ભાન ભૂલેલું પંખી

શશીના સ્નિગ્ધ નિતંબ પરથી

સરી ગયેલા વસ્ત્ર સરખી રજનીના તાંતણાઓ

સુંદરીના દીર્ઘ શ્યામ કેશ સરખા લહેરાય

તે તાંતણાઓ ખેંચીને બુલબુલ

બાંધી રહયું છે નમણી પરોઢનો માળો

સાપની જીભ જેવી લપકતી આકાંક્ષાઓનાં

શહેરી રસ્તાઓ પર જાય છે દોડયાં ટોળાં

કયાં છે...... રિકત...... વેરાન ?

વેરાનમાં જિંદગી છે સળગતી ચિતા

સળગ્યા કરે છે સૂમસામ

ઓલવાશે કયારેક તો પણ

કાચના ટુકડાઓમાંથી સપનાં જોવાની

હજુ પણ ટકી રહી છે શાન

મધુરાં ગીતોના તોફાની તોખારોના

રથ પર સવાર થઈ

અવી રહયો છે પારધી

કરવાને વાર, આરપારતો ય

ભૂલીને ભાન પરોઢનું પંખી

સૂરજના જળમાં, બોળીને ચાંચ

ગાઈ ઊઠે છે

કોઈ અનેરું ગાન

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.