રૂપલી આજે સવાર થી જ ખુશ છે.5-6 વષઁની બાળ વય ,રમતિયાળ અને ઢીંગલી જેવી. ચીંથરે વીટયુ રતન જાણે.ઝુંપડવાશ માં નાનકડુ ઘર .ઘર શું એક નાનકડી પતરા ની દિવાલો વાળી ઓરડી .પણ તેમાંય સફાઇ ને સ્વચ્છતા દેખાય છે. રૂપાલી નુ કુંટુબ મહેનતકક્ષ સુખી કુંટુબ. કાલ ની ચિંતા કયાઁ વગર આજ જે મળ્યું તેમાં સુખ શોધનારુ. રૂપાલી સાચું નામ પણ માં -બાપ તેને રૂપલી જ બોલાવતા અને આજુ બાજુ માં બધા તેને રૂપલી જ કહેવા લાગે છે.


તેના ગામ ની બાજુ માં આનંદમેળો ભરાયેલ. મેળો એ બધા બાળકો માટે આકષઁણ નુ કેન્દ્ર બન્યો હોય છે.વારાફરતી બધા મેળા માં જઇ આવ્યા. બધા બાળકો અને મોટા ની વાત માં મેળા ની જ વાતો હોય છે. રૂપલી અચરજ થી સાંભળતી.


આજ તો તેણે સવાર થી જીદ પકડી છે કે મને પણ મેળો જોવા જાવુ છે.અને આ નાનકડુ કુંટુબ જેને કાલ ની ચિંતા નહોતી તે ભાવિ ના ભેદ તો કયાં થી જાણે?


તે પોતાની લાડકવાયી ને લઇ મેળા માં જવા નીકળે છે.


મેળો માનવજીવન નુ, લોક સંસ્કૃતિ નુ પ્રતીક. લોકઉત્સવ આનંદ ની ઉજવણી નુ સ્થળ એટલે મેળાે .અા ભાત ભાત ના પોતાનુ આગવુ મહત્વ ધરાવતા મેળા.


અનેક જીવો ના મેળાપ નુ સ્થાન, આનંદ પ્રમોદ સાથે જીવન જરુરીયાત ની અવનવી વસ્તુ ઓની હાટ થી ઉભરાતુ બજાર. માનવ મહેરામણ તો જાણે કીડીયારા ની જેમ ઉભરાતો.


રૂપલી તેના માં-બાપુ ભીખલો ને સવલી સાથે મેળા માં ફરે છે.ચકડોળ માં તો વારંવાર બેઠા. મેળા ના ખુણેખુણા ને રૂપલી પોતાના નાનકડા મષ્તિક માં ભરવા માંગે છે.યાદો ની પટારી જાણે ભરવા માગે છે.મેળા ની મજા માં તે મશગુલ થઈ જાય છે.બપોર નો તડકો ખરો માથા પર ચડી આવ્યો ને તે પોરો ખાવા એક ઝાડ ની છાયા માં બેસી સાથે લાવેલ ભાતુ વાપરવા બેઠાં .


નાની રૂપલી ને મેળા ના આનંદ માં ભુખ જ ભુલાઇ ગઇ હતી. સવલી રૂપલી ને થોડી વાર જંપી ને બેસવા નુ કહી તે પોરો ખાવા થોડીવાર આરામ કરવા લંબાવે છે. ભીખલો પણ ત્યાં જ લંબાવે છે. રૂપલી માં ની સોડ માં સુઇ અંગુઠો મોમાં લે છે. સવલી તેને રોજ ની માફક સમજાવે છે કે આ સારી આદત નથી.રૂપલી આદત પ્રમાણે કહે છે "બા તને ખબર છે એના વગર મને ઉંધ જ નથી આવતી ને ? તો થોડીવાર લેવા દે. " અને તે સવલી ના હાથ પર માથુ રાખી સુઇ જાય છે.


થોડીવાર માં થાકેલ સવલી ને ભીખલો ઝોકે ચડે છે. ને રૂપલી બાજુ માં રમતે ચડે છે.


થોડે દૂર મદારી નો ખેલ જોવા લોકો ભેગા થયા હોય છે . રૂપલી પણ ખેલ જોવા પહોંચી જાય છે. અને તે ત્યાં થી ભીડ માં ગુમ થઇ જાય છે.


