અસત્યો માંહેથી, પ્રભુ પરમ સત્યે તું લઇ જા…

ઊંડા અંધારેથી, પ્રભુ પરમ તેજે તું લઇ જા…

હે કાનુડા! હવે દિવાળીનાં દિવસો નજીક આવી રહ્યા છે. ગામ-શહેરની ગલીઓ દીવાઓ અને રંગબેરંગી પ્રકાશથી ઝગમગતી થશે.દરેક આંગણું રંગબેરંગી રંગોળીથી સજી ઉઠશે. તેમ હે પ્રભુ! મારુ મન પણ રંગબેરંગી વિચારોરૂપે મારાં ભાવિનું ઘડતર કરે તેમજ મારાંમાં પ્રાણ રહે ત્યાર સુધી મારાં મનની દરેક ગલીઓમાં પણ તું પોઝિટિવ વિચારોનાં રંગબેરંગી પ્રકાશને ઝળહળતો રાખજે.

કેમકે માણસ પાસેધન, દોલત, બંગલો, ગાડી વિગેરે સુખ-સાહ્યબીની દરેક વસ્તુઓ હોય પણ જો એનાં મનમાં કોઈપણ કારણ કે વાતને લઈને ઉચાપત હશે, એટલે કે મનમાં જો શાંતિની લહેરખીઓ નહીં લહેરાતી હોય તો ગમે તેટલો આનંદ હશે પણ હૈયામાં તેની ટાઢક નહિ વરતાય.કેમકે ગમે તેવી ખુશીની પળો જીવનમાં આવશે,પણ તેનાં મનમાં જોઅશાંતિના મોજાં ઉછળતા હશે તો આનંદની ભરતી આવતી હોવાં છતાંપણ તે એનો અહેસાસ કોઈ માણસ કરી શકતો નથી.

જેવી રીતે એક આગનું તણખલું ઉડે તો તેની સાથે કેટલું કિંમતી હોય તે પણ ખાખ કરી નાખે છે એટલે કે બળી જાય છે તેમ એક નેગેટિવ વિચાર સાથે કેટ-કેટલા નેગેટિવ વિચારો ઉદ્ભવે છે એ સાથે આપણો કિંમતી સમય, આપણા જીવનની અમૂલ્ય પળોને પણ એ તેની સાથે ખાખ કરી દે છે અને એ આપણને આપે છે માત્ર અનેક રોગોનું ઉદ્દગમસ્થાન.કેમકે, નેગેટિવ વિચારોમાંથી ચિંતા ઉદ્ભવે,અને ચિંતા જ અનેક રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે.

અત્યારની લાઈફ સ્ટાઇલ જ સ્ટ્રેશવાળી થઇ ગઈ છે.કોઈ કોઈનાં માટે સમય કાઢી શકતું નથી

આજ થી ૧૦-૧૨ વર્ષ પેહલાની જ વાત લઇ લો એ સમયમાં ગ્રીટિંગ્સ કાર્ડનું કેટલું ઘેલું હતું.દિવાળી આવે ને ઘરે ગ્રીટિંગ્સ કાર્ડ કેટલા ઉત્સાહ સાથે લવાતાં અને લખાતાં અને એટલા જ ઉમંગ સાથે સગા-સંબંધીઓનાં કાર્ડની રાહ જોવાતી.પણ અત્યારે એ બધાનું સ્થાન વૉટ્સએપે લઇ લીધું. આપણે બધા કઈ નવી ટેકનોલોજીનાં વિરોધી નથી,દરેકે નવી ટેકનોલોજીને આવકારવી જોઈએ પણ તેના આદી ન બનવું જોઈએ. પણ સાચું કહો એકબીજાને કાર્ડ લખવામાં જે આનંદ મળતો હતો તે આનંદ આ બધી અલગ અલગ એપ્સ માં મળે છે?નથી મળતો ને! આ તો એકનો આવેલો મેસેજ બીજાને ફોરવડ કરીએ,એ મેસેજીસ એમાં આપણી ચોઈશના કાર્ડનાતોલે તો ન જ આવી શકે !! ખરુંને ??

આપણે નાનાં હતા ત્યારે આપણા ને મિત્રોની વચ્ચે કેવી કાર્ડની આપ-લે વેકેશન પહેલાં જ થઇ જતી અને હા કોઈને આપવાનું બાકી રહી જાય તો નવા વર્ષે કાર્ડ લઈને જાતે મિત્રોને આપવા જવાની અને મિત્રો કાર્ડ આપવા આવે તેની કેટલી મઝા આવતી હતી.તમારી સાથે આવું બન્યું છે..? અમારાં મિત્રો વચ્ચે તો ઘણીવાર આવું થતું.અને એ કાર્ડ અમે સાચવી રાખતા અને કોની પાસે કેટલા વધારે એકઠાં થયાં છે તેની પણ ગણતરી કરતાં. આમ,નાનાં હોય ત્યારે કેવી નાની-નાની વસ્તુઓમાં ખુશી શોધીને ખુશ થતાં હતાં.અરે! અત્યારે પણ આમાનું ઘણું ખરું કરીને આપણે ખુશ થઇ શકીએ છીએ.કેવું! બરાબરને..?

તો ચાલો, આપણે આવનારાં આપણાં દરેક નવાં વર્ષમાં,એટલે કે આજ વર્ષથીશુભ શરૂઆત કરીએ ને નવાં વિચારોરૂપીઆનંદનાં દિવા પ્રગટાવીએ અને દુઃખનાં ફટાકડા ફોડીને એક-બીજા નવાં વર્ષની શરૂઆત કરીએ.

એ સાથે એક નાનકડો સંદેશ,

કોઈ મોટા મોલમાંથી દિવા ખરીદવાનાં બદલે રસ્તે બેસીને દીવડા વેચનાર ગરીબ પાસેથી માટીનાં દિવા ખરીદીશું તો કોને ખબર એ જ રૂપિયાથી તેની અને તેના ઘરનાંની દિવાળી થવાની હશે એટલે અનાયાસે આપણે તેની દિવાળી ઉજવવામાં ભાગીદાર થઈશું.

આ સાથે '' સૌને શુભ દિપાવલી'' અને નવા વર્ષની શુભેચ્છાઓ.
gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.