નીકળી ગ્યો..

છેવટે હું ખુદ જ મારી જાત માંથી નીકળી ગ્યો,

જાણે એવા કૈંક ઝંઝાવાત માંથી નીકળી ગ્યો,

બાપની થોડીક ઈચ્છાઓને પૂરી કરવા, હું તો,

એમનાં મૃત્યુના આઘાત માંથી નીકળી ગ્યો,

સ્પર્શવા આ ચાંદને મુજ આંગણીના ટેરવે થી,

હું અંધારી ભયાનક રાત માંથી નીકળી ગ્યો,

હળવુ કરવા માત્ર અખબારના છેલ્લા પત્તાને,

બેસણાની હું જાહેરાત માંથી નીકળી ગ્યો,

આવેલા જોઈ અહીંયા આ ગઝલકારો ને દોસ્તો,

મારી ગઝલોની ખુદ રજુઆત માંથી નીકળી ગ્યો,

અંત શું છે આ મહેફિલનો તને એની ખબર છે,

એટલે તું અલમ શરૂઆત માંથી નીકળી ગ્યો.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.