આ બાજુ થોડીવાર માં સવલી જાગી જાય છે. અને તે પોતાની લાડકવાયી ને ના જોતા બેબાકળી બની તેને શોધવા લાગે છે. ભીખલો ને સવલી "રૂપલી ........રૂપલી " ની બૂમો પાડે છે. મેળા ના લાઉડસ્પીકર ના ને લોકો ના અવાજ માં તેમની બૂમો કોઇ ના કાને પડતી નથી . તે રાત્રી ના અંધકાર સુધી શોધ્યા કરે છે. આંખો રડી રડી ને લાલ થઇ ગઇ .અવાજ બૂમો પાડી ગળા માં જ રુંધાવા લાગે છે. તે રડતા રડતા નજીક ના થાણા માં જઇ તેમની દીકરી ના ગુમ થવા ની ફરિયાદ લખાવે છે.આજુ બાજુ ના લોકો ને ખબર પડતા હમદદીઁ બતાવે છે. જાત જાત ની સલાહ તો કોઇ પોત પોતાની રીતે રૂપલી ને શોધવા લાગે છે.બીજે દિવસે પણ તે રૂપલી ને શોધવા મેળા માં પહોંચી જાય છે. તેમની બુમો ના પડધા પડયા કરે છે. પણ મેળા ના રંગ માં ભંગ નથી પડતો . આ બંને માટે દુનિયા રોકાઇ ગઇ .પણ બીજે કયાંય તેની ખોટ થી ફરક પડતો નથી. પોલીસ ફરિયાદ માં કંઇ ખબર નથી પડતી. આવા સામાન્ય શ્રમજીવી પરિવાર માટે વધારે સમય બગાડવા માં કોઇ ને રસ નથી .આમ ને આમ વષોઁ વીતી જાય છે.પણ રૂપલી નો પતો નથી લાગતો. ત્યારે આ બાજુ આ બંને એ ખોવાયેલ બાળકો ને તેમના ધર સુધી પોહચાડવા નો ભેખ લઇ લીધો . કે પોતે જે પીડા ને તકલીફ ભોગવે છે તે બીજા ને ના ભોગવવી પડે. બંને આવા વિખુટા પડેલ બાળકો ને તેમના પરિવાર સાથે મેળવી પોતાની દિકરી ની સુખાકારી ની કામના કયેઁ રાખે છે.


આ બાજુ રૂપલી રમતા રમતા એક બાળકો ના ટોળા માં ભળી જાય છે. અને તેમના સાથે સમય પસાર કરવા તે માં બાપુ ને પણ ભુલી જાય છે. જયારે અંધકાર થતા મેળો તો રોશની થી ઝગમગી ઉઠે છે પણ તેને તેના માં બાપુ નથી મળતા. તે રડતી આખડતી આ બાળકો સાથે થાકી ને નિંદ્રાદેવી ને શરણે જાય છે.


સવાર પડતા તે આ બાળકો ની સાથે પોતાના માં બાપુ થી દૂર પહોંચી ગઇ. તે બાળકો તમાસાે દેખાડનાર ટોળી ના હતાં . તે તમાસો દેખાડનાર ટોળકી નો મુખીયા રૂપલી ને તેના વિશે પુછપરછ કરે છે પણ રૂપલી પોતાનુ નામ અને માં બાપુ ના નામ સિવાય કશું બતાવી નથી શકતી.


તે મુખિયાે તેને પોતાની પાસે રાખી દિકરી ની જેમ મોટી કરે છે. તેને ભણાવવા ની સાથે ખેલ માં તમાસા ની તાલીમ પણ આપે છે.


દર વરસે રૂપલી આ ટોળકી સાથે જુદી જુદી જગ્યા એ ખેલ બતાવા જાય ત્યારે તે પોતાના માં બાપુ ને શોધ્યે રાખે છે. રૂપલી તેના હાથ પર નાનપણ માં કરાવેલ ટેટ્ટુ ને જોયે રાખે છે . તે તેણે નાની હતી ત્યારે જીદ કરી ને કરાવેલ . તેના નામ ની સાથે એક ખાસ ડીઝાઇન અને આવુ ટેટ્ટુ તેને પણ ખાસ બનાવતું. અને આ ટેટ્ટુ તો તેના માટે તેની ઓળખ બની ગયું.


