હું જાવ છું ,

પછી મને યાદ કરીને કોઈ ફાયદો નથી સાંભળીલે ,

કઈ વાંધો નઈ, હું તને હાલ પણ ક્યાં યાદ કરું જ છું (હસવા સાથે ),

વૃંદા......બોલને પણ અબ્દુલ ,

કંઈક તો સમજ યાર ,

શું સમજુ ? મને તો એજ સમજાતું નથી તારા આ વિશાળ હૃદયે મારી માટે જગ્યા જ કેમ બનાવી? અને આ બધું ક્યારે થી ચાલે છે મને એ સમજાવ અમથું આવું બધું મને નો સમજાય જો કહી દવ આતો મારા મિત્રો ના કહેવા થી એ પણ બહુ ફોર્સ કર્યો એટલે તારી વાત સંભાળવા અહીં સુધી આવી છું યાદ રાખ .

સેજલ : હે શું કરો છો બંને અહીં

અબ્દુલ : યાર સમજાવ ને આને ,અજાણી ન બનતી પ્લીઝ હા .

સેજલ : એ વૃંદા સમજી જાને ( હસતા હસતા )

વૃંદા : આવજો બેય સમજાવવા વાળા ( મોઢું બગાડતા )

આવત છે વૃંદા અબ્દુલની અબ્દુલ નો પ્રેમ સાચો પણ વૃંદા સમજતી પ્રેમ જેવું કાઈના હોય આ બધું ટાઈમપાસ હોય તેથી આવી વાતો થી દૂર રહેતી પણ એને ખુદને જ ખબર નહતી કે એ ખુદ પ્રેમ માં પડી છે બસ સમજવા નહતી માંગતી તેથી દૂર ભાગતી અબ્દુલ થી તેની મિત્રતાથી .(ચાલો ને આપણે એમની પાસે થી જ સાંભળીયે )

