છેતરામણો સંબંધ

નામ સ્‍વરા બધા એને સૂર કહીને બોલાવે. ગામડાના લોકોની જીભે જલ્‍દી આ નવું નામ ન ચઢતા અપભ્રશ થઇ પ્‍હેલાં સૂરા ને પછી " સૂર " સુધી સિમિત થઇ ગયું જે આપ્‍ણસ વાર્તાની નાયિકાનું નામ, આપણે એન સ્‍વરા તરીકે જ સંબોધશું. ગરીબ ઘરમાં વૃધ્ધ દાદા-દાદી, મા ને મોટેભાગે શહેરમાં રોજગારી કરતો એનો બાપ. આ એનો પરિવાર.પતિના પડછાયા રૂપે જયારે એની મા વરસના ચાર મહિના શહેર અને આઠ મહિના ગામડામાં વૃધ્‍ધ સાસુ સસરાની સેવા માટે રહેતી ત્‍યારે થોડા થોડા પ્રેમના ઉપહાર તરીકે દિકરી મળી. પડોશિયોના સૂચવ્‍યા મુજબ નામ રાખ્‍યું સ્‍વરાકારણ કે પ્રથમવાર રડી ત્‍યારે પણ સૂરમાં જ રડી હતી. નાનપણથી જ ઢીંગલી જેવી, સહુ એને રમાડવા માંગે, બિલકુલ પરી જેવી. ગામમાંથી શહેર અને શહેરમાંથી ગામ આમ બે જગ્‍યા પર આવ જાવમાં બે બાજુથી પ્રેમ પાત્ર બની.

સમય સમયનું કામ કરતો ગયો, સ્‍વરા બાળપણત્‍યાગી કિશોરીમાંથી યુવાનીમાં પગ મૂકવા માંડી. ભગવાને છુટાહાથે રૂપ બક્ષ્‍યુ હતું. ગોળ ચહેરો, ગોળકાળી મોટી આંખો પાતળી ગરદન લાંબા કાળાવાળ, તેમાંય પાછી સુશીલ સંસ્‍કારી તો હતી જ પણ શહરેના વાતાવરણને થોડા દિવસે માણતી સ્‍વરા દેખાવ રહન સહન બાબતે સભાન હતી. ગામડાની ઘણી છોકરીઓ એની સહેલી બનવા આતુર રહેતી ,એ પણ કોઇ અભિમાન વિના બધા સાથે હળતી મળતી.

ગરીબના ઘરમાં કથીર કહીએતો જરાય ખોટું નહી.મા બાપ, દાદ-દાદીની વ્‍હાલી સ્‍વરા ગામમાં ખૂબ લાડકીને સારી છાપ ધરાવતી. એની એક સહેલી રજની જીગરજાન હતી.રજનીની મા પણ સ્‍વરાને ખૂબ ચાહતી. ગરીબ ઘરની દિકરીને આ ઘરમાં એક સગી દિકરી જેવું હેત મળતું. રજનીને સ્‍વરા બેઉ સાથે ઉમરના પડાવો માણતા મોટા થતા ગયા. રજનીની સગાઇ બાજુના ગામના છોકરા સાથે થઇ. છોકરો થોડું ભણેલો ને એક ખાનગી કંપનીમાં પટાવાળાની નોકરી કરતો.

બાજુની પાનવાળાની દુકાને રજનીએ કહી રાખેલ અને એના ભાવી ભરથારનો નંબર આપેલ.અઠવાડીએ, પંદર દિવસે , હવે તો દર બીજા દિવસે રજની માટે ફોન આવવા લાગ્‍યા. મા- બાપે ચેતી જઇ જલદી દિકરીના લગ્‍ન લીધા.સ્‍વરાને ખબર પડીતો તે રજનીના ઘરે જઇ પૂછયું તારા લગ્‍ન છે એ તે કહયું પણ નહી., રજની શું જવાબ આપે. એટલે સાસુની બિમારીનું બહાનું બતાવ્‍યું.

જાન જોડીને આવેલ રજનીના સાસરાવાળાના સગાવાળની આંખમાં સ્‍વરા વસી ગઇ હતી. રૂડી રૂપાળીને સાદાઇમાં શોભતી ધીમું બોલતી સ્‍વરા માટે બધા પૂછવા લાગ્‍યા . પણ જયારે ખબર પડી કે સ્‍વરાનો બાપ ગરીબ છે સહું વિચારવાનું કહી માંડી વાળતા. એના ગામમાં દહેજ પ્રથા હજુ ગઇ ના હતી. પછીના દિવસોમાં સ્‍વરા માટે એક માંગું આવ્‍યું . છોકરો ગામડાનો પણ પોતાની થોડી જમીન હતી.એક નાનું ખોરડું હતું તથા દહેજની પણ કોઇ મોટી માંગ ન હોવાથી સ્‍વરાના મા-બાપે સંબધ માટે હામી ભરી.

