પ્રસુતિની પીડાએ સોનુને હરાવી દીધી. આ ત્રીજી પ્રસુતિ વખતે તે બસ શરીરથી જ સહમત હતી. પ્રથમ બે દીકરીઓ ના જન્મથી તેને સંતોષ હતો , પણ બકુલ માની ઈચ્છાને માન આપીને ને થોડે ઘણે અંશે પોતાની મહેચ્છાને લીધે ત્રીજી વખત સોનલ ને રાજી કરવામાં સફળ થયો હતો. બસ હવે છુટકારો થયો ને રડવાનો અવાજ આવ્યો,ને કલાકમાં વિરમી ગયો એ અવાજ..

બને દીકરીઓ ના લગ્ન લેવાના હતા ને કન્યાદાન સોનલ એકલી કરશે એ શરતે જ લગ્ન ગોઠવાયા હતા. બહુ સરસ રીતે ભણેલી હતી બને દીકરીઓ. આજે સોનલની આંખ સામે આવી ગઈ એ છૂટકારા ની રાત જ્યારે બકુલ કહેતો હતો કે ' કાંઈ વાંધો નહિ દીકરી જ હતી, બહુ શોક કરમા'. ને સોનલ બને દીકરીઓ ને લઈ ને નીકળી ગઈ એ અકળાવનારા ઘરમાંથી થીજી ગયેલા આંસુ સાથે. બકુલ જોતો રહ્યો તેની પીઠ તરફ બસ થીજી ગયેલ લાગણી સાથે....

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.