સુવાસ

પ્રેમ એટલે શું ? આ વાત તો બહુ જ ચર્ચાઈ ગઈ. પણ સાચો પ્રેમ કોને કહેવાય એ જાણવું હોય તો સાચા પ્રેમમાં પડવું પડે. અત્યારે જે પ્રેમ ના નાટક ચાલે છે. એ એંસી ટકા માત્ર અને માત્ર વિજાતીય શારીરિક આકર્ષણ હોય છે. સાચા પ્રેમમાં તો વાત શબ્દોથી નહિ પરંતુ હૃદયના ધબકાર થી થતી હોય, આંખોના પલકારે થતી હોય. અરસ પરસ આગમનની જાણ પગરવ અને સુવાસથી થતી હોય. સુવાસ એટલે કોઈ અત્તર કે પરફ્યુમ નહિ પણ શરીરની જ એક અલગ સુવાસ હોય, પોત પોતાના પ્રેમીને પ્રથમ તો દુર થી જોઇને ઓળખી જવાય પછી નજીક આવે એટલે મુડ કે ઈરાદા ઓળખી જવાય. આ દ્રષ્ટિ ધરાવતા દેખતા લોકોની વાત થઇ પણ. દ્રષ્ટિ વિહીન લોકોનું શું ? એ લોકોને સુંદરતાના આકર્ષણનો તો પ્રશ્ન જ નથી ,આવતો એ વાતચીત થી પ્રેમ પહેલા કરે પછી પરસ્પરની ખુસબુને જાણે , પગરવને ઓળખે , એ સાચો પ્રેમ હોય , બાકી નવી પેઢીના જુવાનિઆ કહે ખરા કે મારી પ્રેમિકા આવે છે , પણ ક્યારેક મિત્રો સાથે ઉભા હોય અને પ્રેમિકા દુરથી આવતી હોય ત્યારે કોઈ મિત્ર કહે " જો તારો માલ આવે" અને બધા હસે , સાચો પ્રેમી હોય તો મોઢું તોડી લે પણ આવા શબ્દો ને હસી નાખે એનો શું ભરોસો કરાય ? આ કામુક પ્રેમ કહેવાય , એક વાર જો કન્યા વાતમાં આવી જઈ છૂટ આપી દે પછી જોજો ઉભરો સમાઈ જાશે , વિશેષ તો આવા કિસ્સા માં જો થોડા દિવસ એ કન્યા ના દેખાય તો ચિંતા ના કરે , ભમરો બીજા ફૂલ પર જાય એમ બીજું ફૂલ શોધી જ લે, પણ મેં સાચો પ્રેમ છે , શારીરિક ક્ષતિ ધરાવતા લોકોનો , વિકલાંગ હોય , મુક બધીર કે અંધ હોય એ લોકો નો પ્રેમ જોયો છે. સો સો સલામ કરવાનું મન થાય , એ પરણતા હશે, અને જેમ અન્ય યુગલોમાં વાસણ ખખડતા હશે એમ થતું પણ હશે પરંતુ પ્રેમ પરાકાષ્ટા પર હોય એ વાત તો નક્કી જ છે.

