નિર્દોષ પ્રેમ

"રાજ બે દિવસ થઇ ગયા છે. આદીએ કઈ પણ ખાધું નથી." મીરાએ રાજ ને જણાવ્યું.

હવે આ વાત ને રાજે કંઈક ગંભીર રીતે લીધી. તેને મીરાને આશ્વાશન આપતા જણાવ્યું કે તું ચિંતા ના કર હું આદી સાથે વાત કરીશ અને જરૂર પડે તો આપણે ડોક્ટર પાસે પણ જઈ આવીશું. મીરા ને રાજની વાત થી આશ્વાશન મળ્યું અને બંને તે રાતે આટલી વાત કરીને સુઈ ગયા.

બીજો દિવસ થયો. રાજ રાબેતા મુજબ તેની ઓફિસે જતો રહ્યો. સવાર થી સાંજ થઇ ગયી. લગભગ કંઈક ૬ વાગ્યા હશે અને મીરા આખું ઘર ફેંદી વળી. પરંતુ તેને આદી ક્યાય ના મળ્યો. તે ચિંતિત થઇ ગયી. આડોશ-પડોશ મા પણ આદી ક્યાય નહોતો.

" આખરે આદી જાય ક્યાં ?"

બસ આવાજ વિચારો થી મીરા માનસિક રીતે ગૂંચાઈ ગઈ. તેણે વાત ને ગંભીર રીતે લીધી અને રાજ ને ફોન લગાવ્યો અને તેણે બધું જણાવ્યું. રાજે ઘડિયાળ સામે જોયું અને મીરાને કયું, "તું ચિંતા ના કર. કદાચ હું જાણું છું કે આદી ક્યાં હશે?," તેણે એમ પણ જણાવ્યું કે, "આદી ને હું સહી-સલામત લઇ આવીશ."

રાજ ફોન મૂકીને તરતજ રેલ્વે-સ્ટેશન જવા નીકળ્યો. રાજ રેલ્વે-સ્ટેશન પહોચ્યો અને તેના અંદાજ પ્રમાણે આદી ત્યાંજ હતો. રાજ થોડીવાર સુધી આદી પાસે બેઠો રહ્યો અને પછી તેણે લઇને પોતાના ઘરે ગયો. ઘરે પહોંચતા જ આદી ને જોઈને મીરા બધી ચિંતા દૂર થઇ ગયી. તે આદી પાસે ગઈ અને તેને આદીને વહાલ કર્યો.

પછી તે રાજ પાસે ગઈ અને તેને રાજ ને પૂછ્યું, "આખરે ક્યાં હતો આદી? તને ક્યાંથી મળ્યો?"

રાજે જવાબ આપતા જણાવ્યું, "તેની આદત પ્રમાણે, દરરોજની જેમ આજે પણ આજ સમયે રેલ્વે-સ્ટેશન પર હતો. વરસોથી તે અમિતકાકા ને લેવા રાબેતા મુજબ સાંજે ૫-૪૫ વાગે રેલ્વે-સ્ટેશન પહોંચી જાય છે અને આજે પણ ત્યાજ હતો.."

"અરે? પણ અમિતકાકા ને મરે તો બે દિવસ થઇ ગયા?" મીરાએ આશ્ચર્ય સાથે રાજને પૂછ્યું.

રાજે બહુજ સરસ જવાબ આપતા જણાવ્યું -

" માણસ ભલેને તેના માલિક ને ભૂલી જાય , પરંતુ કોઈ કુતરા માટે તેનો માલિક ક્યારેયના મરી શકે ."

આટલું સાંભળતા જ મીરા ને સમજાઈ ગયું કે આદી હજુ પણ અમિતકાકા ને ભૂલી નથી શક્યો. આખરે અમિતકાકા માટે આદી કોઈ કુતરું નહીં પરંતુ તેમના બાળક સમાન હતો. એકલતાથી ભરેલા અમિતકાકા ના જીવનમા સબંધ સમાન બસ રાજ અને આદી જ હતા.

મીરા અને રાજની આ વાતચીત દરમીયાન આદી પાછો ત્યાંથી જતો રહ્યો હતો. મીરા અને રાજ તેને શોધવા જયારે ઘરની અંદર ગયા ત્યારે તેમને આંખમા પાણી લઈને ઉભેલા આદી ને જોયો. તે બીજે ક્યાય નહીં પરંતુ સ્વ. અમિતકાકા ની તસ્વીર નીચે ઉભો હતો.

આ જોતા જ મીરાએ રાજને કહ્યું,

" શું આજના જમાનામા પણ ખરેખર આવો વફાદાર અને નિર્દોષ પ્રેમ શક્ય છે ?"

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.