થાક

12 મુ ધોરણ આમ વ્યસ્તતા વાળુ રહ્યુ . હંમેશાથિ અમે બધાં વિચારતા કે વકેશન મળે એટલે બસ ઉડવું છે બધી application માણવી છે , સમય ની ચિંતા કર્યા વગર ચેટ કરવું છે અને ઇચ્છા ની યાદી પુરી નો થતી સ્વપ્નો આમજ આખો મ અંજયેલા રેહતા

મે 10 ગુજકેટ પુરી ને સ્વપ્નો પરથી વાદળો હટયા.હજારો આશાઓ એ મુકત શ્વાસ લીધાં.7 જ દિવસ મા અમારું પરિણામ આવવાનું હતુ ને એ દિવસે અમે ટ્રેઈન મા હતાં અને મારા વકેશન નું પ્રથમ પ્રકરણ એટલે મનાલી ટ્રીપ.જીવન મા ચઢવાનું કેટલું મહત્વ છે ખરેખર પહાડો ને નજીક થિ માણ્યા કુદરતે છુટ્ટા હાથે વરસાવેલા સૌંદર્ય ને માણ્યું ...હિમાલય નો ખોળો અને ખુબસુરત લોકો ની સંગત માણી જેઓ અંગત બની ગયા...

ત્યાંથી આવ્યાં બાદ તેનો હંગોવર ક્યાંય સુધી રહ્યો.વારંવાર એ હિમાલય આખો પર તરવરતો રહ્યો ....ધીમે ધીમે જયાં બધુ ગોઠવાતૂ હતુ ત્યારે એક એવી ઘટના બની જેણે મને અંદર થિ હલાવી નાખી અને એ હતુ મારા નાની નું અકાળ મૃત્યુ ....ઘણુ શીખવ્યું ઘણુ સમજાયું આ ઘટના બાદ ફરી બધુ સામાન્ય થવા લાગ્યું રોજ કાંઈક લખવું કાંઇક વાંચવું જુદી જુદી પ્રવૃતિ ગોતવી જરુરી બની જતી છતા સતત એમ રહેતું કે જીવન મ કાંઇક ખૂટે છે સ્કુલ બહુજ યાદ આવતી

રોજ લોકો એડમિશન વિશે પૂછે છે પણ અમારી પાસે જવાબ નથી ત્યાં બીજાને ક્યાંથી આપવો??અનામત મા હજી બધુ અટવયેલું છે ....સાહિત્ય જાણતા લોકો,સુઁદર સન્ગતૉ, તમામ એપ્લિકેશન,ખુદનો મોબાઇલ,ફૂરસત નો સમય,સાહિત્ય નાં પુસ્તકો છે રોજ મોડા ઉઠવા માટેનો સમય છે પણ સ્કુલ હતી ત્યારે આ બધુ નોઁહ્તુ આજે આ બધુ છે પણ સ્કૂલ નથી...... અમે પણ પ્રવૃત્તિ ઝંખિએ છીએ વિદ્યા નું માધ્યમ ઇછછી એ છીએ જેને લોકો કૉલેજ કહે છે...... રોજ સવારે કૉલેજ શરૂ થવાની રાહ મા રહીએ છીએ.......આજે સમજાય ફૂરસત નો પણ થાક લાગે..

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.