નવ રસની નવોઢા

હું તો નવ રસની નવોઢા છું,

પ્રેમ, શાંત અને રૌદ્ર છું,

કરુણ, ભક્તિ અને બિભત્સ છું,

હાસ્ય, વીર અને વાત્સલ્ય છું … હું તો નવ રસની

આ ગુણોથી રંગીન છું,

આ મારૂં વજૂદ છે,

જ્યાં જેને જરૂર છે,

વહેંચતી, વહેંચાતી આવી છું … હું તો નવ રસની

વહેતી હોઉં તો પ્રેમ છું,

અંદર હોઉં તો શાંત છું,

ક્યારેક રૌદ્ર બનું છું,

હું કરુણાનો ભંડાર છું … હું તો નવ રસની

ભક્તિથી ભગવાનને ભીંજવું છું,

બિભત્સથી વાકૅફ છું,

હાસ્યથી ખુશહાલ છું,

વીરતાનું આભૂષણ પહેરુ છું … હું તો નવ રસની

વાત્સલ્યની મૂર્તિ છું,

નવરસ નસનસમાં છે,

જે રકત બનીને વિહરે છે,

મને ગર્વ છે, હું સ્ત્રી છું … હું તો નવ રસની

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.