વિરહની વેદના

વિચારું છું કે તને પૂછું કે નહિ ???

જવાબ સાંભળવાની હિંમત પણ નથી મારામાં !!!

લાગે છે તને જોયા વિના ,મળ્યા વિના

જાણે વરસો વીતી ગયા છે ...!!

પણ આપણા પ્રેમની નિશાની ને

સાચવવાની કસમ પણ લીધી છે બેઉએ સાથે ....

કેવી પળો અને કેવો સમય છે આ ???

જેને જોયા વગર ચાલતું ના હતું ,

એની પાસે બેસીને ઘડી બે ઘડી

પાસે બેસવાની તકની તલાશ રહેતી મને ,

હવે તો એનો ચહેરો શોધવા ક્યાં જવું મારે ????

આંખ બંધ કરું કે નહિ ?? એની યાદ અને ચહેરો બેઉ પીડા આપે છે મને ...

રાત તો હવે મારી કે તારી કેવી વીતે છે ???!!!

એના વિષે વિચારતાં પણ ,

આંખે થી અશ્રુનું ઝરણું વહી જાય છે ...

પણ તારી બાંધી દે છે વહેતા આંસુ ને આંખોમાં જ ,

તારી યાદના ઉઠતા વમળ મારા હૃદયમાં ,

એ વમળમાં વલોવાતાં રૂદિયાની વેદના

કેવી રીતે સહન કરવાની ???

એ પણ તું જ કહે ને મને !!!

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.