મદુરા નગરી બે હાજર વર્ષ પૂર્વે અત્યંત સંપન્ન હતી. રાજા ધન સંપન્ન અને વિલાસી હતો. એક વાર રાજાની રાણીને પોતાના માટે ઘરેણાં ઘડાવવાની ઈચ્છા થઇ. રાજાએ તરત જ નગરીના ઝવેરીને રાજમહેલમાં બોલાવી મંગાવ્યો અને ફરમાન કર્યું કે, રાણી માટે કેટલાંક ઘરેણાં ઘડાવવા છે. તે માટે તમારે સોનું, રૂપું, ઝવેરાત વગેરે બધું લઇ અહીં આવવું અને સાથે ઘડનાર સોની, કારીગરો જડતર કરનાર વગેરેને પણ લાવવા કારણ કે બધું કામ રાજ મહેલમાં કરવાનું છે.

રાજાનું ફરમાન થયું એટલે તેનો અમલ થતાં વાર કેટલી લાગે?


માલ સમાન અને કારીગરોને લઈને ઝવેરી રાજમહેલમાં હાજર થયો. અનેક દાગીનાઓ ઘડાયા અને ઘણાં દિવસો સુધી કામ ચાલ્યું. એ દાગીનામાં ઝાંઝરની સુંદર જોડી તૈયાર કરવામાં આવી હતી. રાણી ઝાંઝર પહેરી તેની સખા સખીઓ પદમાવતી, લીલાવતી, કૌશલ, રોહિત, કંદર્પ સાથે બાજુના ગામમાં દાંડિયા રાસ રમવાનું નક્કી કર્યું હતું તેમાં ચાલી ગઈ.


આ સમયે બાજુના ગામમાં ગરબા, દાંડિયા રાસ, મંજીરા, દીવડા વગેરે નવરાત્રીના નવ દિવસ સુધી મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાણીએ કંદર્પને કહ્યું આપણે દરરોજ રાત્રે બાજુના ગામમાં સારો કાર્યક્રમ થાય છે ત્યાં જઈશું. બીજે દિવસે રાણીએ જીદ કરીને રાજા પાસેથી કાર્યક્રમ માં જવા માટે પરવાનગી લીધી. રાજાને તો કમને પણ પરવાનગી આપવી પડી. રાજાએ રાણી પ્રત્યેના પ્રેમને વશ થઇ નવા ઝાંઝરા, ઘરેણાં પહેરી જવા કહ્યું. રાણી ખુશ થતી દરરોજ નવા નવા શણગારો અને ઘરેણાંઓ પહેરી કંદર્પ સાથે દાંડિયા રાસ અને અન્ય ગરબાઓ રમવા જતી. તે કંદર્પ સાથે ઘેલી થઇ ગરબે ઘુમ્યા કરતી. તે આ રાસ લીલા રમતા રમતા કંદર્પને પ્રેમ કરવા લાગી. પછી તો બંને જણા એક બીજામાં એટલા ખોવાઈ જતા કે કોઈ સાથે દાંડિયા રાસમાં અથડાઈ જતા તો એકબીજા દાંડિયાથી જ મારામારી કરતા. એકબીજાને ગમે તેટલું વાગે તો યે લાંબા સમય સુધી રાસ ગરબાની રમઝટ ચાલતી. ગામના વડીલો પણ આ કાર્યક્રમ ખૂબ ઉમળકા ભેળ નિહાળતા. છેલ્લે આરતી, થાળ અને ભજન ગવાતા હોય ત્યારે પાછા બધા એક થઇ ઈશ્વરની સ્તુતિ, પ્રાથર્ના કરી છૂટા પડતા. રાણી અને કંદર્પની પ્રણય લીલા દરરોજ ચાલતી. તેમને એકબીજા વગર ચાલે નહિ. બંને ગામને પાદરે સંતાઈને દરરોજ મળતા. રાણીને ડર તો લાગતો હતો. પણ કંદર્પનો સાથ હોવાથી તે હિંમત કરી તેને મળવા આવતી. જયારે રાણી ડરની મારી વધારે ગભરાઈને કંદર્પ ને મળવા આવતી ત્યારે કંદર્પ તેને હિંમત ભેર કહેતો પ્યાર કિયા તો ડરના ક્યા? ડરવાથી તું શું મને પ્રેમ કરી શકીશ? રાણી તેને ઉત્સાહથી મળતી અને પ્રેમનો એકરાર કરતી.


