સ્પર્શનું ગલનબિંદુથી સંવેદનાનું ઉત્કલનબિંદુ

એ સમય મારે માટે જીવવો મારા જીવનનું પરમ સૌભાગ્ય છે. મને એ સમયમાં રહેવું, એ સમયને પોતાનો કરી લેવો અને પછી એ સમય વાગોળી લેવામાં ખૂબ આનંદ આવે છે. એ સમય બહુ મહાન સમય હતો જે ઘડીએ આપણે બે પરિચયમાં આવ્યાં, કોઇ ઓળખાણનું પૂર્વ બિંદુ ન હતું જ્યાંથી આપણે આપણાં સંબંધની અનંત રેખા ખેંચી શકીયે પણ કદાચ એટલે જ આપણે આપણા સંબંધને અહી સુધી લાવી શક્યાં છીયે.


એ સવાર મને યાદ છે જ્યારે આકાશ ઝૂકી આવ્યુ હતું, વાદળીઓ મને તેનો હૂંફાળો સ્પર્શ આપી ગયા હતાં. તારા ચહેરાના ભાવ શું હશે એની કલ્પના કરીને જ હું મારા હદયને લાગણીઓથી તૃપ્ત કરી રહ્યો છું. ત્યારથી કરીને આજ દિવસ સુધી એક અકળ આનંદ ચહેરાની સાથો સાથ શરીરનું દરેક અંગ અનુભવી રહ્યું છે જેને પ્રેમ, સંતોષ ,સુખ બધું કહી શકાય પણ મને કોઈને શબ્દને વ્યાખ્યા આપી અલગ અલગ કરવા નથી બસ એને સાર્થક કરવા છે.


લાગે છે તેં મારા પર અને મે તારા પર વિજય મેળવી લીધો છે અને તેમ છતાં પરાજયની ગ્લાનિ કે દુઃખ આપણી વચ્ચે નથી કેમ કે બે જણા હારીને જીત્યા છીએ. વિજયનો વિશ્વાસ આપણાં સંબંધને પંપાળી રહ્યો છે. કોઈને ગમે ન ગમે પણ મને ગમે છે તું, તારો સ્વભાવ, તારી મહત્વકાંક્ષા, તારી ખૂબી અને એનાં દ્રારા હું જીતાઈ ગયો. મહાભારતના યુદ્ધમાં


ભીષ્મને જેમ બાણ વાગવા છતાં મારી શકતું ન હતું તેમ જ દરેક બાણ મને લાગે છે પણ મારા અસ્તિત્વને ખરોચ આપી શકતા નથી કદાચ એ આપણા બેનાં અસ્તિત્વને એક કરી રહ્યાં છે


તારાએ મારા વિજયથી હું શાંત અને સૌમ્ય બન્યો છું. મારામાં આવતાં દરેક પરિવર્તન તને આભારી છે. અષાઢ મહિનામાં કોઇ મોર ટહુકો કરી તે જ રીતે મીઠો ટહુકો મારા જીવનમાં મીઠાશ ભરી રહ્યો છે.


​એ એક એવી રાત જેમાં આવેલા દરેક સપનામાં તારો અનુભવ થયો હતો. ખરેખર તારી બધી જ આદતો, તારી બધી જ મારી સાથેની યાદોને તારી સાથે જ બેસીને હું જોવા લાગ્યો. વાત વાતમાં એ વાત કહેવી આવી ગઇ જેમાં આપણે બે હસી પડ્યા કે 'આપણી ઓળખાણ કઈ રીતે થઈ?' મિત્રો બની ક્યારે નિકટ આવી ગયાં એ તો ખબર જ ન રહી નહીં. કેવા મસ્ત ઝઘડતા અને અબોલા લઇ લેતાં આપણી ઓળખાણ થઇ હતી.


સમય સાથે આપણે વહેતા ગયાં. હિમાલયની ટોચ પર અંકુરિત થયેલું એ નાનું ઝરણું આજે કેવી મોટી વિશાળ નદીમાં ફેરવાઈ ગયુ છે. વહી જઇયે છીયે આ નદીમાં આપણે,આંખો બંધ છે છતાંય આપણે બંનેનો હાથ સાથે છે. વહેતા જઇયે છીયે અને એક દિવસ એવો આવશે જ્યારે પ્રેમનાં સમુદ્રમાં આપણું મિલન થશે અને ખળખળ વહેતા મોજાની જેમ આપણે કૂદી જશું.


મને સતત એવી લાગણી થયાં કરે છે કરે છે કાંઇક દુર ન હતાં આપણે બે, સતત આસપાસ જ હતાં. આંખ ભલે ઓળખતી ન હતી પણ હ્દયની વેંવલેન્થ હતી આપણી વચ્ચે. એક એવી વેવલેન્થ પર આપણે બે સેટ થયાં કે હવે તો હ્દય પણ સાથે જ ધબકે છે, આરપારનો વિશ્વાસનો આજે સતત ફીલ થઈ રહ્યો છે. 'આમીન' આ વિશ્વાસ આમ જ રહે છે પ્રેમનું રૂપાંતર આપણે પરમ તત્વ સુધી લઇ જાય..


સતત બદલાતા જીવન હંમેશા આપણે અચળ રહેવાનું વચન હું નથી માંગતો, હું તો બસ એટલું માંગુ છે કે બદલ્યા પછી પણ પ્રેમનો સ્પર્શ અચળ રહેવો જોઈએ ખરુંને? તારું અસ્તિત્વ મને ઘણું અડી ગયું છે. ધરા પરથી ઉખડીને આજે મારુ અસ્તિત્વ ખોવાઇ ગયું છે, તારા તરફની એ ગતિ મને ગમે છે. વ્રજ હદયની અંદર રહેલું કમળ તેં શોધી કાઢ્યું છે.


તારો વિશ્વાસ, તારુ મન, તારું અભિમાન મારા હદયના એક ખૂણામાં સજાવીને રાખ્યા છે. જ્યારે જરુર પડે ત્યારે એને હુ પંપાળી આવીશ. એને આપણાં બંનેની અમાનત સમજી સજાવી રાખીશ. કોઇ એક રાત એવી આવશે જ્યારે બે શરીર પીગળી જશે ત્યારે હુ તને નીરખિશ અને તારો અનુભવ કરીશ...


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.