(૧)
એકલ નથી
તું હામ ધર હૈયે
હવા છે સંગે.
(૨)
કદી કો આવે
કદીક ના આવે જો
તું બસ ચાલ.
(૩)
તય મંઝીલ
ડગ મક્કમ પછી
ના ફિકર કો.
(૪)
સાથ છોડશે
પડછાયો ય તારો
ભીરુ થતાં જ.
(૫)
આજ કાલ હું
રમમાણ મુજમાં
નથી રે ભાન.