓ એ પણ આ દાયિત્વ સંભાલવુ રહ્યું.

પોતાનું આચરણ એવું બનાવીએ કે આવનારી પેઢી એનું અનુકરણ કરે. જ્યાં પરંપરા ને આગળ વધારી સમાજ ને સુરક્ષિત આધાર આપવો આપણું કર્તવ્ય છે.એજ સંસ્કૃતિ છે.અનૈ વડીલો ની નૈતિક જવાબદારી છે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.