એક દિવસ રાજાએ રાણીને કહ્યું, આપણા મહેલના હોલમાં દાંડિયા રાસનો કાર્યક્રમ રાખ. હું તને નાચતી જોઉં. મારી રાણી છટાથી નાચે છે કે નહિ તે જોવું છે અને મારે તારા નાચતા ફોટા પાડવા છે. રાણી ખુશ થતાં બોલી, તમે તો મારા મનની વાત જ કહી દીધી. હું આજે રાત્રે અમે બધા ભેગા થઈએ ત્યારે આ જાહેરાત કરીશ. હા, પણ રાત્રે મોડું થાય આથી તે દિવસના ભોજન અંગે પણ જણાવી દઈશ. બીજે દિવસે રાણીએ કંદર્પ અને બીજા સાથીઓ ને વાત કરી. બધા આ જાહેરાત સાંભળી ખુશ થઇ ગયા. બે દિવસ પછી રાણીના મહેલમાં દાંડિયા રાસનો કાર્યક્રમ યોજાયો. રાણી તો બે દિવસ બહુ જ વ્યસ્ત રહી મહેલ સુંદર રીતે શણગાર્યો. લાઈટો અને તોરણોથી હોલ સુશોભિત કર્યો. બે દિવસ પછી હોલમાં માતાજી ની સ્થાપના થઇ. અને રાત્રે ગરબા, દાંડિયા રાસનો કાર્યક્રમ ખૂબ ઉત્સાહથી શરૂ થયો. રાજાએ તેની રાણીનો ફોટો પાડવા માટે ફોટોગ્રાફરને બોલાવવાની વ્યવસ્થા કરી દીધી હતી. રાણી સુંદર તૈયાર થઇ દાંડિયા રાસ રમવા માંડી. તેની સખીઓ અને મિત્રો સૌ રમતા હતા.


ફોટોગ્રાફર રાણીના અને બીજા બધાના ફોટા લઇ રહ્યો હતો. રાણી ના એકલીના અનેક ફોટા પાડ્યા. રાણી કંદર્પ સાથે દાંડિયા રાસ રમતા રમતા એને જ એકી નજરે જોતી અને કંદર્પ પણ તેની આંખોમાં આંખો પરોવી દાંડિયા રાસ રમવામાં તલ્લીન હતો. રાણી તો રાજાની સામે જોતી નહિ. અચાનક દાંડિયા રાસ રમતા રાણીના પગમાંથી સોનાનો ઝંઝરો નીકળીને ક્યાંય પડી ગયો. રાણીને રાસલીલા રમવામાં કંઈ જ ખબર ન પડી. કંદર્પના કપડામાં ઝાંઝર ભેરવાઈ ગયો તે એને પણ ખબર ન પડી. રાજાનું ધ્યાન રાણીના પાયલ તરફ ગયું. રાણીને બૂમ પાડી કહ્યું, તારા એક પગનો ઝાંઝર ક્યાં છે? ક્યાંક પડી ગયો લાગે છે. તું શોધ ક્યાં તારો ઝાંઝર પડ્યો? રાણી અકળાતી ઝાંઝર શોધવા માંડી તેનો રાસ લીલામાં રમવાનો મૂડ જતો રહ્યો. કંદર્પ રાસલીલા છોડી તેને શોધવામાં મદદ કરવા રમવાનું છોડી દીધું. બધા એક રાઉન્ડ પૂરો કરી મહેલમાં ખૂણે ખૂણે ઝાંઝર શોધવા લાગી ગયા. રાજાને મહેલના નોકરો, દાસ દાસીઓ પર શક ગયો. એ બધાએ કહ્યું, રાજાજી રાણી સાઈબાએ તો ઝાંઝર પગમાં પહેરેલા. એમનાથી ઝાંઝરની કડી બરાબર બંધ ન પણ થઇ હોય. અમે તમરું નામક ખાધું છે અમે નામક હલાલ શી રીતે થઈએ? અમે રાણી સાઈબાનું કંઈ પણ લઇ શું કરીએ? કંઈ પણ લઈએ તો આખી જીંદગી કંઈ અમને પૂરું ન થાય. આટલી સમજ ભલે અમે ભણ્યા નથી પણ ગણ્યા છીએ. તમે અમારા તરફ શંકાશીલ શાને બનો? રાજાજી અમારા સંતાનો પણ તમારા મહેલમાં રહી આપની સેવા કરે છે.


કંદર્પ ઘરે જઈ ફ્રેશ થયો ત્યારે એની શેરવાનીમાં ઝાંઝરનો હુક ભેરવાયેલો જોયો. કંદર્પ તરત જ રાણીના મહેલમાં ગયો. રાણીને બહાર બોલાવી એનો ઝાંઝર સોંપી દીધો. કંદર્પ આપણે રાજાને કંઈ જ કહેવું નથી ઝાંઝર ક્યાંથી મળ્યો. રાજા તારા અને મારા પર શક કરશે. પરિણામ સારું ના પણ આવે. હું રાજાને બીજી જગ્યાએથી ઝાંઝર મળ્યું છે એમ કહી દઈશ. કંદર્પ આ જ કહેવાનું ઉચિત રહેશે નહિ તો રાજા કદાચ મારા પર શંકા કરી મારો તીરસ્કાર કરે એમ છે. મારા પર કોપાયમાન થશે. મારા પર આગ ઝરશે. જો તારી અને મારા પ્રણય ત્રિકોણની જાણ રાજાને થઇ તો એ મને મહેલ માંથી બહર કાઢે એમ છે.


આપણો પ્રણય ત્રિકોણ ચાલુ રહેવો જોઈએ. બીજે દિવસે નહિ તો આપણે રાસલીલા નહિ રમી શકીએ. મને તારી સાથે રાસલીલા રમ્યા વગર ચેન નહિ પડે. મને તારી સાથે ખૂબ જ ખુશી મળે છે.


gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.