વોટ્સ એપ ને ફેસબુકની પેલે પાર,

એક દુનિયા શોધીએ, ચાલને યાર.

જ્યાં એકબીજાનો હાથ પકડીને બેટરી રિચાર્જ થતી હોય,

જ્યાં કોઈ જ કારણ વિના ખુશીઓ ડિસ્ચાર્જ થતી હોય.

જ્યાં નેટવર્ક એક પણ ન આવે અને તેમ છતાં આપણી વચ્ચે કનેક્શન હોય,

જ્યાં ઈમોજી નહિ ફક્ત મોજ હોય અને તારા ચહેરાના ચહેરાના એક્સપ્રેશન હોય.

ચાલ ને યાર, એક એવી દુનિયા શોધીએ

જ્યાં શબ્દ લખાતો ન હોય, બોલાતો હોય

હોઈએ ફક્ત આપણે બે અને આપણી પાસે બહુ બધી વાતો હોય.

જ્યાં કોઈ DP બદલાય નહિ, કવર પેજ પણ એનું એજ.

આસપાસ ખુલ્લું આકાશ હોય અને આવતું હોય ફક્ત તારું કવરેજ.

જ્યાં મેસેજ મળ્યાની જાણ પેલી બ્લ્યુ ટીકથી નહિ, તારી આંખોથી થાય

તું ‘Typing Typing....’ જેવું કશું ન કરે અને છતાં તારી આંખો આપી દે રિપ્લાય.

ચાલને યાર, એક એવી દુનિયા શોધીએ

જ્યાં હળવેથી હાથ મુકીએ ને કોઈ માણસ અનલોક થાય,

ગમતું વાતાવરણ મળ્યા કરે અને અણગમતું બધું જ બ્લોક થાય.

જ્યાં પ્રેમથી ગળે મળીએ ને મનમાં રહેલા બધા ડેટા એક સાથે ટ્રાન્સફર થાય.

દોસ્ત, તું મોબાઈલ કે લેપટોપ જેવું કશું જ ન હોય અને છતાં મને તારી કદર થાય.

ચાલ ને યાર, એક એવી દુનિયા શોધીએ.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.