મા-બાપ હમણાંથી જ દિકરીના દહેજ માટે મંડયા. ચોમાસાના દિવસો આવ્‍યાં . વરસ સોળ આની થાય એવી શકયતાઓ દેખાઇ. સ્‍વરાના મા-બાપે વિચાર્યું ટુકડો તો ટુકડો આપેલ જમી વાવીએ જે ઉગીને હાથ લાગ્‍યું તે, સ્‍વરા પણ મા-બાપના આ વિચારમાં ભળી એણે ઘરની જવાબદારી ઉપાડતા માને ખેતર માટે મુકત કરી , હા એક માંગણી જરૂર મૂકી. નાનો સરખો મોબાઇલ લઇ આપવા માટે ને મા- બાપ આ માટે રાજી પણ થઇ ગયા.

ભગવાને ધરતીને લીલી ચાદર ઓઢાડી ખેતરમાં ધાન લહેરાતું હતું. ઘણાને ત્‍યાં કાપણી ચાલુ હતી. થોડા દિવસમાં સ્‍વરાના મા-બાપે પણ ખેતરમાંથી અનાજ ઘરે લાવવા માંડયું. બજારમાં ભાવ ઉચા મળતા સ્‍વરાના દહેજ અને મોબાઇલની થોડી ઘણી વ્‍યવસ્‍થા થઇ ગઇ. વચ્ચે રજની પાછા પગ કરી જતી રહી. આવી હતી તો એક દિવસ પણ તેમાંય બે સહેલી મન ભરીને સાથે રહી. નદીમાં નાહવા ગયા હતા ત્‍યારે રજનીની ખુલ્‍લી પીઠ પ્‍ર ઉજરડાં જોઇ સ્‍વરાની પૂછાઇ ગયું - “શું થયું ? રજની આ નિશાન શેનું ?”

રજની સ્‍હેજ ચોંકી , મોઢા પર સ્‍વસ્‍થતા રાખી એણે કહયું “ કાંઇ નહી લી, એ તો સ્‍કુટર પરથી સ્‍લીપ થઇ ગયા અમે બે એટલ., સારુ થયું બહુ સ્‍પીડમાં ન હતું સ્‍કુટર નહીતર ....” કહી સ્‍વરાના મોં પર પાણીની છાલક મારી ત્‍યાં કિનારે મૂકેલ કપડા પસેથી કોઇ ગીત વાગ્‍યું . સ્‍વરાએ ફરીએ ને જોયું તો મોબાઇલ વાગતો હતો. રજનીએ ફોન ઉપાડી પતિ સાથે વાત કરી હું ... હા.... કરી જલદી ધરે જાઉ છું એવો જવાબ આપી તેણે સ્‍વરાને ઉતાવળ કરવા કહયું. સ્‍વરા દુનિયાદારીથી અજાણ કોઇ સવાલ જવાબ વિના વાતો કરવા ઘરે આવ્‍યા. પોતાની પાસે પણ મોબાઇલ હોય એવી ધૂન એને તે દિવસથી જ લાગી હતી તે આજે પૂરી થઇ.

સ્‍વરા સમય મળે મોબાઇલ પર મંડી રહેતી. ધીમે ધીમે એને એમાં રસ પડવા લાગ્‍યો. નેટ વિશે જાણી એણે નેટ કનેકશન રિચાર્જ કરાવ્‍યું. ભાવી ભરથાર સાથે તે પણ હવે રજનીની જેમ વાતો કરતી .એક સવારે ખબર મળી . રજની આવી છે. તે રજનીને મળવા ગઇ. આ વખતે રજની થોડી બદલાયેલી લાગી, ભરાવદાર શરીર, ચાલમાં ફરક, કયારેક મૂડ હોય કયાંરેક નહી. સ્‍વરા કાંઇ સમજી શકી નહી. આગલા દિવસે સ્‍વરા રજનીના ઘરે ગઇ તો રજની ઓટલે બેસી કાંઇ ગૂથી રહી હતી. સ્‍વરાને આવતી જોઇ એણે સાડીનો પાલવ સરખો કરતાં હાથમાંથી વસ્‍તુ પાછળ મૂકી દીધી. સ્‍વરાના હાથમાં થેલી હતી, એણે થેલી રજનીની મા ને બોલાવી આપતા કહયું “ કાકી ઘણાં દિવસથી તમારા હાથનો ગાજરનો હલવો નથી ખાધો , સાંજે બનાવો અમે બે સહેલી સાથે ખાશું, ”

