ધી ફોલ્ટ ઇન અવર સ્ટાર

આજે ધી ફોલ્ટ ઇન અવર સ્ટાર પુરી થ​ઈ.તદ્દન અલગ્,સુન્દર,જીવન મતે ઘણું ન​વુ શિખ​વતિ બૂક.

આ બૂક ના બે મુખ્ય પાત્રો ઓગસ્ટ્સ વોટર અને હેઝલ ગ્રેસ. વાર્ત પ્રેમ વિશેનિ છે પણ મને આ વાર્તા મા મને પ્રેમ થિ વધુ દોસ્તિ દેખાઇ ને આમ આજે ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ આજે પુરિ થ​ઈ.

કેમ કોઇ વ્યક્તિ જિવન મા અચાનક મહત્વનિ બનિ જાય ?કેમ જે કોઇને ન કહિ શકિએ એ એને કહિ શકાય? કેમ ફોન પર લામ્બિ વાતો પછિ પણ મન નો ભરાય ?ને કેમ એનિ સાથે કરેલિ થોડિક વાતો મન હળ​વુ કરિ જાય ?કેમ મન મા આવેલો ખરાબ મા ખરાબ વિચાર એને કહિ શકાય્? કરણકે ત્યા ઇમેજ નથિ સાચવવાની , ત્યા ભાર નથિ બંધન નથિ, હમ્મેશા ટીપ ટોપ રેહ​વાનુ. તમે એનિ સામે ફાટેલા ટિશર્ટ ને વિખરાયેલા વાળ મા પણ જ​ઈ શકો ને છતા.. એય! ડોબિ આવે .. એવો સહજ આવકાર જ મળ​વાનો.

તમારા શોખ,તમારિ આદતો,તમારા ફેવરિટ એક્ટર્સ સરખા હોય કે ના હોય, ત્યા વાત કર​વા માટે ટોપિક ગોતવાનિ જરૂર નહિ રહે ને કદાચ મૌન મા પણ ઘણિ વાતો થ​ઈ જતી હશે . ચાલુ લેક્ચર્સ મા તમે બોર થતા હોવ ત્યારે એ પણ બોર થ​વામા સાથ આપે, જેનો આખો લન્ચ બોક્શ તમે એને પુછ્યા વગર ખાઇ શકો, હોમ્વર્ક નો કર્યુ હોય ત્યારે તમારિ પેરેન્ટ બનિને જે ચિઠ્ઠિ લખે, જેને તમારા ખરાબ માર્ક્સ વગર સન્કોચે બતાવિ શકાય ,જે તમારો મૂડ સારો નો હોય તો આડી અવળિ વાતો કરિને હસાવે , છુટ્ટા પડવાનો સમય આવે ત્યારે વગર કારણે રડાવિ જાય .....

જે તમારા હ્રદય ના ઊંડાણ ને સ્પર્શિ શકે તે દોસ્ત , જ્યા તમે તમારિ ભુલ કબુલી શકો ,જ્યા તમે તમારિ ઉપર હસિ શકો ને એય..તુ સિલી છે.. ફુલીશ એમ કહિને જે તમારિ સાથે હસે, તમારિ નિશ્ફળતાઓ પર જે ખોટુ આશ્વાશન આપ્વાને બદલે તમને તમારિ ભુલ દેખાડિ એક ઇકલેર મોઢામા મુકિને, ચલ ડફોળ હ​વે મૂડ ઠિક કર... એમ કહે ને આપ્ડે ફરિથિ હસ​વા માંડીએ .. જેનિ સાથે ફાલ્તુ નિ વાતો કર​વામા સમય ઓછો પડે ને જેનિ સાથે રેહ​વુ બસ ગમે ....

ક્યાક કોફી મગ પર વાચેલુ " Friends are the family which we choose"..! એ મારો મજાક ઉડાવે તો ખોટુ નથિ લાગતુ, ઉલટુ નો ઉડાવે ત્યારે અજિબ લાગે છે.. અમે mac'd નિ બદલે પાનિપુરિ નિ લારિ પર જ​વા વાળા છિએ ને એનિ birthday gift પસંદ કર​વામા સૌથિ વધુ વાર લાગે છે . એનિ વિશે લખ​વુ અઘરામા અઘરિ બાબત છે . ભાષા મા એ તાકાત નથિ કે લાગણી ને વ્યક્ત કરિ શકે.. હા ભાષા માધ્યમ છે,લાગણીઓ એક થિ બિજિ વ્યક્તિ સુધિ પહોચાડવા માટેનુ.

દરેક સંબંધ એના સ્થાને ઉત્તમ છે પણ તમે જેને તમારા પહેલા ક્રશ નુ નામ કહ્યુ હોય એ દોસ્ત, જે તમારા મા સુધારો પ્રયત્ન થિ નહિ ,માત્ર એનિ સંગત થિ લાવિ શકે એ દોસ્ત , જે એનિ મમ્મિ પાસેથિ તમારિ પસન્દ નિ વાનગિ બનાવડાવિ ને તમારિ માટે લ​ઈ આવે, જેને અજાણતા જ બધુ કહેવાઈ જાય, જેનિ સાથે વાત કરવા થિ જ બધુ ઠિક થ​ઈ જાય, જેને સાથે મહિનાઓ થિ નો મલ્યા હો તે એક ટાઈટ હગ આપિને વરસોની ખુશિ આપિદે.. એવુ કોઇક તો હોવુ જોઈએ , જેને યાદ કરિને આખોમા ઝળઝળિયાં નહિ, હોઠો પર મુસ્કાન આવે..

જેનિ સિલિ મિસ્ટેક તમને ખુશ કરિ દે ..તમારિ સામે જોકર નિ જેમ નાચે ..તમને ચીડવે ને તમારો પહેલો પ્રેમ પત્ર તમારા પ્રેમિ સુધિ પહોચાડે.....મોર ના માથે જેટલુ કલગિ નુ મહત્વ છે એટલુજ આપડા જિવન મા દોસ્તિ નુ છે , દોસ્તિ એટલે ચાના પ્યાલા માથિ નિકળતિ ઉશ્મા જેવિ હુફ.. દોસ્તિ શ્રાવણ માં વરસતો સામ્બેલા ધાર વરસાદ.. જેટલું શરિર ને ભિઞ​વે એટલો મન ને ત્રુપ્ત કરિ દેતો પ્રેમ ....

ચેસ મા ભુલ નુ પરિણામ તો ખિલાડી ભોગ​વે પણ જે જિવન મા ભુલ કર​વામા પણ ભાગિદાર બને અને એને ભોગ​વ​વામા પણ એ દોસ્ત ટેડિબિયર ના ફર જેટલું.. સુવાળિ રેશમ ના કાપડ જેટલિ ..રેશમિ મોગરા જેટલિ સુગન્ધિ ને ગુલાબ જેટલી ખુબસુરત .........જે સંબંધ મા મેચ્યોરિટિ નિ જરૂર નથિ ને જ્યા મેચ્યોર થ​વુ પડે એ દોસ્તિ કેવિ ?

લાખો નિ સલાહો થિ જે ના થૈ શકે એ દોસ્ત નિ ડફોળ ગિરિ થિ સોલ્વ થ​ઈ જાય ..જેને યાદ કરિને આ લખુ છુ એ માનસિ છે.. હુ આશા રાખુ છુ કે એ આ વાચિને ખુશ થશે.. અમે એક શહેર મા નથિ રહેતા પણ એક સાથે રહિએ છિએ..! આ આર્ટિકલ દોસ્તિ ને નામ ........

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.