એક સરસ યુગલની વાત કરીએ , નટુ અને દમુની , આમ તો નટવર અને દમયંતી પણ પરસ્પર નટુ અને દમુ જ કહેતા , બંને અંધ અને બંને અનાથ, આ ધરતી પરના પાપીઓ એ આ અંધ જન્મ્યા એટલે કે કોઈ કારણસર રઝળતા મૂકી દીધા , આ એક જ અનાથ આશ્રમમાં રહેતા , દમયંતી ને આંખો નહોતી પણ રૂપ તો જાણે અપ્સરા , જોઇને કેટલાય નિસાસા નાખે, અને પાછા કહે કે આ છોકરીને ભગવાને દ્રષ્ટિ આપી હોત તો શું થાત ? એની પાછળ પાગલો ભમરાની જેમ ઉડતા હોત, આટલું જ નહિ એને ઈશ્વરનું બીજું એક વરદાન હતું એનો કંઠ , એ જ્ઞાન વગર પણ ગાય તો જાણે એમ લાગે કે સંગીતના સુરોનું પૂરું જ્ઞાન છે, પણ હતું નહિ , અનાથ આશ્રમના સાહેબે ત્યાં જ સંગીત માસ્તરને બોલાવવાનું રાખ્યું , એમણે એક દાતા ને વિનંતી કરેલી એટલે એમણે બધો ખર્ચો ઉપાડી લીધેલો , જેને સંગીત શીખવું હોય એ શીખે , એમાં થોડા જ શીખવા આવ્યા , એક તો દમુ પછી નટુ અને એક જીવણ નામે છોકરો હતો જેને તબલા નો શોખ હતો, બીજા એક બે સભ્યો વાજિંત્રો શીખવામાં રસ ધરાવતા હતા એમાં એક છોકરો વાંસળી શીખતો હતો, અદભુત વગાડતો , આ દમુની જ તાલીમ માટે સાહેબ બોલાવ્યા અને એટલા શીખ્યા કે જાણે એક ઓરકેસ્ટ્રા તૈયાર થયો, જોત જોતામાં તો એમના કાર્યક્રમો થવા માંડ્યા , દમું સુંદર ગાય , એ સૂર છેડે એટલે વાતાવરણ બદલાઈ જાય , નટુ હારમોનિયમ અને કીબોર્ડ વગાડે અને ગાય પણ અદભુત , એ અને દમુ તો ગાયક યુગલ તરીકે આગળ આવવા લાગ્યા , એ આશ્રમના કાર્યક્રમ થવા માંડ્યા , નાના હતા ત્યારથી સાથે , લોકો તો કહેતા કે ઈશ્વરે રૂપ અને સુર આપ્યા છે આ છોકરીને બાકી શું લાગે છે , એમાય જ્યારે દમયંતીએ યૌવનના ઉંબરે પગ મુક્યો અને હવસખોરો ની લાળ ટપકવા માંડી , રૂપ સુંદરીઓને પણ ટક્કર મારે એવા અંગ મરોડ , વીસ વરસની થઇ ત્યારે તો સેંથીથી પાની સુધી રૂપ ઢોળાય , એના સાહેબ જાણે કે કેટલાય કામુક લાલચુઓ દમુ ના સપના જોતા હશે , એ દયાન પણ એટલું જ રાખે, કોઈને એની આસપાસ ફરકવા જ ના દે , આ દરમ્યાન દમુ અને નટુ તો પ્રેમની ગાંઠે બંધાઈ ગયેલા , એકલા હોય ત્યારે પણ સાથે જ બેઠેલા હોય, ગીત તો સાથે ગાતા જ હોય , હવે તો નવરાત્રીમાં પણ નવ રાત વ્યસ્ત રહેતા , આનાથ આશ્રમના સાહેબે તો એમના કલાકારો માટે વાન ની વ્યવસ્થા કરી હતી, એ આવકમાંથી ખર્ચો કાઢી , થોડું આશ્રમ માટે રાખી બાકીની રકમ આ કલાકારોને જ આપી દે, આ વણલખ્યો નિયમ , જ્યારે જ્યારે રીહર્સલ વખતે બધા આવી જાય અને જો દમુ ના આવી હોય તો નટુ તરત પૂછે ક્યાં ગઈ ? એવું જ દમુનું એ પણ વગર જોએ કહે અને બે માંથી જે ના હોય એ આવે તો એક બીજાને માત્ર સુગંધથી આગમનની ખબર પડી જાય, આવો પ્રેમ.

