તને મળવાનું મન થાય છે.

તારી હિર્ણાક્ષી આંખોની ચમકથી અંજાઈને,

એટલે જ હવે મને, તને મળવાનું મન થાય છે.

આંખ જ હોય છે પ્રેમના દરવાજાની ચાવી,

એ જ આંખોથી હવે તાળું ખોલવાનું મન થાય છે.

હજુ હટતી નથી નજર તારા ચેહરા પરથી,

એટલે જ હવે મને, તને મળવાનું મન થાય છે.

વિચારું છું મનમાં તારા જ અસ્તિત્વ વિશે,

એ જ મનથી તને ખુદમાં સમાંવાનું મન થાય છે.

પ્રેમ એટલે શું એ શીખવ્યું તારા વર્તને મને,

એટલે જ હવે મને, તને મળવાનું મન થાય છે.

શીખવ તારી સ્કુલમાં મને થોડા પાઠ પ્રેમના,

એ જ પ્રેમથી તને પ્રેમમાં ડુબાવાનું મન થાય છે.

તારા અવાજની મીઠાશને ભરી મારા હૃદયમાં,

એટલે જ હવે મને, તને મળવાનું મન થાય છે.

એ જ મીઠા અવાજમાં મેળવી મારો ઘેઘુર અવાજ,

એકલા ના હોવાનો એહસાસ કરાવાનું મન થાય છે.

હજુ તો શરૂઆત છે આ મધમીઠા કઠોર સફરની,

એટલે જ હવે મને, તને મળવાનું મન થાય છે.

તસ્વીરને કેટલા દિવસ ભર્યા કરું મારી આંખમાં,

હવે તો તસ્વીરને પણ તકદીર બનાવાનું મન થાય છે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.