૧) કોઇ દેશ માટે રમે, કોઇ દેશ માટે મરે... તમે શું કરી શકો?

- દેશ માટે મરવાનું ન હોય... દુશ્મનોને મારવાના હોય ! (વર્ષાબેન જે. સુથાર, પાલનપુર)

૨) કોઇ દેશ માટે રમે, કોઇ દેશ માટે મરે... તમે શું કરી શકો?

- દેશ માટે મરવાનું ન હોય... દુશ્મનોને મારવાના હોય ! (વર્ષાબેન જે. સુથાર, પાલનપુર)

૩) શોકસભામાં તમે શ્રધ્ધાંજલી આપો, એને શોકસભા કહેવાય કે 'અશોકસભા'?

- મારી પોતાની થાય પછી ખભર પડે ! (જનક એસ. રાવલ, ગાંધીનગર)

૪) મલાઇકાએ અરબાઝ ખાન સાથે છૂટાછેડા થવાના કરોડો રૃપિયા માંગ્યા. આવી વ્યક્તિઓ સમાજને શું સંદેશો આપે છે ?

- હવે પછી લાખ-બે લાખમાં પતે, એવી વાઇફો લાવવી. (અફરોઝબેન મીરાણી, મહુવા)

૫) યુવતીઓ તો ઠીક, આધેડ વયની મહિલાઓ ય હવે તો જીન્સ પહેરવા માંડી છે...!

- કોઇને આટલું ઉઘાડેછોગ 'આધેડ વયનું' ન કહેવાય ! (જયેશ અંતાણી, ભાવનગર)


૬) આતંકવાદીઓ કરતા દિગ્વિજયસિંહ જેવા નેતાઓ વધુ ખતરનાક નથી ?

- છે. (ઠાકોર દેસાઈ, નવસારી)

૭) ઘણા લોકો કૂતરા સાથે માણસ જેવો અને માણસ સાથે કૂતરા જેવો વ્યવહાર કેમ કરે છે ?

- આપણે એકબીજા સાથે માણસ જેવો જ વ્યવહાર કરવાનો...પક્કા ? (કમલ ધોળકીયા, સુરેન્દ્રનગર)

૮) દેશને યોગી આદિત્યનાથ જેવા નેતાઓની જરૃર છે. તમે શું કહો છો ?

- યસ. યોગી મારા પણ હીરો છે. (ચિરાગ જોશી, ભાવનગર)

૯) 'ઍનકાઉન્ટર' લખતા પોલીસ જેવી ફીલિંગ્સ આવે કે નહિ ?

- પોલીસ થયા પછી ફીલિંગ્સની શી જરૃર પડે ? (સહદેવ મકવાણા, સુરત)

૧૦) આજે નવા ગીતોમાં છાંટ તો જૂનાં ગીતોની જ કેમ આવે છે ?

- જૂનાં ગીતોમાં કોઈ'દિ નવા ગીતોની છાંટ આવતી'તી ? (અરબીના એમ. મૅટરવાલા, વડોદરા)

૧૧ ) આ વખતની આઈપીએલ કોણ જીતવાનું છે ?

- હજી સુધી મારી પાસે કોઈ ઓફર આવી નથી. (જુહિત મેહતા, ભરૃચ)

૧૨ ) આજકાલ બાયોપિક્સનો જમાનો ચાલે છે. એક બાયોપિક તમારી આવે તો દર્શકોને જલસો પડી જાય !

- એ લોકો 'માયોપિક' છે. ('માયોપિક' એટલે 'દૂરનું ચોખ્ખું ન જોઈ શકનારાઓ !') (ગમનસિંહ ઝાલા, ઉંબારી-કાંકરેજ)

૧૩ ) કરણ જોહરે રફી સાહેબનું અપમાન કર્યું...!

- એ 'મરણ' જોહર છે ! (શ્રેયસ જોશી, રાજકોટ)

૧૪ ) પાંચ ટકા ઈન્કમટૅક્સ બાબતે તમારૃં શું માનવું છે ?

- હું જે માનું છું, એ મારા ઘરવાળા ય માનતા નથી ને તમે ઈન્કમટેક્સવાળાનું પૂછો છો ! (બિનત પટેલ, જામનગર)

૧૫ ) વિપક્ષોને મોદીજી પૂરા હંફાવી દે છે. શું તેમની પાસે દૈવીશક્તિ છે ?

- અત્યારે વિપક્ષોને નહિ, કાશ્મિરના પથ્થરબાજોન સીધા કરવાની શક્તિ લાવવાની છે. (ચિરાગ જોશી, ભાવનગર)

૧૬ ) શિક્ષકોના મગજ ગરમ કેમ હોય છે ?

- પાણીની ડોલ લઇને સ્કૂલે જવાનું રાખો. (દિલીપ, દેવકાપડી, ભાભર)

૧૭ ) બીજેપી અને શિવસેનાનું જોડાણ લાંબુ ટકશે ખરૃં ?

- એમનું તો ભંગાણે ય લાંબુ ટકે એવું હોય છે. (ધવલ જે. સોની, ગોધરા)

૧૮ ) 'ઍનકાઉન્ટર'ને બદલે 'સર્જીકલ સ્ટ્રાઇક' કરવામાં આવે તો ?

- 'ઍનકાઉન્ટર' દર રવિવારે થાય છે. (અ. રહેમાન આઈ. બોગલ, ગોધરા)

૧૯ ) અત્યાર સુધીમાં 'ઍનકાઉન્ટર'ની સીબીઆઈએ કેટલી વાર તપાસ કરી છે ?

- આજના સવાલોમાંથી સીબીઆઈવાળો કોણ છે, એની કેવી રીતે ખબર પડે ? (નીરા સરડવા, હિંમતનગર)


૨૦)'કપિલના શો'માં સ્ત્રીના વેશમાં પુરૃષો ગમતા નથી, એવું કહેવા છતાં એ શો તમને કેમ ગમે છે ?

- એમાં આવતી અસલી સ્ત્રીઓ તો ગમતી હોય ને ? (ટી.વી.બારીઆ, વડોદરા)


૨૧) આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે નાબૂદ થશે ?

- કોઈ ચોખ્ખો સરમુખત્યાર આવશે ત્યારે. (હિરેન લાઠીદડીયા, તળાજા)


૨૨) સાચા પ્રેમની પરખ કઇ રીતે થઇ શકે ?

- પરખ કરવા જનારાઓ પ્રેમ નથી કરી શક્તા. (રહીમ મલકાણી, ભાવનગર)


૨૩) લગ્નોના ભોજનમાં ડાયાબીટીસ મુક્ત અને શૂન્ય કૅલરીની વાનગીઓનું અલગ કાઉન્ટર મૂકી શકાય ?

- ત્યાં જમવા જવાનું હોય છે... નાડી બતાવવા નહિ. (ધિમંત ભાવસાર, બડોલી)


૨૪) સત્યનો વિજય શક્ય કેમ નથી ?

- ...ને તો ય 'ઍનકાઉન્ટર' ચાલે છે ને ? (દીપક એમ.પંડયા, બિલિમોરા)


૨૫) અમદાવાદના હમણાંના પુસ્તકમેળામાં તમારો ઈન્ટરવ્યૂ જોયો. સ્માર્ટ લાગો છો...!

- એમાં પાછળ આશ્ચર્યચિહ્ન મૂકવાની ક્યાં જરૃરત હતી ? (કવિતા જી. પટેલ, અમદાવાદ)

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.