હું તો પૂરક છુંહું તો પૂરક છું, અવકાશ પુરવા આવી જઈશ


તું માલિક વહેતા ઝરણાનો, હું એક બુંદ જલધાર;

જયારે પ્રવાહ થઇ જાઈ ધીમા, મને યાદ કરજે, સરા;

હું તો પૂરક છું, વહેણ થઇ તુજમાં ભળી જઈશ.


તું સખી સઘળા સુરજની, હું એક શમાની લૌ;

જયારે તિમિર ઘેરી લે તને, મને યાદ કરજે, આભા;

હું તો પૂરક છું, પ્રદીપ્ત કરવા પહોચી જઈશ.


તું ચરાગ છો ચમત્કારોનો, હું એક લઘુ સિતારો;

મંછા અતૃપ્ત રહી જાઈ ત્યારે, મને યાદ કરજે, મુરાદ;

હું તો પૂરક છું, છોડી અભરખા વ્યોમનાં ખરી જઈશ.


તું ઉસ્તાદ અખિલ પ્રભાતનો, હું એક પલ કલરવ;

નિશ્ચલ થઇ જાઈ સંગીત જયારે, મને યાદ કરજે, ગીત;

હું તો પૂરક છું, મહેફિલમાં આવી ઉન્માદ થઇ જઈશ.


તું છે છબી આબાદ ઉપવનની, હું અંકુર એક કુશુમનું;

વસંત કરે જયારે બેવફાઈ, મને યાદ કરજે, સુગંધ;

હું તો પૂરક છું, તારા પવનમાં મહેકાટ ફેલાવી જઈશ.


તું અતુટ આત્મા છે જીવનનો, હું એક અટકતો શ્વાસ;

હોલવાતો લાગે જીવનદીપ, મને યાદ કરજે ધબકાર;

હું તો પૂરક છું, તારા ચિતમાં ફૂકવા પ્રાણ આવી જઈશ.


હું તો પૂરક છું, અવકાશ પુરવા આવી જઈશ.યોગેશ જેઠવા

''યોગ"

રાજકોટ

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.