રજનીની મા એ રજની સામે જોયું , રજનીએ આંખના ઇશારે ચૂપ રહેવા જણાવી હલવો બનાવવા કહયું. રસોડામાં ધી માં સેકાઇ રહેલ ગાજરની સુગંધ બહાર આંગણાંમાં આવતી હતી. અચાનક રજનીથી ન રહેવાયું એણે ઉલટીઓ ચાલું કરી દીધી, રજનીની માં રસોડામાંથી બહાર આવી. સ્‍વરા ગભરાઇને પાણી લેવા દોડી, પાણી ભરી તે પાછી આવી ત્‍યારે રજનીને એની મા કહી રહી હતી. “ જોયું ને દિકરા મારું મન એટલે જ ના પડતું હતું. હવે તું કયાં બેસીશ.”

“કાંઇ નહી માં તું તારે બનાવ હલવો સ્‍વરાએ ઘણા વિદસે માંગણી કરી છે. હું વરંડામાં જતી રહું છું” . સ્‍વરા સાંભળી ગઇ નજીક આવી એણે પૂછયું - “ કેમ કાકી તમે આવું બોલ્‍યા, રજનીને સારું નથી તોય તમને કાંઇ ચિંતા દેખાતી નથી.ને રજની તું આ શું કરે છે ? તું કેમ વરંડામાં જાય છે ? ”

રજનીની મા એ કહયું “ દિકરા તું માસી બનવાની છે. રજની પેટથી છે.” સ્‍વરા મૂક થઇ ગઇ.

રજની ની મા પાછી રસોડામાં ગઇ રજની મોઢું ધોવા વરંડામાં ગઇ. સ્‍વરા એની પછળ ગઇને એને ભેટી પડતા બોલી - “ હું તારા માટે બહું ખુશ છું પણ મને એ ના સમજાયું તને આટલી જલ્‍દી શું હતી ? હજીતો અઢી ત્રણ મહિના થયા છે તને પરણે ”

રજનીએ કહયું - “ થાય લી આવું શરૂ શરૂ માં ઉન્‍માદ ઘણો હોય જો થોડી સાવચેતી ન લેવાય તો આ રોજના પ્રેમનું પરિણામ તો મળવાનું જ હતું.” કહી તે ખીલખીલાટ હસવા લાગી. સ્વરા કહેવાનો ભાવાર્થ ન સમજી. હવે સ્‍વરા રજની પાસે થોડો વધુ સમય પસાર કરતી. આ દરમ્‍યાન એના હાથમાં મોબાઇલ તો હોય જ, કયારેક એના ભાવી ભરથાર નો ફોન આવે તો બાજુ પર જઇ વાત કરી જલ્‍દી પાછી આવતી થોડી ક્ષણો માટે એના મુખ પર કોઇ અજાણી ખુશી ફરી વળતી.

એકવાર એણે મોબાઇલમાં કોઇ હાલરડું ડાઉનલોડ કરી રજનીને સંભાળવ્‍યું કહયું “ તારા બાળકને આ સંભાળવજે. એ આ દુનિયમાં આવે ત્‍યારે” મોબાઇલમાં જોવું હોય તો શાંમાં જવું , કેમ શું લખવું, એ બધુ જ યુ ટયુબ ચાલુ કરી બતાવવા લાગી.

રજનીએ સ્‍વરાનો હાથ પકડી પાસે બેસાડી એનો હાથ પોતાના હાથમાં લઇ સહેલાવતાં બોલી “ જો સખી આ બધું મારા વર ને આવડે છે. આ આપણું સ્‍ત્રીઓનું કામ નહી, તું પણ થોડી આધી રહે આ વાતથી ” સ્‍વરા કાંઇ સમજી નહી એટલે દલીલ કરી કેમ? રજનીએ સ્‍વરા ના ભાવુક સ્‍વભાવને ધ્‍યાનમાં રાખતા એને તૂટક તૂટક વાતોમાં સમજાવવાં પ્રયત્‍ન કર્યો. એ નહોતી ઇચ્‍છતી કે સ્‍વરાના મનમાં કોઇ બીક , કોઇ વહેમ બેસે , થોડી વાર પછી હલવો ખાઇ મજા કરતાં બેઉ સહેલી છૂટી પડી.