કોલેજ નું પહેલું વર્ષ ને પહેલો જ દિવસ , અબ્દુલ મિત્રો સાથે ક્લાસ માં જઈ છેલ્લી સીટ પર બેઠો અચાનક એક છોકરી આવી દેખાવ છોકરા જેવો અને જાને ફૂલ દાદાગીરી વાળી લાગતી હતી બધ્ધા તેની સામે જોઈ જ રહ્યા , અબ્દૂલના મોઢા માંથી બોલાય ગયું " યા અલ્લાહ એતો વહી લાડકી હૈ કી જીસકી વજહ સે મેને ઇસ કોલેજમેં એડમિશન લિયા ,ઇતની જલ્દી સુનલી મેરી ..? ( ખુશ થતા ) અબ્દુલ ના મિત્રો બોલ્યા શું થયું અબ્દુલ કેમ એકલો એકલો મલકાય છે અબ્દુલ બોલ્યો જોવો આગળ આંખ મારતા તમારી ભાભી , અબ્દુલ લગતા હૈ પક્કા પીટેગા દેખ કિતની મસ્ત હૈ પર ખતરનાક લગતી હૈ એક હાથ દેગી ગાલ પર દિન મેં તારે દિખેંગે સમજા..નહિ યે તો હાર્ટ મેં બસ ગઈ યાર યહી હોગી તું દેખના (હસતા) ૨ થી ૩ દિવસ માંતો અબ્દુલે વૃંદાનો પૂરો બાયો ડેટા શોધી લીધો અને જેટલા ફ્રેન્ડ્સ હતા એ બધા એના ફ્રેન્ડ થઇ ગયા જાદુ હતો અબ્દુલ નો તો બસ એના દૂર થી તેની આગળ પાછળ ફરે મિત્રો સાથે એના ફરે વૃંદા તો ખુદમાં મગ્ન કોઈ જોવે તો પણ હાથ બતાવે ..એક દિવસ બસ ડેમો માં બધા રાહ જોઈ રહ્યા હતા બસની વૃંદાના મિત્રો સાથે અબ્દુલ વૃંદાની સામેની સાઈડ બેઠો હતો અને મનમાં ગીતો ગુનગુનાવતો હતો એટલા માં બસ આવી ને બધા છોકરાઓ તો દોડીને ચડવા મંડ્યા એન્ડ બધી છોકરી ધીમે ધીમે સીડી ઉતરી ને જતી હતી ને વૃંદાએ તો ઉપર થી સીધી છલાંગ મારી ને સીધી બસમાં ચડી ગઈ તેને આ રીતે કુદતા જોઈ અબ્દુલ વૃંદાની ફ્રેન્ડ નેન્સીને કે જો આ છે એન્ટિકપીસ નેન્સી બોલી તારો કહેવાનો મતલબ ન સમજી અબ્દુલ બોલ્યો આઈ લાઈક હર , નેન્સી બોલી ઓહો સુ વાત છે અબ્દુલ સર્માઈને હસી પડ્યો .આમને આમ કોલેજ નો ૧મહિનો નીકળી ગયો ખબર જ ન પડી અબ્દુલની દીવાનગી વધતી જતી હતી ધીરે ધીરે અબ્દુલ વૃંદાને પસંદ કરે છે તે તેના બધા જ મિત્રો ને ખબર પડી ગઈ અબ્દુલ ખુદે કહ્યું ફક્ત અજાણ વૃંદા હતી અબ્દુલે નેન્સી ને કહ્યું પ્લીઝ વૃંદા તું મને મદદ કરીશ વૃંદા સુધી વાત પહોંચાડવામાં , નેન્સી બોલી ના હો તારા માં હિમ્મત હોય તો તું ખુદજા તને ખબર નથી મારી આ ફ્રેન્ડ વૃંદા કેટલી ખતરનાક છે મને એક મારશે ગાલ પર તો મારા ૨૪ દાંત તોડી નાખશે ને તારા હાડકા , અબ્દુલ નારાઝ થઇ ગયો શું કરે એને સમજાતું નહતું .