નટુ અને દમુએ સાહેબ આગળ પ્રસ્તાવ મુક્યો કે અમારે પરણવાની ઈચ્છા છે, અમે રહીશું અહી જ , આશ્રમની જ સેવા કરીશું, ગામે ગામ કે દેશ પરદેશ કાર્યક્રમો આપણા આશ્રમ માટે જ કરીશું , નાણાં ભેગા થાશે, સાહેબે પ્રસ્તાવ મંજુર રાખ્યો , સાથે કહ્યું પણ ખરું કે નટુ તને દમુના રૂપ વિષે ખ્યાલ છે? કેટલાય દીવાના છે , એના સપના પણ જોતા હશે, ભોગવવાની તમન્ના પણ રાખતા હશે પણ એ અંધ કન્યાને પરણી ભેગા રહેવા તૈયાર ના થાય, તમારા તો મન હૃદય મળ્યા છે , તમારે એક બીજાના રૂપ ની કોઈ પરવા ના હોય, કઈ નહિ આપણે તમારા બંનેના લગ્ન કરીશું પણ નટુ તારી જવાબદારી વધી જશે, દમુનું બહુ જ દયાન રાખવું પડશે , હવે દમું જે દેખાય છે , રૂપ તો છે જ પરંતુ એનું શરીર , જવા દે આગળ નથી કહેવું , દમું તો શરમાઈ ગઈ કારણ જોયા વગર એ પોતાને તો જાણતી જ હોય ,

અનાથ આશ્રમમાં તો જાણે આનંદનો અવસર હતો, બે અનાથ અંધના લગ્ન લેવાયા હતા, સંચાલકો પણ હાજર રહેવાના હતા , દાતાઓ પણ વર અને કન્યા પક્ષ માં વહેંચાઇ ગયા હતા , એટલું જ નહિ,એમના ગીત સંગીતના ચાહકો પણ લગ્નમાં આવવાના હતા, મીડિયા વાળા પણ ખાસ ઉપસ્થિત રહી અ અંધ યુગલના લગ્નનું કવરેજ કરવાના હતા, તડામાર તૈયારીઓ ચાલી રહી હતી, ખર્ચાની તો ચિંતા હતી જ નહિ બધા દાતાઓ કે જે બંને પક્ષે વહેંચાયેલા હતા એ લોકો જ ખર્ચ ઉપાડી લેવાના હતા, મંડપ સરસ સણગારવામાં આવ્યો હતો, એમાં વર કન્યા તો કઈ જોઈ શકવાના હતા જ નહિ, લોકો જ આનો આનંદ ઉઠાવવાના હતા. લગ્નના દિવસે બધા હાજર હતા , વાજતે ગાજતે જાન આવી, સ્વાગત થયું , ઠંડા પીણાં પીરસાયા , ભલે આમ તો બધા અંદર અંદર ના જ હતા પણ આનંદ અનોખો હતો, જ્યારે દમુને તૈયાર કરી મામા બનેલા દાનવીર જ્યારે લઈને આવ્યા ત્યારે આખો મંડપ સ્તબ્ધ થઇ ગયેલો, શું સુંદર લાગતી હતી દમુ , વાહ , લાલચુઓ પણ મોઢું પહોળું રાખી જોઈ રહ્યા હતા જાણે મીઠાઈ મોઢામાં આવીને પડશે , લાલચુડાઓ જાત જાતની કલ્પનાઓ કરી દમુને જોઈ રહ્યા હતા , આ વાતની દમુને તો શું ખબર હોય? પણ આશ્રમના સાહેબ એ બધાને જ જોઈ રહ્યા હતા કે જે લોકો દમુને જોઈ રહ્યા હતા, સુખરૂપ લગ્ન સંપન્ન થયા , ભારે હૈયે કન્યા વિદાયનો પ્રસંગ પણ પત્યો, ફરીને પાછા આવ્યા તો આશ્રમમાં જ, અને બધા ગયા પછી નટુ અને દમુ એમના રૂમમાં ગયા, બીજા દિવસે અમુક લોકો શુભેચ્છક બનીને આવ્યા અને કહ્યું આ ખુશાલીમાં સંગીત જલસો રાખવો છે, સાહેબે મંજુરી આપી, સ્થળ સમય નક્કી થયા , સાંજે એક કાર આવી અને કહ્યું