પછીના દિવસોમાં પણ સ્‍વરાનો વર્તાવ ન બદલાયો. રજની થોડી દુઃખી થઇ પણ સ્‍વરાનો આ મોબાઇલ શોખ તે ઓછો ન કરાવી શકી. રજની પણ પતાને સાસરે જતી રહી. સ્‍વરાના મા-બાપ વેવાઇને જાણ કરતાં લગ્‍નના મુહર્ત જોવડાવવા કહયું. થોડા જ સમયમાં સ્‍વરાના ઘરમાં લગ્‍નના ગીતો ગૂંજી ઉઠયો.

નિયત દિવસે જાન આવી. સ્‍વરા મનમાં અનેરો કોડ લઇ સપ્‍તપદીના સાત વચનમાંથી એક વચન ને બહું ધ્‍યાનથી સાંભળતી અક્ષરસઃ મનમાં ઉચ્‍ચારવા લાગી . મનમાં ખુશ થતી તે આવનાર જીવનના સપના જોતી પતિ સાથે વિદાઇ થઇ. માંડવો સુનો પડયો . મા બધી વસ્‍તુઓ યાદ કરી ઘરમાં મૂકવા માંડી. આંખમાં આસું સુકાતા નહોતા. બાપ આંખનું નેજવું કરી કયાંય સુધી પાદરમાં ઉડતી ધૂઇ જોઇ રહયો. પૈસાદરોની જેમ ચોંચલા ન કરતાં. મા -બાપ કામે વળગ્‍યા. વહુને લઇ જાન ગામડામાં પરત આવી.. વહુનું સ્‍વાગત , વિધિ વિધાન , ને મહેમાનની સાથે આજના દિવસના પ્રસંગની વાતનો વિષય લંબાતા ખાસું મોડું થયું. વરરાજા પણ ત્‍યાં સુધી બધા સાથે જ બેઠો હતો.

સ્‍વરા ઓરડામાં આકળ વિકળ થતી પતિની રાહ જોતી હતી. મોડેથી પતિ ઓરડામાં દાખલ થયો. સ્‍વરા મોબાઇલ બંધ કરી પલંગમાં સરખી બેઠી. પતિ આવીને એની પાસે પલંગની કોરે બેઠો, લગન પહેલા મોબાઇલ પર ઘણી હાંકતા પતિ અને સ્‍વરાની બોલતી આજે બંધ હતી. આડી અવળી વાતો થતી રહી. સ્‍વરાના દિલમાં ચટપટી થતી હતી. કયારે હું મારું સપનું પુરું કરું પણ પતિને નારાજ ન કરવા ઇચ્‍છતી એણે વાતો કરતા ટોકયો નહી. ખાસ્‍સા સમય પછી પતિ અચાનક મૂડમાં આવ્‍યો. સ્‍વરાએ તકનો લાભ લઇ કહયું “ હું તને એક વિડિયો બતાવું . આપણે આપણા જીવનની શરૂઆત આમ જ કરીશું ” વિડિયો જોતાં પતિ અંદરથી ખુશ પણ મોઢા પર નારાજગી , વહેમ, ગુસ્‍સો ના ભાવ લઇ પરથી ઉભો થઇ ગયો. એક ક્ષણે તો એમ જ કહયું કે “હું તારા મા-બાપને કહીશ અને પૂછીશ કે તમે તમારી દિકરીને આ સંસ્‍કાર આપ્‍યા છે.?”

સ્‍વરા ગભરાઇ ગઇ . ધણી સફાઇ આપી. તારી ને તારી જ છું નું સાબિતીઓ આપી. ફરી આમ માંગણી નહી કરું કહી માફી માંગવા લાગી. માંડ માંડ એનો પતિ શાંત થયો. સ્‍વરાનું મગજ બહેર મારી ગયું. આજનો આ ખાસ દિવસ એના માટે આવો હશે એ કલ્‍પના પણ કરી ન હતી. લગ્‍ન પહેલા માંડ વાતોમાં કંટ્રોલ પતિ આજ એક વિડિયો પર આ રિએકશન આપશે સપને પણ નહોતું વિચાર્યું. બહું સમજુ છોકરી હતી. ગમ ખાઇ ગઇ. કોક બીજી હોત તો વાતને બગાડી બેસત.

