સુર્ય અસ્તાંચળની તૈયારીમાં હતો,રમીલાએ ઘર પછવાડે ઓવરેલા રાયમરચા બારીયા પણ લગીરેય ખજાની ન થઈ,આ જોઇ આશ્ચર્યથી ઘરની બહાર નીકળી,લોકો ગોધણને લઇ ઘર પછવાળે બાંધી રહ્યાં હતાં,નટખટ બાળકોની ફોજ ફળિયામાં ઉદ્યમ મચાવી રહી હતી,વાયરો મંદ મંદ લીમડીની ડાળખી ઝુલાવી રહયો હતો,જોત જોતાંમાં તારલા ચમકવા લાગ્યા પણ ચાંદ ન જાણે ક્યાં વાદળોની કેદની સજા ભોગવતો હશે તેં હજી ભાસ્તો નથી.લોકો તુલસી ક્યારે દીવો કરી સંધ્યા આરતીને ટાણે મંદીર તરફ જવા લાગ્યા,શંખ ધ્વનિ સાથે ઝાલરોને ધંટનાદથી ચો તરફ આરતીનો ટહુકો પ્રસરીયો.

પણ રાત આજે રાતિ અનેં ઘેરી થઈ હતી,ઘરને ઓટલે બિલાડી આવી ઘરને ટગરટગર તાકી રહી,હટ કરતા તેને હડસેલી,રમીલાની ડાબી આંખ કયારની ફફડી રહી હતી,ન જાણે ક્યાં અમંગળ નડે એતો કોને ખબર મનમાં ને મનમાં હનુમોંન દાદાને સ્મરો હે દાદા રખોપા કરજે હજી પરણીને વર્ષ દાળોય નથી થયો ને સુહાગ ખાટલે પડયો છે તેં ઉભો થવાનું નામ જ નથી લેતો.ન જાણે કેટલા વૈદ્ય,હકીમ અનેં દવાખાના બદલા પણ મારી હારી શોક જેવી માંદગી છે કે એ ખહવાનું નામ જ નથી લેતી,કેટકેટલીક બાધા માંની વ્રત,ઉપવાસ કર્યા પણ બધુ જ ફોક સાબીત થયુ,સાસરે આવી છ મહિના થઈ ગયા, ન જાણે પિયરિયા સાથે ક્યાં જન્મનો વેર હશે તેં એક વાર લૂગડાં પેરાવ્યા પછી વળીને હાલ ચાલય પૂછવા નથી આવતાં,રોજનાં મહેણાંટોણા સાંભળીને રમીલાનાં કાનો અપમાન ઝેલવા ટેવાઈ ગયેલાં હતાં.

રમીલાની હાલત જીવતી ડાકણ જેવી થઈ ગઇ છે.રુપ રુપનો અંબાર ઓસરી ગ્યો છે,આ માત્ર છ મહિના માં તો ઘરનું વયત્રાંગીરી કરી કરી ને અડધી થઈ ગઇ છે, તેં ધરની બહારે સાંમભેલાથી મરચા ખાંડી રહી છે,ખાંડતાં ખાંડતાં થયુ કે જીવતર પણ ખાંડી નાખું,બધી જફા જાય,રમિલા વરની બીજી પરણેલી પત્ની હતી,વરની ઉંમર થઈ હતી.મંદવાળ આવેએ બહુ સાહજિક વસ્તુ હતુ,પણ આરોપ રમીલાનાં માથે જ ચડતા,સાંસુ રંમિલા ને જણે દુશમન જોતી હોઇ તેમ એકની એક કેસટ વગાડી જ રાખતી,શખણી આવી તારની કન્યાદાનમાં મંદવાળ લઇ ને આવી છે પોતે હાજીહમી ફરે છે અમને જ અમને જ કઈ ને કઈ જીવને ઉપાદી રહે છે,રાંડ ઓછા લાકળે બળે એવી નથી એ તો કોકનો જીવ લઇને જ જવાની મારા દિકરાને ભરખી જવાની,બરીયું અમારું ફૂટેલું ભાગ્ય કે ક્યાં ચોઘડિયામાં આને ઘડિયા લગ્નમા આને પરણી લાયાને બાપ અમારે પસ્તાવાનો વારો આયો ને પેલા પાઘીયા નાય દિકરા મરે તેંઆવી અમને જોહી આપી, હનાન ન આવે કઈ જોવું છે તેં એનાં જીવને હંતાપ