આ વાત ને લગભગ દશ વષઁ થયા. સવલી અને ભીખલા રૂપલી ને શોધવા ની કોશીષ કે રૂપલી ની તેના માં બાપુ ને શોધવા ની કોશીષ ચાલુ જ છે. અને આ લોકો આશા અમર છે માની આશા છોડતા નથી. અને પોતાની રીતે પ્રયત્નો કયાઁ કરે છે. રૂપલી ખેલ બતાવતા ભીડ મા માં બાપુ ને શોધ્યા કરે છે.


આજ વરસો પછી આ પરિવાર ફરિવાર એક મેળા માં સાથે થઇ જાય છે. એકબીજા થી અજાણ છતાં એક બીજા થી ખુબ નજીક.


આજે કુદરત તેનો મેળાપ કરાવે છે કે હજી તેમના નશીબ માં બીજુ જ લખાયેલ છે?


રૂપલી 16 વષેઁ ની થવા આવી. તેની જવાની બરાબર ખીલી છે. અલ્લડ નમણો ચહેરો,પાણીદાર આંખો,લાંબો ચોટલો ધુંટણ સુધી પહોંચતો. નાની હતી ત્યાર થી તેના વાળ ની ખુબ સંભાળ રાખતી. ખેલ બતાવી કસાયેલુ બદન જોનાર ને પોતાના વશ માં કરતું .અને તે પણ પોતાના માટે સભાન રહેતી . તેજસ્વી અત્યંત બુધ્ધિશાળી .


આજે રૂપલી સવાર થી કંઇક અલગ અનુભુતિ અનુભવે છે. તેને પોતા ને લાગે છે કે આજ ઇશ્ર્વર તેની પ્રાથઁના જરુર સાંભળશે . તે આજ પોતાના માં બાપુ ને જરુર મળશે. અને તે ખેલ કરવા લાગે છે.


આ બાજુ સવલી ને ભીખલો પણ દિકરી ને મળવા ના સપના જોવે છે કે કદાચ આજે ઇશ્ર્વર તેમની પ્રાથઁના ,વષોઁ ની પ્રતિક્ષા નુ ફળ આપશે કે પછી આજે પણ ......?


એ ધડી આવી પહોંચી .....બંન્ને જયાં રૂપલી ખેલ બતાવતી હોય ત્યાં પહોંચે છે.રૂપલી ને જોઈ સવલી ને આ નો અણસાર તો મારી દિકરી જેવો આવે છે. એવુ લાગે છે. ત્યાં રૂપલી આજ તેની માં ને જોતા કંઇક વિચારે ચડે છે ને તે દોરી પર પોતાનુ સમતોલન ગુમાવે છે.. ને નીચે થી તેની ટોળકી ના મુખિયા :"રૂપલી સંભાળ દિકરા " કહી બુમ પાડે છે.


સવલી રૂપલી નામ સાંભળતા જ ભીડ માં થી રસ્તો કરી આગળ પહોંચે છે અને ત્યાં તેની નજર રૂપલી ના હાથ પર પડે છે. અને ટેટ્ટુ નજરે પડે છે. તેની આંખો આજે ખુશી થી રડી પડે છે.


મુખિયા ને તે રૂપલી નો નાનપણ નો ફોટો બતાવે છે . ને મુખિયા તેને બે હાથ જોડી બધી વાત કરે છે.


આજ વષોઁ પછી એક પરિવાર નો મેળાપ થાય છે . મેળો આજ તેમના માટે ઉત્સવ માં પરિણમે છે. રૂપલી ની શોધ પુરી થાય છે."કાજલ"


કિરણ પિયુષ શાહ

gujarati@pratilipi.com
080 41710149
સોશિયલ મિડિયા પર અમને ફોલો કરો
     

અમારા વિશે
અમારી સાથે કામ કરો
ગોપનીયતા નીતિ
સેવાની શરતો
© 2017 Nasadiya Tech. Pvt. Ltd.