મનમાં નક્કી કરી લીધું કે બસ ગમે તે થાય કાલે કહીશ બીજા દિવસે વૃંદા જેવી કોલેજ માં પ્રવેશી કે તરત જ તેની પાછળ પાછળ જવા મંડ્યો વૃંદાતો એની ધૂનમાં જતી હતી કોઈકે બમ પડી વૃંદાએ પાછળ વળી અબ્દુલ ઘબરાય ને ને પાછો વળી ગયો વૃંદા પાછળ ફરીને જોયું પાછળ સૂઝી આવી રહી હતી કેમ છે સૂઝી ? કેમ આજે લેટ ? યાર બસ ચુકી ગઈ હતી એટલે બેય વાતો કરતા આગળ વધ્યા અબ્દુલ પાછો પાછળ પાછળ આવ્યો ને અચાનક કોઈએ અબ્દુલને ટપલી મારી અબ્દુલ ડરી ગયો શનિ બોલ્યો સુ ચાલે છે આ બધું , યાર જોને "માય હાર્ટ ઇસ ફાઈલ ફોર વૃંદા ", ઓહ એમ વાત છે ..! તો કહીદેને આમ પીછો શું કરે છે તેનો ? તને કહી દવ વૃંદા ને હું ૫માં ધોરણ સુધી સાથે ભણતા બહુ ખતરનાક છે હો અને સારી પણ તે ૧૦ ધોરણ માં આવી ત્યારથી જ એના પર બધા બહુ ઘાયલ છે કેટલાય મેથી પાક ખાઈ ચુક્યા છે પણ હવે કદાચ બદલાય ગઈ હોય તો ખબર નઈ .. વાત પુરી કરતા શનિ નીકળી ગયો અબ્દુલ ચૂપચાપ જઈને વૃંદાની સીટની સામે જય બેસી જાય છે ઇકોનોમિક્સ લેક્ચર ચાલતો વૃંદા માટે બોરિંગ વિષય હતો તેથી તે ગપ્પા મારી રહી હતી ફ્રેન્ડ્સ સાથેને ડાફોળીયા મારતી હતી ક્લાસમાં કે કોણ ધ્યાન આપે છે આ લેક્ચર માં એટલામાં એની નઝર અબ્દુલ પર પડી તેની સામે જ જોઈ રહ્યો હતો એને થયું મારી જેમ એય ડાફોળીયા મારતો હશે એટલે બહુ ધ્યાન ન આપ્યું પાછું જોયું તોય એ એજ રીતે તેની સામે જોતો હતો એને નવાઈ લાગી લેક્ચર પૂરો થયો ને એ ઘરે જવા નીકળી ફ્રેન્ડ્સ સાથે બસ ડેપોમાં જઈ બેઠી એન્ડ નેન્સી સાથે વાત કરતા વાત કરતા જોયો એને બંને એની સામે જોઈને જ વાત કરી રહ્યા હતા તેથી એને શંકા પડી અને સીધી અબ્દુલ પાસે પાસે જઈને બોલી ઓય શું છે હેં કેમ આમ ઘર્યે કરે છે ને નેન્સી તમે બેય શું વાત કરો છો મને જોઈને , વૃંદા હું હમણાં નવરી નથી તારી વાતો કરવા . નેન્સી તને જુથ્થયુ બોલતા નથી આવડતું રેવાદે બહાના કાઢવા ,અબ્દુલ બોલ્યો લિસન મિસ .અબક આખી કોલેજ માં તારા કરતા બધા બહુ પડ્યા છેજેના વિષે અમે વાતો કરીયે સમજ્યા .(વૃંદા મોઢું બગાડતા જતી રહી ત્યાં થી ને બોલી નેન્સી પણ બદલાય ગઈ છે ) . થોડા દિવસો પછી પાર્કિંગ માં વૃંદા તેના ફ્રેન્ડ્સ ની રાહ જોઈ રહી હતી અચાનક અબ્દુલ આવ્યો ને સોરી બોલ્યો ને કહેવા લાગ્યો શું આપણે એક સારા મિત્રો બની શકીયે? વૃંદા બોલી કેમ ? અરે એટલે કે તું આટલી હટતી કટ્ટી છે હું ક્યાંય પણ ફાઇટ કરું તો મને કોઈ મારી ન જાય એટલામાટે ....વૃંદા ખખડીને હસવા માંડી તેને એનો આ અંદાઝ ગમી ગયો ઝગડો કરવાને બદલે એને મિત્રતા કરવી ગમી.(હસતા જોઈ મનમાં )