દમુને તૈયાર કરવા લઇ જવાની છે,ત્રણ દિવસથી બધું સમું સુથરું ચાલતું હતું એટલે લોકોએ વિચાર્યું કે બધા પ્રેમીઓ છે, ભલે લઇ જતા , એટલે દમુને બેસાડી દીધી, દામુ ગઈ, મોડે સુધી પાછી ના આવી એટલે બધાને ફાળ પડી, દોડા દોડી કરી મૂકી, નટુ તો સાવ ઢીલો , રડવા જ માંડેલો,"મારી દમુનું અપહરણ થઇ ગયું, પોલીસમાં ખબર આપ્યા, એ લોકો દોડતા થઇ ગયા, શોધખોળ પુર જોશમાં ચાલતી હતી, અમને આમ બે દિવસ થઇ ગયા , બધા ફિટકાર વરસાવતા હતા કે કોણ હતા નરાધમો, સાહેબને પૂછ્યા સિવાય જવા કેમ દેવાય? વગેરે વગેરે , ચર્ચાઓ ચાલી, સંસ્થાના મેનેજર જે આ લોકોના વડીલ કહેવાય એના પર તો ફટકાર વરસાવતા હતા, ઘણા તો શંકા પણ કરતા હતા કે આનું જ કારસ્તાન છે, વારંવાર એ જ દમુના વખાણ કર્યા કરતા હતા. ત્રીજા દિવસે નટુએ કહ્યું પોલીસને હું મદદ કરું એને કહો મને એમની જીપમાં લઇ જાય, તો પોલીસ ખાતાના અધિકારીઓ મશ્કરી કરવા માંડ્યા કે જેપોતાનું દયાન નથી રાખતો એ બીજાંનું શું દયાન રાખે, એ પોલીસ સ્ટેશનના વડાએ કહ્યું એ સાચો હોઈ શકે, એને સાથે લઇ લો, એને લઇ કાફલો નીકળ્યો, પોલીસ બાતમી મુજબના રસ્તાઓ તરફ દોડા દોડી કરવા માંડી, ત્યાં એક ગલીમાં જીપ ગઈ અને નાકે ઉભી રહી ત્યાં નાતુ બોલ્યો મારી દમુ આટલામાં જ છે, બધા એકેક ઘર નજીક જવા માંડ્યા , એમાં એક ઘર પાસે ગયા , તાળું હતું છતાં નટુ કહે આ જ ઘરમાં દામુ છે, તોડો બારણું, ત્યાં અંદરથી જ અવાજ આવ્યો નટુ જલ્દી આવો આ સાંભળી અને બારણું તોડ્યું , અંદર દામુ વિખરાયેલી , ચુંથાયેલી હાલતમાં બાંધેલી પડી હતી, એવું સ્પષ્ટ લાગે કે કેટલાય નરાધમો ગીધની જેમ તૂટી પડ્યા હશે, દમુને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા અને તપાસ કરી, થોડા દિવસ રાખી પછી રજા આપી. બધી તપાસ થઇ માણસો પકડાયા પછી પોલીસના વડાએ પૂછ્યું કે અમારી દેખતી પોલીસને નાં ખ્યાલ આવ્યો કે દામુ અહી હોઈ શકે અને આ અંધ નટુને ખબર કેવી રીતે પડી, તો સાહેબ કહે એક તો અનહદ પ્રેમ અને બીજું સુવાસ , ઈશ્વરે એક ઇન્દ્રિય લઇ લીધી હોય તો નાક (ઘ્રાણેન્દ્રિય ) મજબુત હોય , એની સુવાસથી એ બંને એક બીજાની હાજરી ઓળખી લે, આ છે પ્રેમ અને પ્રેમની સુવાસ , આ બળાત્કારીઓને પણ દમુએ સુવાસથી જ ઓળખ્યા , એ સમજવાની વાત છે, બંને પાછા એક થયા પ્રેમ એટલો કે નટુએ કહ્યું એક દુર્ઘટના સમજી ભૂલી જા, હું તારો છું અને તું મારી છે, આને કહેવાય પ્રેમ.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.