ઓફિસ જવા માટે નીકળેલા, બાજુમાં રહેતા પ્રેમલને પ્રથમ નજરે જોતા જ પ્રીતિના રોમે રોમ માં જાણે પ્રેમ પ્રસરી ગયો... ને પળભર માટે બંને એકમેકની આંખોમાં ખોવાઈ ગયા...

પછીતો જાણે... આ એમનો નિત્યક્રમ બની ગયો, ને આમ જ ચાલ્યા કર્યુ... એક અઠવાડિયું, બે અઠવાડિયા, ત્રણ અઠવાડિયા... ને એક દિવસ હજીતો પ્રીતિ બહાર નજર જ કરે છે ત્યાં તેને બૂમ સંભળાઈ "ડેડી" ને પ્રેમલને અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ એ બાઈક મૂકીને ઘર તરફ ફર્યો...

ગ્રેજ્યુએશન પછી એક માસની તાલીમ માટે માસીના ઘરે ગયેલી પ્રીતિને ક્યાં ખબર હતી કે... થોડા સમયની આ સુખદ પળો, એને જીવનભર પ્રથમ પ્રેમની "પાનખર" બનીને યાદ રહી જશે...

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.