સુંદરતા. શાપ કે અભિશાપ

દિવસ આથમવાની તૈયારીમાં હતો.. ત્યાં તો સોનમ એક દમ ગભરાતી, ઉતાવળમાં અચાનક મારી સાથે ટકરાણી, એના ચહેરા પર થોડો ભય દેખાતો હતો, મને જોઇ એના ચહેરે થોડી રાહત દેખાણી.

મે તરત પુછ્યું :- સોનમ.. શું થયું? આટલી મુંઝવણમાં કેમ લાગો છો? થોડી વાર આજું બાજું જોઇ એ બોલી, જીજું કાંઇ નહી બે-ત્રણ લફંગા મને એકલી જોઇ મારી પાછળ પાછળ આવતા હતા. એટલે ઝડપ ઝડપમાં પાછળ જોઇ જોઇ ચાલતી હતી. પણ તું અહી? આવા સુમસામ રસ્તે શું કામ પડ્યું તને? કામ તો કાંઇ નથી પણ આ મારા ઘર તરફ જવાનો શોર્ટકર્ટ છે, મને એમ કે અંધારું થતા થતા ઘરે પહોંચી જઈશ, ઘણા સમય પછી આ રસ્તે આવી એટલે આવું થશે એવી ખબર ન'તી , થૈંક ગોડ કે તમે મલી ગયા, ચાલો હવે મને મેન રોડ સુધી મુકી દો. ઓકે તો ચાલો.. એમ કહી અમે બન્ને મેન રોડ તરફ ચાલવા લાગ્યા . સોનમ મારા પત્નીની મિત્ર છે, તે જેટલી ખુબસૂરત છે એટલીજ સ્વભાવે સુંદર છે, મારા ઘરે તો એના માતા-પિતા સાથે ઘણી વાર આવે છે એટલે પરિચય તો ઘણો છે. હમણાં છેલ્લે મારા ઘરે આવ્યા ત્યારે એના માતા પિતા એના સગપણની વાત કરતા હતા, એમના મતે સુંદર છોકરી ને વધુ સમય સુધી આમ ઘરમાં રાખવી હિતાવહ નથી. ત્યારે મે સલાહ આપી હતી કે ઉતાવળ માં ધ્યાન રાખજો થોળું, સુંદર દિકરી હોય એનો મતલબ એમ નહી કે એને જોયા વગર ગમે એના હાથમાં પધરાવી દેવાય? બધો વિચાર કરી પછીજ આગળનું પગલું ભરજો. મારી આ વાત ની એમના ચહેરે કાંઇ અસર થઇ હોય એવું લાગ્યું નહી.

મેન રોડ તરફ જતા જતા મારાથી પુછાઇ જવાનું:- સોનમ તારા સગપણ થયા કે નહી? ના થયા નથી પણ થવાની તૈયારીમાં છે. અમદાવાદમાં વાત ચાલે છે, રાકેશ કરી ને છોકરો છે, પ્રાઇવેટ કંપનીમાં જોબ છે, પગાર સારો છે, પરિવાર પણ સારો છે, આ વીકમાં આવાના છે ફાઇનલ કરવા, જોઇએ આગળ શું થાય છે... તમે ઓળખો છો એને કે એના પરિવાર ને? ના .. પણ મારા મામા ઓળખે છે, એમનેજ કિધું કે ચિંતા કરવા જેવું છે નહી, તમારી મરજી હોય તો એક વાર બોલાવી વાત કરી લ્યો . ઓકે.. પણ અમને તો બોલાવશો ને? ચોક્કસ .. એમાં કાંઇ કેવાનું ના હોય..

આ વાતચિત માં ક્યારે મેન રોડ આવ્યો ખબર ના રહી. ત્યાં થી અમે અલગ પડ્યા.

આ વાતને લગભગ બે મહીના થયા હશે, ત્યા અચાનક સોનમ ના પપ્પા લગ્નની કંકોત્રી લઇને આવ્યા, આ અઠવાડીયામાંજ લગ્ન હતા, એમના ચહેરે દિકરીના લગ્નની ખુશી સ્પષ્ટ પણે દેખાઇ આવતી હતી. થોડી વાતો કરી એમને વિદાય લિધી. જોતજોતામાં ક્યારે સોનમ પરણીને સાસરે ગયી ખબર પણ ના રહી.

સમય સમય નું કામ કરવા લાગ્યો. ખાસ્સો સમય વિતી ગયો, આશરે બે વર્ષ જેટલો, એક વાર સોનમનાં પપ્પાના ઘરે જવાનું થયું, એના ઘરનું વાર્તાવરણ જોતા થોડી હેરાની થઇ.. સોનમના પપ્પાના ચહેરે ચિંતા દેખાઇ રહી હતી. મે કહ્યું:- બધું બરાબર છે ને રમણીકભાઇ? (સોનમના પપ્પાનું નામ રમણીકભાઈ છે) રમણીકભાઈ :- કાંઇ બરાબર નથી ભાઈ.. આમ કહી એમને વાત અટકાવી. પાછું મે પુછ્યું:- કેમ શું થયું? રમણીકભાઈએ પછી મને જે વાત કહી એ સાંભળી મારા હોશ ઉડી ગયા. હું કાંઇ સમજવાની કોશીષ કરું ત્યાં તો સોનમ ને મારી સામે જોઉ છું.

