૧૨ પાનાનું કેલેન્ડર, એ ન હોય ત્યારે ૧૨૦૦ પાનાનું થઇ જાય.

ઘડિયાળના કાંટાઓને ‘ઘૂંટણના વા’ નો દુઃખાવો ઉપડે અને આગળ વધતા અટકી જાય. ધક્કો મારીને દિવસને પસાર કરવો પડે.

જાણે જિંદગીને કોઈએ ‘સ્ટેચ્યુ’ કહી દીધું હોય ! નાની નાની ખુશીઓ ‘ટાઈમ પ્લીઝ’ કહીને બેસી જાય અને એની સાથેનો ભૂતકાળ ‘ચીટીંગ’ કરીને આપણને હસાવી જાય.
રોજ સવાર સાંજ પાસે આવીને, હવે કાનમાં કોઈ ‘ખાનગી’ વાત કહેતું નથી. પપ્પાના મોટા બૂટ પહેરીને ચાલી શકે, એવું કોઈ હવે ઘરમાં રહેતું નથી.
ટૂંકા થઇ ગયેલા કપડાઓ અને દરજી, એની લંબાઈ વધ્યાના સમાચાર આપતા જાય છે.
યુસેન બોલ્ટને પણ પાછળ રાખી દે, એવી સ્પીડથી દીકરીઓ બહુ જલ્દી મોટી થઇ જાય છે.

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.