સામગ્રી :- 500ગ્રામ બાજરી, 50 ગ્રામ તુવેરની દાળ, 3ચમચી ચ.દાળ, 50 ગ્રામ ગોળ, 2ચમચા આદુ-મરચાંની પેસ્ટ,લીલી હળદર (કેસરી), સ્વાદ અનુસાર મીઠું, લીલા ધાણા.

રીત:- સૌ પ્રથમ બાજરીને ધોઈ લો. ચારણીમાં નીતારીને મિકસરમાં એક આંટો ફેરવી પીસી લો. નાની-મોટી ત્રણ ચારણી વડે ચાળી લો. નાના-મોટા એમ ચાર ભાગ તૈયાર થઈ જશે. દરેક ભાગને સૂપડાં વડે ઝાટકીને છોડાં કાઢી લો. સૌથી નાનો ભાગ એટલે કે લોટને અલગ રાખવો. (મૂઠીયાં બનાવવા માટે)

હવે તુવેરની દાળને બાફી લો. એક તપેલામાં બાજરી કરતાં ત્રણ ઘણું પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં બાફેલી તુવેરની દાળ નાંખો. બાજરીનો સૌથી મોટો ભાગ ઉમેરો. મીઠું, આદુ-મરચાંની પેસ્ટ, લીલી હળદર નાંખી ને ચડવા દેવું. ત્યારબાદ તેનાથી નાનો ભાગ ઉમેરવો. અને ચડવા દેવો. હવે સૌથી નાનો ભાગ ઉમેરી તેને પણ ચડવા દેવું. ખીચડીને સતત હલાવતાં રહેવુ. જરૂર પડયે પાણી ઉમેરતાં રહેવું. બધું ચડી જાય પછી તેમાં ગોળ ઉમેરવો. બરાબર મીકસ કરી દેવું. ગોળ ઓગળી જાય એટલે તેમાં મૂઠીયાં ઉમેરવા. મૂઠીયાં ભાંગી ન જાય તેવી રીતે ખીચડીને હલાવવી. લીલાધાણાથી ગાર્નિશ કરવું.

મૂઠીયાં બનાવવાની રીત :- બાજરીનો ઝીણો લોટ, 1ચમચી ઘઉંનો કકરો લોટ, 1ચમચી ચ.લોટ આદુ-મરચાંની પેસ્ટ, છીણેલી લીલી હળદર, મીઠું સહેજ તેલનું મોણ નાંખીને પાણીથી લોટ બાંધવો. એક-એક ઈંચના નાના-નાના મૂઠીયાં વાળવાં. મૂઠીયાંને તેલમાં તળીને તૈયાર કરવાં.

બાજરીની ખીચડીને રીંગણના રવૈયા, કઢી, કાચાતેલ સાથે પીરસવી.


નોંધ:- બાજરીની ખીચડી ગરમ તો સારી લાગે જ છે. ઠંડી પણ એટલી જ સરસ લાગે છે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.