"હલ્લો"..."હાય" માં ક્યાં પતે જ્યાં સપનાઓની વાંછટ વરસે
નયનરમ્ય ભીનાશ માં શું પતે ગળાબૂડ પ્રેમ માં શું શું તરસે
વહેતા રૂધિર નું જો મારણ વસે અસ્તકાળે શ્વાસ નું ભારણ વસે
ખિલવાની આદત કળી માં વસે એક કાગળના ફૂલમાં સુગંધ વસે
ખરે થઈ પાંદડી છે પાંદડી હસે એક એક ભાસ બસ રોજ રોજ ખસે
"ટેરીફીક" ધબકારના અંકૂર ફૂંટે સંગ સજ્યા શણગાર હવે સાથ છૂટે
બદલવાનો "પોઇન્ટ ઓફ વ્યુ" ખૂંટે સ્વ થી લડવાનું હા સાહસ કૈં તૂટે
ન બાંધવા ને "માધવ" પડદો પડે આંખો મિંચાય મોરપીંછ આવી અડે
----રેખા શુક્લ