"ક્યાં ખુબ હસી તેરી , હિરે કો ભી ફીકા કરતી હૈ ,

યુંહી મુસ્કુરાતી રહે , બહોત ખુબ લગતી હૈ "

આગળ કઈ વિચારે તે પહેલા વૃંદા બોલી ચાલો બાય મારી બસનો ટાઈમ થઇ ગયો છે કલ મળીયે.અબ્દુલ બોલ્યો ભલે માળીયે કાલે ત્યારે મનમાં ખુશ થતા હાશ ચાલો કમસે કમ મિત્રતા તો થઈ. આજ તો પહેલું પગથિયું છે પ્રેમનું" અલ્લાહ તુસી ગ્રેટ હો " ખુશ થતા બોલ્યો . વૃંદા ઘરે જઈને વિચારી રહી હતી જોરદાર છે અબ્દુલ ખોટું વિચારી રહી હતી એના માટે , આ બાજુ અબ્દુલ સવાર પડવાની રાહ જોઈ રહ્યો હતો વૃંદાને મળવાની .બીજો દિવસ થયો સવાર પડી અબ્દુલ ફટાફટ રેડી થઇ કોલેજ પહોંચ્યો ઉપ્સ આસુ કોલેજ માં કાગડા ઉડતા હતા કોલેજ ખાલી ફટાફટ મોબાઈલ કાઢી જોયું તો ખબર પડી રવિવાર હતો ઉપસ્સ્સ્સ ,પણ વૃંદાબોલી હતી કે કાલે માળીયે ટપલી મારતા હા કદાચ એ પણ ભૂલી ગઈ હશે , અચાનક પાછળ થી અવાઝ આવ્યો ના મને ખબર હતી કે રવિવાર છે પણ મેં એન.સી.સી જોઈન્ટ કર્યું હોવાથી આવું છું અને તું? હું તો લેક્ચર એટેન કરવા ભૂલી ગયો રવિવાર છે આજ તો,વૃંદા બોલી તો તુંય એન.સી. સી જોઈન્ટ કરીલે હજુ એડમિશન ચાલુ જ છે ને તારા હાડકા પણ મજબૂત થઇ જશે ને મારી હેલ્પ નાઈ લેવી પડે ફાઇટ માટે (હસતા ) . વૃંદા અબ્દુલને સાથે લઇ જઈ એડમિશન કરાવી દીધું.હવે તો રોજ મળતા બેય ક્લાસમાં કેન્ટીનમાં સાથે જ , બંનેને સાથે જોઈ નેન્સી ચમકી ગઈ બધા જોતા રહી ગયા .તેમની મિત્રતા એટલી ગઢ થઈ ગઈ હતી બધા સમજી બેઠા બંને ખુબ પ્રેમ કરે છે કારણ બંને ણી મિત્રતા થઈ તે પહેલા અબ્દુલ તરફથી આ વાત બધે ફેલાય ચુકી હતીને આની જન વૃંદાને હતી .પણ જાણે અજાણે વૃંદા તેને પસંદ કરવા માંડી હતી આમ ને આમ એક વર્ષ પૂરું થવા આવ્યું . એક્ઝામ પૂરી થઇ ગઈને નેન્સી એ અબ્દુલને કહ્યું ક્યાં સુધી તેનાથી છુપાવીશ હવે કઈ દે તારા દિલણી વાત મિત્રતા તારી એ સમજી તો તારો પ્રેમ એ નઈ સમજે અને તું માન ન માન વૃંદા પણ તને પસંદ કરે છે .તું એક વાર કહી જો એને અબ્દુલ જરા વિચાર કર્યા પછી બોલ્યો નેન્સી વૃંદા ક્લાસમાંથી આવે એટલે એને કેહ્જે કે અબ્દુલ તારો પાર્કિંગ માં વેટ કરે છે કઈ કામ છે ઓક , એટલું કહી અબ્દુલ પાર્કિંગ તરફ ગયો ને નેન્સીને વૃંદા આવતી દેખાઈ ,વૃંદા તારો અબ્દુલ પાર્કિંગમાં વેટ કરે છે કઈ કામ છે એમ કહેતો હતો , થેંક્સ નેન્સી હું હમણા જ મળું એને ઓક બાય . નેન્સી અબ્દુલ પાસે પહોચીને તેના ખંભા પર હાથ મુકતા બોલી કમ અબ્દુલ અહી વેટ કરે છે શું કામ છે કેમ અંદર ન આવ્યો ..? કેટલાય સવાલ પૂછી લીધા ,અબ્દુલ બોલ્યો હવે થોડો શ્વાસ લઈલે અને એક એક કરી સવાલ પૂછે તો જવાબ આપુને વૃંદા હસતા બોલી હા બોલ , જો વૃંદા હું હવે ગોળ ગોળ ફેરવીને સવાલ નહિ પુછું સીધું જ પુછીશ . વૃંદા નવાઈ પાંટા બોલી હા પુછ ..? (મનમાં વિચારતા આને શું થઇ ગયું છે આજે ) " આઈ લવ યુ " વૃંદા બોલી સોક્ડ સાથે બોલી વોટ ? તું સુ બોલી છે તને ભાન છે જરા પણ ? અબ્દુલ બોલ્યો હા સાચું ખુ છું યાન નોટ કીડીંગ વિથ યુ . વૃંદા મજા લેતા બોલી અછાં આ બધું ક્યાર થી ચાલે છે જણાવશો ? અબ્દુલ બોલ્યો જયારે તું આ કોલેજ માં એડમિશન લેવા આવી ત્યારથી હું ફક્ત મારા મિત્ર સાથે અહી તેના એડમિશન લેવા આવ્યો હતો હું તો વિદેશ સ્ટડી માટે જવાનો હતો પણ ખબર નઈ તને જોઈને શું થયું મેં અહી જ એડમિશન લઇ લીધુંને જવાનું કેન્સલ કરી નાખ્યું એક વાતે વૃંદા ખુશ થઇ પણ ક્યાં કારણોસર નારાઝ થઇ એય ન સમજી શકી ને ત્યાંથી જતી રહી .