આથમતી સાંજે એક શમણું દેખાયું આકાશમાં,

ઉડતું ઊંચેને જોતું નીચે પછી સંતાયું આકાશમાં.

એ સોનેરી સોણલે સજાવી મેં મોટેરી મહેલાતો,

એના ઊંચા મિનારાનું કાંક છેક લંબાયું આકાશમાં.

એમાં ઝાઝેરા દીવડાઓ ઝગમગ ઝગમગ થાય,

ઝળહળતી ઝૂલી જ્યાં શગ તેજ રેલાયું આકાશમાં

એની મેઘધનુ રંગોળીના રંગે સોહે મારો સાવરિયો,

નિહાળી ચિતચોર મારું ચિતડું ખોવાયું આકાશમાં.

સાવરિયા સંગ હાલી નીકળી બની છેક બાવરીયા,

થઇ મિલનની વાત ત્યાં દિલડું છવાયું આકાશમાં.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.