રમીલાનાં દુખનો પાર નહતો પણ પિયરનાં દરવાજા પણ બંધ હતાં,બે વારનો રોટલો મળે એજ સુખ બાકી આખો દીવસ કામને માંદા પતિની સારવારમાં ને સાસુની ગાળો સાંભળવામા સમય નીકળી જાય,આ તાવ હતો કે શુ ખસવાનું નામ જ નથી લેતું ગામનાં બધા જ કહે છે માન ન માન પણ જગ્લા માં કોક ઝંડ કાંતો બારની વસ્તુ પેઠી છે,જે એને હાંજો હમો જ નથી થવા દેતી.રમીલા બધાંની વાતો સાંભળીયાં કરતી,પણ મનનાં વહેમની કોઈ દવા નથી હોતી એટ્લે જ આજે ગામનાં એક નટુ તાંત્રિક ભુવાને તેં સવારનું કહી આવી હતી

સમય મજુબ બરોબર અડધી રાતેં ઘરનું બારણું ખખડે છે,કૂતરાને ભૂતળા દેખાય તેં આજ બધાજ કૂતરાઓ ભશા ભશ કરી રહ્યાં હતાં,ચીચયારી કરતું અંધારું માંઝા મુકી રહિયૂ હતુ.આભ પણ કોક જુદા જ મિજાજમાં પવન ફૂંકી રહિયો હતો ને રમીલા હળવેકથી બારણું ખોલે છે, જગલો સૂતો છે, તેનાં ખાટલાની ફરતે ચાર દિવા મુકી ધૂપ કરી ચારે કોર કંકુની એક રેખા ચીત્રેં છે ને મન માં કોઈ ઉતાવળા મંત્રો જ્પતો જાય છે ને ચાર ઠેકાણે લીંબુ ની જોડ મુકે છે,વચ્ચે બેસી સુતેલા જગ્લા તરફ નજર નાખી જોર થી ત્રાંડ પાળે છે,ચલ ઉભો થા..રમીલાને તેની સાસુ ડરી એક ખૂણામાં બેસી જાય છે.

નટુ ભુવો પાછો કઇ મંત્ર ભણવાનું ચાલુ કરે છે.મંત્રેંલું પાણી જગલા પર નાંખ્તા જગલો સફાળો જાગી જાય છે અનેં રાતી આંખે બધે જ નજર નાખી જોરથી બૂમો પાડી ધૂણવા મંડેં છે

નટુ ભુવો ક્હે છે..ચાલ બોલ કોણ છે ?

કેટલા જણ છો?

કેવી રીતે આયો છે. શુ જોઇએ છે બોલો તમારુ તમને દઇને છુટા કરીયે નાહકનો આ ભગવાન જેવા માણસને હેરાન શીદને કરો છો નાટક ન કર ચાલ બોલ સમય નથી કોણ છે તુ ?

અનેં કેમ આયવો છે ?

જગલો ઉતર આપવાને બદલે ધુણવાનું ચાલુ રાખે છે.

રમીલાને તેની સાંસુ આ બધુ જોઇને હેબતાઈ ગઇ છે

નટુ જગ્લાનાં વાળ ખેંચી એને ઉપરા ચાપરી ત્રણ ચાર લપન્ટ ખેંચી આપે છે ને જગલો જોરથી બૂમો પાળે છે

રમલી... અલી ઓ રમલી

જો હુ આવી ગ્યો....મે કહ્યુ તુ ને તુ મારી છે તુ મારી નહીં તો કોઈની નહીં થાઈ રમલી હુ આવી ગ્યો.