આ બધું શું છે સોનમ? સોનમ:- મને પણ નથી સમજાતું કે આમ કેમ બની ગયું. સોનમના અવાજમાં ખુબ દર્દ છુપાયેલ જણાતું હતું. પાછું સ્વચ્છ થઇ એને આખી ઘટના સંભડાવી. બન્યું એવું કે લગ્ન પછી રાકેશના મિત્રો એના ઘરે આવતા. સોનમની ખૂબસૂરતી તો પહેલેથી બધાને આકર્ષિત કરતી હતી. રાકેશના એક બે મિત્રની નજરમાં સોનમની ખુબસૂરતી ખુંચી ગઇ. એમની રાકેશના ઘરમાં અવર-જવર થોડી વધી ગયી. સોનમને આ પસંદ ન હતું પણ એ શું કરે? ના છુટકે એમને હસતા મોઢે આવકાર આપવો પડતો. હવે સોનમ હસીને આવકાર આપતી એ વાત રાકેશને ના ગમતી. આવું ઘના સમય સુધી ચાલ્યું. એક દિવસ આ વાતે મોટું રૂપ લઇ લિધું અને રાકેશ સોનમ પર ભડકવા લાગ્યો ...

મારા મિત્રો આવે ત્યારે બહુ દાંત આવે છે કેમ? અમારા સામે તો ક્યારેય નથી આવ્યા.. સોનમને આ વાત ના ગમી તો એ પણ ગુસ્સામાં રાકેશને કહેવા લાગી :- ઘર તમારું, મિત્રો તમારા, અને એમને હસીને આવકાર આપું તો હુ ખોટી એમ. મને સમજાવો તો ખરા કે આમાં ખોટું શું કર્યું છે. રાકેશ:- ના ના ખોટું કાંઇ નથી હો, પર પુરુષ સામે હસવામાં ખોટું શું કેવાય? અરે હસો ને બિંદાસ, અરે હું કહું છું આખા ગામ સામે હસો, જ્યાં મરજી હોય ત્યાં હસો..બસ રાજી.

સોનમ:- આટલું બધું સંભડાવાની કોઈ જરુર નથી હો, મારૂ મન જાને છે કે સાચું શું ને ખોટું શું છે.

રાકેશ:- હા હા તમેજ સાચા છો, પવિત્ર છો, અમે તો ખોટા છીયે તો તને થોડી સારા લાગશું?

સોનમ:- બસ રાકેશ ... હવે હદ વટાવો છો તમે, મારા પર ખોટા આરોપો લગાવો છો, તમારા મનમાંજ મારા વિશે ખોટું ભુંશુ ભરાઇ ગયું છે..

રાકેશ :- અચ્છા .. હું હદ વતાઉં છું એમ.. અરે બધી હદો તો તે પાર કરી દિધી મને એમ લાગે છે, મને તો લાગે છે કે ક્યાંક મારી પીઠ પાછળ.......

સોનમ એક દમ ગુસ્સામાં આવીને રાકેશની વાત ને રોકે છે, બસ હવે એક શબ્દ પણ નહી, બહું થયું હવે.. તમારા મનમાં વહેમ ઘર કરી ગયો છે અને એનો કોઇ ઇલાજ નથી. અને મારે કોઈ સફાઈ નથી આપવી.. હું ને મારો ભગવાન જે સાચું છે તે જાનિયે છિયે. અને મારે શાંતિ થી જીવન જિવવું છે પણ મને નથી લાગતું કે અહી એમ થઇ શકશે. રાકેશ :- હા તો જા, જ્યાં તને શાંતિ મળે ત્યાં જા, કોને રોકી રાખી છે તને..

આ સાંભળી સોનમ ત્યાંથી એના પપ્પાના ઘરે આવી ગયી..

હું વિચારોમાં ખોવાઇ ગયો હતો. માણસના વિચારો કેટલી હદ સુધી જાય છે, કાંઇ પણ સમજ્યા કે જાણ્યા વગર આવા કદમ શું કામ ઉપાડતા હશે? શાંતિ થી પણ આ વાતનો રસ્તો નિકળી શકાતો હતો.

મે સોનમને કહ્યું.. Don't worry બધું ઠીક થઈ જશે..

સોનમ:- મને નથી લાગતું કે હવે કાંઈ ઠીક થાય. વાત ઘનિ બગડી ગયી છે. મને સમજાતું નથી કે મારો વાંક શું? મે કાંઈ ખોટુંતો કર્યું નથી. શું ખુબસુરત હોવું ગુનો છે? આના કરતા ભગવાને મને કદરુપી બનાવી હોત તો સારું હતું, વધુંમાં વધું લગ્ન ના થાત ને? એના લિધે મારા મમ્મી-પપ્પાની સેવા તો કરત. લગ્ન પહેલા ઘરવાળાને ચિંતા હતી ને લગ્ન બાદ પતીને શક થયો.. હવે મારે ક્યાં જવું?

વાત તો સોનમની સાચી હતી. આજની જનરેશન ખુબસુરતી પાછળ ઘેલી તો છે, પરંતુ જ્યારે આવી સમસ્યા આવે ત્યારે પરીસ્થિતિને સમજ્યા વગર આડા અવડા પગલા ભરી બેસે છે. પોતાને હમસફર જોઈયે છે રુપાળો પણ જ્યારે સોનમ જેવી ક્યાંક સ્થિતિ આવે તો શક કરવો, ઝગળો કરવો, બસ આજ કામ થાય છે. હજી સુધી આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો, રાકેશ માનવા તૈયાર નથી, ને સોનમ આવા ખોટા આરોપો સહેવા. વાત પણ સાચી છે સોનમની, ખોટા આરોપતો કોણ સહેવાનું હતું?

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.