ઘરે જઈ નંબર બંધ કરી દીધો .અબ્દુલે નેન્સીએ તેના બધાં જ મિત્રોએ કોલ કર્યા પણ સ્વીચ ઓફ અબ્દુલે મનમાં વિચાર્યું એને બહુ ખોટું લાગ્યું લાગે છે પણ હું ફક્ત એનો મિત્ર બનીને નથી રહી શકતો તેણે પિતરાઈ ભાઈને કહ્યું હું બસ ઓસ્ટ્રેલિયા હવે ૪ મહિના માં આવું છું ણે કોલ કાપી નાખ્યો.વૃંદાની યાદમાં માંડ માંડ વેકેશન ગુજર્યું અબ્દુલનું .વેકેશન પૂરું થયું ક્લાસ શરૂ થઇ ગયા અબ્દુલ પાર્કિંગ માં રાહ જોઈ રહ્યો હતો વૃંદાની ,વૃંદા સીધી અબ્દુલ પાસે જ આવીને બોલી ચલ ક્લાસનો ટીમ થઈ ગયો છે બધું ભૂલીજા કે તે શું વાત કરી હતી મારી સાથે ઓકે અબ્દુલ અવાક બનીને ણે તેને જોતો જ રહ્યોને બસ એની પાછળ પાછળ ચાલવા લાગ્યો . ક્લાસ પુરા થયાને સીધી લાઈબ્રેરીમાં વૃંદા તેને કોઈ વાત કરવાનો મોકો આપવા માંગતી નહતી , છેલ્લે ન રહેવાયું અબ્દુલ થી વૃન્દાનો હાથ પકડી બોલ્યો હું ૩ મહીના પછી જતો રહેવાનો છું .વૃંદા કઈ ન બોલી અબ્દુલ આંખોણી આંખોથી આંશુ નીકળી ગયા " કેમ આટલી કઠોળ હદયની તું વૃંદા મને સમજાતું નથી, કેટલી મોહબ્બત કરું છું તને દેખાતું નથી " વૃંદા સંભાળીને બસ જવું પસંદ કર્યું કારણ એ ખુદ એને પ્રેમ કરવા માંડી હતી " ૩ મહિના વીતી ગયા અબ્દુલની ટ્રેન હતી આજે છેલ્લીવાર તેણે વૃંદાને કોલ કર્યો વૃંદાને કહ્યું મારે તને છેલ્લી વાર મળવું છે વૃંદા બોલી કેમ પાછો નથી આવવાનો હસતા અબ્દુલ બોલ્યો હું પાછો આવીસ ત્યારે તારા છોકરા સાથે જોવીશ , વૃંદા હસતા બોલી ચુપ કર બત્તમીશ ,અબ્દુલ બોલ્યો બત્તમીશ તો તને જોયા પછી જ થયો છેને , એ વૃંદા મારી એક લાસ્ટ વિશ્ પૂરી કરીશ ,બોલ પૂરી કરવા લાયક હસે તો જરૂર કરીશ આખીર મેં તને ફ્રેન્ડ કહ્યો છે એ પ્લીઝ જુઠું ના બોલ હું જાની ગયો છું હા બોલને પણ બસ મારે લાસ્ટ ટાઈમ મળવું છે ને એક હગ કરવું છે પ્લીઝ જો અબ્દુલ મેં તને કહ્યું હતું તારી વાત માનવા જેવી હસે તો જરૂર માનીશ "ધીસ ઇસ ઈમ્પોસિબલ ઓક " અબ્દુલ બોલ્યો છતાંયે હું રાહ જોવું છું હજુ ૧ કલાક બાકી છે મારી ટ્રેન ઉપડવમાં અને મને ખાતરી છે તું જરૂર આવીશ કોલ કપાઈ ગયોને વૃંદાના આંખો માંથી આશું સરી પડ્યા . નેન્સી જાની ગઈ કે વૃંદા પણ તેને પ્રેમ કરે છે તેને કહ્યું પાગલ છે તું જા હજુ તારી પાસે સમય છે તું મળી શકે છે અબ્દુલને , ના છુપાવી સાકી વૃંદા નેન્સી પાસે તેના દિલની વાત રડી પડી વૃંદાને કહ્યું કોની રાહ જોવે છે જા હવે "સ્ટીલ વેટ ફોર યુ અબ્દુલ, મેડ " બસની રાહ જોવાને બદલે વૃંદા સ્પેસિયલ ઓટો કરીને રેલ્વે પહોચીને અબ્દુલને શોધવા માંડીને અબ્દુલ એની જ રાહ જોઈ રહ્યો હતો પાછળ થી અવાજ આવ્યો વૃંદા અવાજ તરફ એ વળીને સીધી જઈને ગળે વળગી ગઈ ને ધ્રુસકેને ધ્રુસકે રડી , અબ્દુલ બોલ્યો ડોન્ટ ક્ર્રાઈ ડીયર , હવે તો તું જતો રહીશ નારે તને મુકીને કેવી રીતે જાવ મને ખબર જ હતી તું આવીશ મને ખુદાતાલા પર ભરોસો હતો મેં તારી પણ ટીકીટ કરાવી જ છે , તેનો હાથ ખેચી ને ચડાવી દીધી ટ્રેમાં આખા રેલ્વે સ્ટેશન માં ખુશીનો માહોલ છવાઈ ગયો બધાં જોઈ જ રહ્યા .

શરૂઆત ગમે તેવી હોય સાચા પ્રેમને ક્યારેય નિરાશા નથી મળતી સાચો પ્રેમને ખરો વિશ્વાસ પત્થરને પણ પીગાળે છે આતો ફક્ત વૃંદા હતી .


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.