આ સાંભળતા જ રમીલાનાં પગ નીચેથી જમીન સરકી ગઇ

ખુનનાં છાંટા એનાં મુખ પર ઊડીયાં જે વિષય થી મન હમેશા વેગળા રાખવાનો પ્રયાસ કરીઓ તેજ વિષય સામે આવીને ઉભો હતો

નટુ ભુવા રમલી આગળ તીખી નજર નાખતા જગલાને પાછું પુછીયૂ

કોણ છે તુ ક્યાંથી આવયો છે?

જગલો રમલી રમલી બૂમો પાળતો રહિઓ.

આખરે રમીલા ઊભી થઈ જગલા પાસે જઇ ને બોલી હા હુ જ તારી રમલી પણ હવે કોઈની વહુ છું.તને મારા હમ જો તુ જ હોઇ તો અમણાંને અમણાં જતો રહે,આ શરીર છોળી દે

જગલો ઘુણવા મડીંઓ ને બોલિયો નહીં નહીં...

રમીલા એટલું જ બોલી બહુ બદનામ થઈ ગઇ છું તને મારી જરાય આબરુ રાખવી હોઇ તો મારા ઘણીનાં શરીરને છોળીદે જોઇએ તો મારો જીવ લઇલે પણ આ શરીર છોળી વહીયો જા.

જગલો જોર જોર થી બૂમો પડવા લાગીઓ હુ પાછો આવીશ કહીને જોરથી એક છલાંગ લગાવીને જમીન પર ધળીને બેહોસ થઈ ગ્યો.

નટુ ભુવા એ ઉતારો કરીઓ આપી ને તાવીજ કરી આપીયું

પોતાની રકમ લઇને તેં નીકળી ગ્યો

સાસુને રમીલાએ થઈ જગલાને ખાટલે સુવાડિયો અનેં ધરમાં બધુ આધુપાછું કરીયું ને સાસુ એ રમીલા જરા બેઠા બંનેના જીવને હાંસકરો થયો બધી બલા માંથી છૂટયા પણ સાંસુનાં મનમ સવાલો ખદબદી રહ્યાંતાં સાસુએ હળવેથી પુછીયૂ

રમીલા વહુ માર જગલામાં વળગણ હતુ એ કોનું હતુ ?

રમિલાનાં અતીતનાં પાનાં ન ચાહતી હોવા છતાંય ખોલવા પળીયા

ચડતૂ જોબન ને સોળ વરસની કેડીએ મેળામાં ફરતા ફરતા એક જુવાનીયા જેનું નામ રાઘવને તેને હૈયું શોપી દીધું હતુ,અમારી પ્રીત સોળે કળાએ મોહરી ઉઠી હતી એની મહેક અમારાં ગામનાં ઘરે ઘર પ્રસરી,બાપ લગી વાત પોહચી જરા ઝૉલ ઝપાટ થઈ થોડા સમય અમે બધુ ભૂલી ગયા પણ મન માનવા રાજી નહોતું બપોરે લાકડા વીણવા જતી તેં રાઘવ વાહે વાહે આવતાં એકદી બાપા ભાળી ગયા

ન જાણે કાળ માથે જ ભમતૌ તો આબરુનાં છબરડા ન થાઈ એટ્લે

રાઘવનાં રામ રમાડી મારા ઘડિયા લગ્ન તમારા દિકરા જોડે કરાવી દીધાં

આજે એમ થાય છે યે ખુન ઊડી ને મારે મુખે ચોટીયું છે જે વાતને કડવા ઝેરની જેમ ગળી ગઇ હતી એ બધી જ વાત આજે છ્તી કરવી પડે છે હુ તમારી માંહી માંગુ છું ,તમાર દિકરાનાં શરીરમાં મારા પ્રેમીની આત્મા હતી જે હવે નીકળી ગઇ છે હવે તમારાં દિકરા હેરાન નહીં થાઈ હવે તેં સાજા થઈ જશે અનેં મને એ રમલી પણ નહીં કહે કારણકે જે કહેનાર હતો તેને તો મે હાંકી કાઢીઓ છે હવે મને કોઈ નહીં બોલાવે રમલી કહીને.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.