અચાનક એના મગજમાં ઝબકારો થયો એણે દહેજમાં લાવેલી પેટી ખોલી. એમાંથી એક પોટલી કાઢી સાથે લઇ ઓરડાના એક ખૂણામાં એક ખાળ ચોકડી હતી ત્‍યાં ગઇ. પણી ભરેલ ડોલ આખી ઉપાડી સીધા માથા પર રેડી જાણે પાણીથી શરીરની આગ ન બૂઝવતી હોય , શૃંગારથી લદાયેલી નવોઢાના પાણીથી લથપથ જુવાન શરીર પર કપડાનું ચિપકી રહેવું, આંખમાં મસ્‍તી, ઓહ... થોડીવારમાં તો ઓરડામાં હજાર દિવા પ્રગટી ચૂકયાં.

ધારી અસર કરી આ કારનામાએ , પતિએ પાસે આવી એને કાહોમાં ભરી લીધી .ધીરેથી ઉચકી પલંગ પાસે જવા લાગ્‍યો. સ્‍વરાનો હાથ ગાઉનવાળી પોટલી ઉપડી સાથે લઇ લીધી. ઓરડામાં તોફાન મચ્‍યું. બેઉ જીવનને મન ભરીને માણવા લાગ્‍યા. પણ પતિને અણછડતો અહેસાસ પણ ન થયો કે , સ્‍વરા યંત્રવત સાથ આપતી હતી. મનમાં કોઇ કસક હતી.

થોડીવાર પછી પતિ ધસધસાટ ઉંધવા લાગ્‍યો. સ્‍વરાએ પતિ તરફ નજર કરી કેટલાય વિચારોનું ધોડાપુર એના મનમાં ફરી વળયું. આવનાર સમયને અનુરૂપ પોતે જ ઢળવું એમ નકકી કર્યું. અચાનક મા યાદ આવી. રોજનો નિયમ મા ને જયશ્રી કૃષ્‍ણ કહેવાનો. કાલે રાતે તો બહું મોડું થઇ ગયું હતું. અત્‍યારે પરોઢના સાડા ચાર થવા આવ્‍યા હતા. મા જાગતી જ હશે. મા ની સાથે વાત કરવા એને પથારીમાંથી પોતાની જાતને સમેટી મોબાઇલ ઉપાડી ફોન કરવા કર્યો તો બેટરી ડાઉન, થોડીવારમાંજ મા ખેતર પર જતી રહેશ. પછી તો બપ્પોરે જ વાત થશે. શું કરવું વિચારતી એ પતિનો મોબાઇલ શોધવા લાગી. ખીંટી પર પ્‍ેન્‍ટ લટકતી હતી. એના ખિસ્‍સામાં મોબાઇલ હતો. ફોન એન્દ્રોઇડ હતો.સ્‍વરાએ મોડલ જોયું હોવાથી ઓપરેટ કરવામાં અગવડ ન પડે સ્‍વભાવિક હતુ. નંબર ડાયલ કરવા મોબાઇલ ખોલ્‍યો તો રીસેન્‍ટ એપમાં યુ-ટયુબ જ દેખાયું. કૂતુહલ વશ એણે અવાજ મ્‍યૂટ કરી ફોલ્‍ડર ખોલ્‍યું તો ઢગલાબંધ સર્ચ હિસ્ટ્રી હતી. કંઇ કેટલાય વિડિયો અન સેન્‍સર્ડ સીનના હતાં. હવે ચોંકવાનો વારો સ્‍વરાનો હતો. પગથી લઇ માથા સુધી ધ્રુણા ઉપજી એને પતિનું સાચું રૂપ એના સામે હતું. પલંગમાં આરામથી ઉંધતો પતિ જાણે કોઇ જંગમાં જીતી આવ્‍યો હોય એમ નિશ્ચિત સૂઇ રહયો હતો. સ્‍વરા સધળું હારી ચૂકી હતી. પતિનો ભરોસો, પોતાના સપના , માનવી તરીકેની આઝાદી. બધુંજ .

એક ગરીબ મા-બાપની દિકરી એમની ઇજજત સાંચવવા હવે એક જીવતી લાશ બનીને રહી જવાની હતી. ન કોઇ આશા - અરમાન, ન કોઇ વૈચારિક અભિવ્‍યકિત . હવે આ સંબંધ છેતરામણોને એક સમજૌતા પર ટકેલો હતો. .....

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.